થોડા દિવસ પહેલા જ રખડતા ઢોરના કારણે માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટનું મોત થયું હતું. ત્યારે આઘટના બાદ પણ તંત્ર દ્વારા રખડતા ઢોરના ત્રાસની સમસ્યા નિવારવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.જો કે પોલીસે હાલતો રખડતી ગાયના માલિક સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે.જેના કારણે નિર્દોષ લોકોનો જીવલેવાઈ છે. જો કે લોકોને ઢોરના કારણે આટલી બધી મુશ્કેલીઓ પડતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતીનથી.તંત્ર જાણએ આંખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે. તમને જણાવી દયે કે હજુ થોડા દિવસ પહેલા જ રખડતા ઢોરના કારણે માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટનું મોત થયું હતું. ત્યારે આઘટના બાદ પણ તંત્ર દ્વારા રખડતા ઢોરના ત્રાસની સમસ્યા નિવારવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.જો કે પોલીસે હાલતો રખડતી ગાયના માલિક સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તો મૃતકના પુત્રએ જણાવ્યું કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઇએ, અને જો યોગ્ય ન્યાય નહીં મળે તો હું અન્નજળનો ત્યાગ પણ કરીશ.
રાજકોટના રસ્તાઓ પર રખડતા ઢોર અડીંગો જમવાની બેસી જાય છે. જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવોપડે છે.મળતી માહિતી અનુસાર થોડા દિવસ પહેલા સાધુ વાસવાણી પર આવેલા ગોપાલ ચોકમાં એક ગાય માર્કેટિંગ યાર્ડનાકમિશન એજન્ટ રસિકભાઈ મોરારજીભાઈ ઠકરારને ઢીકે ચડાવ્યા હતા.
આ દરમિયાન તેમને ગંભીર રીતે ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબિબે તેનેમૃત જાહેર કર્યા હતા. મૃતક રસિકભાઈ સવારે દુધ લેવા જતા હતા ત્યારે આ ઘટના બની હતી.જો કે સમગ્ર મામલે પોલીસે કાળારંગના શીંગળા વાળી ગાયના માલિક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારના જણાવ્યા અનુસાર મૃતક રસિકભાઈને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેઓ જમીન મકાન લે વેંચનું કામ કરતા હતાઅને માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટનું કામ કરતા હતાં. ત્યારે રસિકભાઈના મૃત્યુને લઈને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. તો મૃતકના પુત્રએ જણાવ્યું કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઇએ, અને જો યોગ્ય ન્યાય નહીં મળે તો હું અન્નજળનો ત્યાગ પણ કરીશ.