મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: ઇસરો (ISRO-Indian Space Research Organisation) અને સરકારે પ્રાયોગિક સંશોધન પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ઇસરો દ્વારા લાઇટિંગ ડિટેક્શન(Lighting Detection) માટે રાજકોટ (Rajkot) ની લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજમાં સેન્સર મુકવામાં આવ્યું છે. આ સેન્સરની મદદથી 200 કિલોમીટરના ઘેરાવમાંઆકાશીવીજળી (Celestial lightning) પડે તો તેનું ચોક્કસ સ્થાન શોધી શકશે. લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત તેમજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે.
નિર્ણાયક ડેટા આગામી ચોમાસાની સીઝનથી ઉપલબ્ધ થશે
200 કિલોમીટરમાં વીજળીનું ચોક્કસ સ્થાન શોધી આ નિર્ણાયક ડેટા આગામી ચોમાસાની સીઝનથી ઉપલબ્ધ થશે. ઇસરો અને સરકાર તરફથી એક પ્રાયોગિક સંશોધન પ્રોજેક્ટ છે. આવા કેન્દ્રો શરૂઆતમાં દેશમાં 10 સ્થળે સ્થાપવામાં આવ્યા છે. આવા સંશોધન કેન્દ્ર યુવાન અને ગતિશીલ એન્જિનિયરોની જિજ્ઞાસા અને સંશોધન રસને પ્રોત્સાહિત કરવા તેમજ વધારવામાં મદદરૂપ થશે. SLTIET કોલેજના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ, ફેકલ્ટી, તેમજ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે કે કોલેજના ગ્રીન કેમ્પસમાં આવા અનોખા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. સમાજ અને રાષ્ટ્રને કંઈક પાછું આપવાની ભાવના સાથે કોલેજ હંમેશા વિદ્યાર્થીઓના વિકાસ અને ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ માટે અગ્રણી ભૂમિકા ભજવી છે.
પ્રથમ ફેઝમાં રિમોટ સેન્ટરથી એક સેન્સર ઇન્સ્ટોલ કરાયું
આ અંગે લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ભરત એમ. રામાણીએ જણાવ્યું હતું કે, આ અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. ઇસરો દ્વારા અમારા ગ્રીન કેમ્પસમાં એક સરસ મજાનું ઇનેસિએટીવ રિસર્ચ અને ડેવલોપમેન્ટ લેબ શરૂ થઈ રહી છે. જે અતંગર્ત પ્રથમ ફેઝમાં રિમોટ સેન્ટર કે જે લાઇટનિંગ ડિટેક્શન કરી શકે તેવું એક સેન્સર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.
દેશના અલગ અલગ 10 સ્થળોએ આવા સેન્સર મુકાયા
ભરત રામાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ઇસરો દ્વારા પાયલોટ પ્રોજેક્ટ કરી દેશના અલગ અલગ 10 સ્થળોએ આવા સેન્સર મુકવામાં આવ્યા છે. આ સેન્સની વિશેષતા એ છે કે, સેન્સરના 200 કિલોમીટરના વિસ્તારમાં જ્યારે કોઈ વીજળી પડે, લાઇટિંગ ડિટેક્શનનું લોકેશન પરફેક્ટ મેળવી શકાશે. આ ડેટાથી આગામી સમયમાં વીજળીમાં રહેલો પાવર કેપ્ચર કરવા ઇસરો દ્વારા પ્રયત્ન કરાશે. આ સેન્સરથી વિદ્યાર્થીઓ, પ્રોફેસર અને રાજકોટના લોકોને ફાયદો થશે
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat Weather, Rajkot News, રાજકોટ