Home /News /rajkot /ઘરઆંગણે જ સુવિધાઃ ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં લીવરને લગતા તમામ રિપોર્ટ અહીં થશે

ઘરઆંગણે જ સુવિધાઃ ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં લીવરને લગતા તમામ રિપોર્ટ અહીં થશે

કેટલાક રિપોર્ટમાં અનેક દિવસોનો સમય લાગતો હતો, જે હવે તાત્કાલિક મળી રહેશે

ગુજરાતમાં હવે લીવરના લગતા દર્દનું નિદાન ઘરઆંગણે જ ઉપલબ્ધ થયું છે. રાજ્યમાં પ્રથમ રાજકોટમાં આર.બી. કોઠારી નિદાન કેન્દ્રમાં લીવરના બધા ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

    Mustufa Lakdawala,Rajkot : ગુજરાતમાં હવે લીવરના લગતા દર્દનું નિદાન ઘરઆંગણે ઉપલબ્ધ થયું છે. રાજ્યમાં પ્રથમ રાજકોટમાં આર.બી. કોઠારી નિદાન કેન્દ્રમાં લીવરના બધા ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લીવરના લગતા ફાઈબ્રોસિસ, સીરોસીસ, ક્રોનિક સહિતના રિપોર્ટ હવે ઘરઆંગણે દર્દીઓને મળી રહેશે એટલે હવે દિવસો સુધી લોકોએ રિપોર્ટની રાહ જોવી પડશે નહીં.


    લોહીની તપાસ કરી પૂરો રિપોર્ટ મેળવી શકાશે


    આર.બી. કોઠારી નિદાન કેન્દ્રમાં હવેથી લીવરના રોગોને લગતા ટેસ્ટસ ફાઈબ્રોસીસ, સીરોસીસ, સૌથી જોખમી અને લાંબા સમયથી થયેલ લીવરના રોગો ક્રોનિક તેમજ ડાયાબીટીસ, મેલીટસ સ્થુળતા ધરાવતા લીવરના દર્દીઓને દર્દ વધારે વધે તે માટે લોહીની તપાસ કરી પૂરો રિપોર્ટ મેળવી શકાશે. માટે વિશ્વ વિખ્યાત સિમન્સ હેલ્થનીયર્સ ઇન્ડિયાએ ગુજરાતમાં રાજકોટની આર.બી. કોઠારી નિદાન કેન્દ્રને પ્રથમ કેન્દ્ર તરીકે નિમણુંક કરવામાં આવી છે. એટલે કે ઈએલએફ બ્લડ રિપોર્ટસ,લીવરના દર્દને ઓળખી તેને લગતા રિપોર્ટસ કરી આપવામાં આવશે.


    લીવરથી પીડાતા દર્દીઓને ફાયદો થશે


    ફેબ્રોસિસ તેમજ લીવરને લગતા દર્દથી પીડાતા દર્દીઓ માટે ખૂબ ઉપયોગી બનશે. ઈએલએફ બ્લડ ટેસ્ટ આકારણી માટે પ્રમાણભૂત ડાયરેક્ટ બાયોમાર્ક્સ પેનલ, જેની અંદર ત્રણ સીરમ બાયોમાર્કસને જોડે છે. હાઈલ્યુરોનીક એસીડ (એચએ) પ્રોકોલાજન ટર્મીનલ, પેપ્ટાઈડ, મેટાલોપ્રોટીનેશ ઘટકોને પ્રતિબિંબીત કરે છે. દર્દને જાણી દવા કરવામાં આવે તો જોખમી ન બને તે માટે ઈએલએફ બ્લડ ટેસ્ટની જરૂરત ગણાય. લેબોરેટરીનો બ્લડ ટેસ્ટનો ભાવ રૂા.4500 રાખેલ છે. જેમાં બેક્ટરીયા દ્વારા લોહીની તપાસ થાય છે.


    લીવરની સ્પેશિયલ સોનોગ્રાફી ઈલેસ્ટોગ્રાફી થશે


    ઉપરાંત આર.બી. કોઠારી નિદાન કેન્દ્રમાં સોનોગ્રાફી વિભાગમાં લીવરની સ્પેશિયલ સોનોગ્રાફી ઈલેસ્ટોગ્રાફી છે, તે માટે અત્યંત આધુનિક ફિલીપ્સ કો.ઓફિઇનીટી-70 તેમ P-9, R-3ના મશીનો વસાવવામાં આવેલ છે. જેની દરેકની કિંમત આશરે આડત્રીસ લાખ થાય છે. લીવરના દર્દોની તપાસ માટે ઈલેસ્ટોગ્રાફી અગત્યની તપાસ કહેવાય છે, તેનો ચાર્જ પણ રાહત દરે રૂ.1200થી 1500 રાખેલ છે, જેમાં દર્દનું પ્રમાણ જાણી તેનોરિપોર્ટ આપવામાં આવે છે. ડોક્ટરની જરૂરિયાત મુજબના લીવરના બધા ટેસ્ટ આર.બી. કોઠારી નિદાન કેન્દ્રમાં ઉપલબ્ધ છે.

    First published:

    Tags: Liver, ડોક્ટર, રાજકોટ, હોસ્પિટલ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन