Home /News /rajkot /Rajkot: યુદ્ધ ટેન્ક જોવી હોય તો પહોંચી જાવ આ કોલેજ, પહેલીવાર 'T-55'નું LIVE પ્રદર્શન

Rajkot: યુદ્ધ ટેન્ક જોવી હોય તો પહોંચી જાવ આ કોલેજ, પહેલીવાર 'T-55'નું LIVE પ્રદર્શન

X
રાજકોટની

રાજકોટની રાજકુમાર કોલેજમાં યુદ્ધ ટ્રોફી ટેન્ક 'T-55'નું LIVE પ્રદર્શન, જાણો આ ટ

ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે જ્યાં યુદ્ધ ટ્રોફી ટેન્ક 'T-55'નું લાઈવ પ્રદર્શન યોજાશે. આ લાઈવ પ્રદર્શન રાજકોટનો ઈતિહાસ સર્જશે

 • Hyperlocal
 • Last Updated :
 • Rajkot, India
  Mustufa Lakdawala,Rajkot : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે જ્યાં યુદ્ધ ટ્રોફી ટેન્ક 'T-55'નું લાઈવ પ્રદર્શન યોજાશે. આ લાઈવ પ્રદર્શન રાજકોટનો ઈતિહાસ સર્જશે... કારણ કે રાજકોટની રાજકુમાર કોલેજમાં યુદ્ધટ્રોફી ટેન્ક 'T-55'નું પ્રદર્શન લાઈવ જોવા મળશે.. ગુજરાતમાં સૈનિક સ્કૂલ સિવાયની અન્ય સ્કૂલને યુદ્ધ ટેન્ક મળશે આવી ઘટનાગુજરાત પ્રથમ વખત બની છે.. ત્યારે આજે અમે આપને જણાવીશું આ ટેન્કની વિશેષતા વિશે.

  શું છે યુદ્ધ ટ્રોફી ટેન્ક 'T-55'ની વિશેષતા.

  - આ ટેન્કનું વજન 37 ટન છે.

  - બીજા વિશ્વયુદ્ધ બાદ સોવીયટ સંઘ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.

  - આ ટેન્ક વર્ષ 2008 સુધી ભારતીય સૈન્યનો ભાગ રહેલ છે..

  - આ ટેન્ક અન્ય કરતા વધુ મજબૂત ટેન્ક હતી.  - .ભારતે 1966-67માં રશિયા, પોલેન્ડ અને ચોકોસ્લોવાકિયા પાસેથી વિવિધ સ્થળોએથી ટી-55 ટેન્કસમી ખરીદી કરી હતી

  - આ યુધ્ધ ટ્રોફી ટેન્ક ટી-55 પાછલા યુધ્ધો અને લડાઈઓમાં આપણા સશસ્ત્ર દળોના બહાદુરીભર્યા બલિદાનની યાદ અપાવશે.

  - આ યુદ્ધ ટ્રોફી ટેન્ક ટી-55 પાછલા યુદ્ધો અને લડાઈઓમાં આપણા સશસ્ત્ર દળોના બહાદૂરીભર્યા બલિદાનની યાદ અપાવશે.

  - આ મશીને 1965 અને 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જે દરમિયાન તેને પંજાબના સરહદીજિલ્લા ફાજિલ્કામાં તેનાત કરવામાં આવી હતી. ત્યારે રાજકોટની રાજકુમાર કોલેજના કેમ્પસમાં વોર ટ્રોફી ટેન્ક ટી-55નું પ્રદર્શન સ્કૂલના વિદ્યાર્થીઓને અને શહેરના અન્યયુવાનોને દળમાં જોડાવવા માટે પ્રોત્સાહિત કરશે. આ ટેન્કને આજે રાજકુમાર કોલેજમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનીસાથે સાથે અલગ અલગ કાર્યક્રમોનું કરવામાં આવ્યું છે.  આમ આ યુદ્ધ ટ્રોફી ટેન્ક ટી- 55 આપણને પાછલા યુદ્ધો અને લડાઈઓમાં આપણા સશસ્ત્ર દળોના બહાદુરીભર્યા બલિદાનનીયાદ અપાવશે. તમને જણાવી દયે કે રાજકુમાર કોલેજ તેના વિદ્યાર્થીઓને NCCનો ભાગ બનવા માટે પ્રોત્સાહીત કરે છે. ગુજરાતમાં એક માત્ર સ્કુલ છે, જેના NCCની 3 પાંખો-આર્મી, નેવી અને એરફોર્સનો સમાવેશ થાય છે.
  First published:

  Tags: Local 18, યુધ્ધ, રાજકોટ

  विज्ञापन
  विज्ञापन