રાજકોટના લોકમેળાનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે લોકમેળો મહાલવા લોકોએ દોટ મૂકી છે. લાખોની સંખ્યામાં લોકો લોકમેળો માણી રહ્યા છે. ત્યારે શક્તિ યુવા ગ્રુપ દ્વારા શિવશક્તિ સોસાયટીમાં અનોખો ફ્લોટ્સ બનવવામાં આવ્યો
Mustufa Lakdawala, Rajkot: રાજકોટના લોકમેળાનો (KrishnaJanmashtamiFair) આજે ત્રીજો દિવસ છે, ત્યારે લોકમેળો મહાલવા લોકોએ દોટ મૂકી છે. લાખોની સંખ્યામાં (Janmashtami2022) લોકો લોકમેળો માણી રહ્યા છે. ત્યારે શક્તિ યુવા ગ્રુપ દ્વારા શિવશક્તિ સોસાયટીમાં અનોખો ફ્લોટ્સ (Uniquefloats) બનવવામાં આવ્યો છે. જે જોઈને લોકોને આખા કોરોના મહામારીનો (Coronaepidemic) અનુભવ થઈ રહ્યો છે. અને લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેની યાદો તાજા થઈ હતી.
સ્ટોલ બનાવનાર હિતેશ ગોદડકાએ જણાવ્યું હતું કે, શક્તિ યુવા ગ્રુપ દ્વારા અમે દર વર્ષે શિવશક્તિ સોસાયટીમાં અલગ અલગ થીમ પર ફ્લોટ્સ ઉભો કરીએ છીએ જેમાં આ વર્ષે આપણે કોરોના મહામારીમાં અત્યાર સુધી જે અનુભવ્યુ અને જોયું તે થીમ પર સ્ટોલ બનાવ્યો છે. જેમાં એક લાઈવ કોરોના મહામારીનું ચલચિત્ર કહી શકાય. જેમાં સિવિલ હોસ્પિટલમાં કોવીડ વિભાગ બનાવામાં આવ્યો હતો અને તેમાં જે વસ્તુઓ હતી તે બનાવામા આવ્યું છે. તેમજ ધન્વંતરિ રથ મુકવામાં આવ્યા છે. જેમાં આ રથ ઘરે જઈને લોકોના રિપોર્ટ કરતા એ દર્શાવામાં આવ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, આ સિવાય સ્મશાન કે જ્યાં લોકોના મૃતદેહઓની અંતિમસંસ્કાર માટે લાઈન લાગતી એ દર્શાવામાં આવ્યું છે. 108 એમ્બયુલન્સની લાંબી લાઈન બતાવવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં લોકો સમજી શક્યા કે કોરોના શું છે. આ સિવાય મલ્ટી સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલમાં જે આગના બનાવ બન્યા હતા તે દર્શાવવામાં આવ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે,આવો વિચાર આપણને સમય શીખડાવે જે અનુભવ ન શીખડાવે પણ કોરોનાએ ઘણુંબધું શીખડાવ્યુ છે. આથી આવો સમય ફરી ન આવે એટલા માટે આપણે લોકોને સમજાવી શકીયે એટલા માટે આ સ્ટોલ બનવવામાં આવ્યો છે. કોરોનામાં જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેને શ્રદ્ધાંજલિ આપી શકીએ એવો વિચાર પણ અમારા ગ્રુપને આવ્યો અને તેટલા માટે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. દરેક લોકો સાવચેતી રાખે અને ફરી આવો સમય ન આવે તેવું આપણે કરી શકીયે.
હેતલ ગોદડકાએ જણાવ્યું હતું કે, શક્તિ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથીશિવશક્તિ સોસાયટીમાંઅવનવા ફ્લોટ્સબનાવી જીતતો આવે છે. આ વર્ષે પણ હું આફ્લોટ્સજોવા આવી છું. જેમાં કોરોનાનો આખો સમય બતાવ્યો છે. આ પ્રોજેક્ટ જોઈને લાગે કે આપણે ભીડભાડવાળી જગ્યાએ સમજીને ન જોઈએ.