Home /News /rajkot /યુવતી સાથે શારીરિક ચેનચાળા કરી કપડા ફાડ્યા અને જ્ઞાતિ વિષયક ટિપ્પણી કરતા 4 સામે નોંધાઈ ફરીયાદ 

યુવતી સાથે શારીરિક ચેનચાળા કરી કપડા ફાડ્યા અને જ્ઞાતિ વિષયક ટિપ્પણી કરતા 4 સામે નોંધાઈ ફરીયાદ 

4 સામે નોંધાઈ ફરીયાદ 

Rajkot Crime News: રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એક યુવતી સાથે શારીરિક ચેનચાળા ઝપાઝપી કરી તેમજ ગળાના ભાગે નખ વડે ઈજા પહોંચાડી તેને પહેરીલા કપડા ફાડી નાખવા અને તેની જાતિ પ્રત્યે અપમાનિત કરવા બાબતે એક પુરુષ સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વધુ જુઓ ...
રાજકોટ: રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એક યુવતી સાથે શારીરિક ચેનચાળા ઝપાઝપી કરી તેમજ ગળાના ભાગે નખ વડે ઈજા પહોંચાડી તેને પહેરીલા કપડા ફાડી નાખવા અને તેની જાતિ પ્રત્યે અપમાનિત કરવા બાબતે એક પુરુષ સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા યુવતીની ફરિયાદના આધારે ipcની કલમ 354, 323, 294 (b), 114 તેમજ એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આરોપી મન ફાવે તેવી ગાળો આપવા લાગ્યો


પીડિતાએ યુનિવર્સિટી પોલીસને આપેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હોવાના કારણે હું મારી માતા સાથે એકલી રહું છું. ગત સાત માર્ચ 2023ના રોજ રાત્રિના 12:30 વાગ્યા આસપાસ અમારી સોસાયટીમાં રહેતા શૈલેષ નટુભાઈ ઝાલા તથા બીજા છોકરાઓ રંગેથી રમતા હતા. તેમજ મોટા મોટા અવાજો કરતા હતા. જેના કારણે મારી માતાએ તેઓને અવાજ ન કરવાની સૂચના આપી હતી તેમજ અમારા ઘર પાસેથી જતા રહેવા પણ કહ્યું હતું. ત્યારે હું ઘરની બહાર આવતા શૈલેષ નટુભાઈ ઝાલા નામના વ્યક્તિ મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો. ત્યારે મેં તેને ત્યાંથી જવાનું કહેતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મારી પાસે આવી મને પકડી લીધી હતી.

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં 200 વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવત, જુઓ આ અનોખી પરંપરાની તસવીરો 

મામલે પોલીસ મથકે પહોચ્યો


ત્યારબાદ મેં પહેરેલ ડ્રેસની કુર્તી કોલરના ભાગેથી પકડીને મારી સાથે ચેનચાળા કરવા લાગ્યો હતો. જેના કારણે મારો ડ્રેસ પણ ફાટી ગયો હતો. શૈલેષ દ્વારા પોતાના નખથી મને ગળાના ભાગે ઇજા પણ પહોંચાડી હતી. સમગ્ર મામલે બેકારો થતા શૈલેષના મમ્મી શૈલેષની પત્ની તેમજ શૈલેષની બહેન પણ ત્યાં આવી પહોંચી હતી. તે ત્રણેય દ્વારા પણ મને આ શબ્દો આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-ઓસ્ટ્રેલિયા મેચની તમામ તૈયારીઓની સમીક્ષા કરી

આરોપીના બહેના કરી જાતિવાચક ટિપ્પણી


શૈલેષની બહેન ભાવનાએ મને કહ્યું હતું કે, ‘હું વકીલનું ભણું છું, હું કોઈનાથી બીતી નથી તારે જેને બોલાવવા હોય તેને બોલાવી લે. તમારા જેવા હલકી કોમના માણસોને અહીં રહેવા જ દેવાના નથી. તમે અહીં શું ધંધો કરો છો તેમને ખબર છે. તેમજ મારી તથા મારી માતા ના ચરિત્ર વિશે પણ અભદ્ર શબ્દો આપવામાં આવ્યા હતા.’ ત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા શૈલેષભાઈ નટુભાઈ ઝાલા, શૈલેષના મમ્મી તેમજ શૈલેષની પત્ની ભાવિની અને શૈલેષની બહેન ભાવના વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Latest News Rajkot, Rajkot News