Rajkot Crime News: પુત્રી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલમાં રહેલા પિતાની જામીન અરજી કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. સરકારી વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, આરોપી દ્વારા પિતા પુત્રીના અતિ પવિત્ર સંબંધને કલંક લગાડવામાં આવ્યું છે. જે અરજીની સામે સરકારી વકીલે વાંધો લેતા કોર્ટ સમક્ષ કેટલીક દલીલો કરી હતી.
રાજકોટ: પુત્રી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલમાં રહેલા પિતાની જામીન અરજી કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. સરકારી વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, આરોપી દ્વારા પિતા પુત્રીના અતિ પવિત્ર સંબંધને કલંક લગાડવામાં આવ્યું છે. ત્યારે આ પ્રકારના સમાજ વિરોધી ગુનેગારોને જમીન આપવા જોઈએ નહીં. તે પ્રકારની દલીલ સરકારી વકીલ દ્વારા કરવામાં આવતા કોર્ટ દ્વારા તે દલીલને માન્ય રાખવામાં આવી છે.
આરોપી પિતાએ કોર્ટમાં જામીન અરજી કરી
રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હરેશ નામના પિતાએ પોતાની જ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે અંતર્ગત હરેશની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારરબાદ તેના મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ગુનાના કામે નામદાર કોર્ટ દ્વારા છેલ હવાલે કરવામાં આવ્યો હતો. તેમજ તાજેતરમાં જ આરોપી વિરુદ્ધ તપાસ પૂર્ણ કર્યા બાદ પોલીસ દ્વારા ચાર્જ સીટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ચાર્જ સીટ રજૂ થયા બાદ આરોપી દ્વારા જામીન અરજી કોર્ટમાં કરવામાં આવી હતી. જે અરજી ની સામે સરકારી વકીલે વાંધો લેતા કોર્ટ સમક્ષ કેટલીક દલીલો કરી હતી.
જેથી સરકારી વકીલે જણાવ્યું હતું કે, આ કામના આરોપીએ પિતા પુત્રીના અતિ પવિત્ર ગણાતા સંબંધને લાંછન લગાડ્યું છે. પિતા પુત્રીના સંબંધને કલંકિત કર્યો છે. ત્યારે આ પ્રકારના ગુનાહિત કૃત્ય આચરનારા વ્યક્તિને જામીન ન આપીને એક દાખલો બેસાડવો જોઈએ. જેથી ફરી વખત કોઈપણ પિતા પોતાની પુત્રી સાથે આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચરતા પૂર્વે અનેક વખત વિચાર કરે. જેથી નામદાર કોર્ટ દ્વારા પણ સરકારી વકીલની દલીલને માન્ય રાખવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર તેમજ રાજકોટ ગ્રામ્યમાં આ પ્રકારના અનેક બનાવો અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે. જે અંતર્ગત કેટલા કિસ્સામાં સાવકા પિતાએ તો કેટલાક કિસ્સામાં સગા પિતાએ પોતાની હવસ સંતોષવા માટે અન્ય કોઈને નહીં પરંતુ પોતાની જ દીકરીનો બે પિંખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે પોલીસ પિતા સામે કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી. દુષ્કર્મી પિતાએ જેલમાંથી મુક્ત રહેવા માટે કોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ સરકારી વકીલની દલીલો સાંભળીને કોર્ટ જામીન અરજી ફગાવી દીધી હતી.