Home /News /rajkot /Rajkot: એક સમયે વિદેશ જતી ધોરાજીની ડુંગળી, આજે ભાવ ન મળતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો!

Rajkot: એક સમયે વિદેશ જતી ધોરાજીની ડુંગળી, આજે ભાવ ન મળતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો!

X
ડુંગળીએ

ડુંગળીએ ફરી ખેડૂતોને રોવડાવ્યા

ધોરજીમાંથી રેલવે મારફત બાંગલાદેશમાં પણ મોકલવામાં આવી હતી.આ સાથે જ અન્ય રાજ્યોમાં પણ અહિંયાથી ડુંગળી મોકલવામાં આવતી હતી. પરંતુ હાલ ધોરાજીના ખેડૂતોની ડુંગળીઓનો પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો ચિંતિત પણ છે,

Mustufa Lakdawala,Rajkot : રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે એક સમય એવો હતો કે ડુંગળીની માલગાડી વિદેશ અને અન્ય રાજ્યમાં મોકલવામાં આવતી હતી. પણ હવે ખેડૂતોને આ ડુંગળીએ રડાવ્યા છે. જે ડુંગળીના ભાવ એક સમયે ખેડૂતોને 400-500 મળતા હતા. તે ડુંગળીના અત્યારે 150-250 મળી રહ્યાં છે.

ખેડૂતને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા પડ્યા પર પાટુ માર્યા સમાન સ્થિતિ ઉભી થઈ ગઈ છે. કારણ કે એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ ન મળતા રોવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.


ખેડૂતો પોતાની ડુંગળીઓનો ભાવ 400 થી 500 રૂપિયા મળવો જોઈએ તેવી આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. કારણ કે આ ખેડૂતોએ મોંઘા મોંઘા બિયારણ લીધા હોય અને જંતુનાશક દવાઓ છાંટીને ખેતરમા ડુંગળીનુ વાવેતર કર્યું હોય અને આજે તેનેતેની મહેનતનું ફળ ન મળતા ચિંતામાં મુકાય છે.



ધોરાજીના ખેડૂતો જ્યારે ડુંગળીને માર્કેટીંગ યાર્ડ ખાતે લઇ આવ્યા હોય અને ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી રહ્યાં.ખેડૂતોને ડુંગળીનો સારો પાક થયેલા છે પણ હાલ ડુંગળીનો પોષણક્ષણ ભાવ નથી મળી રહ્યો. જેથી ધોરાજી પંથકના ખેડૂતોમા મૂંઝવણ જોવા મળી રહી છે.

ધોરાજી માર્કેટીંગ યાર્ડમા ડુંગળીની હરાજી તો થાય છે જેમાં ડુંગળીનો એક મણનો ભાવ 150 રૂપિયાથી લઈને 250 રૂપિયા જેવો બોલાઈ રહ્યો છે ત્યારે ધોરાજી પંથકના ઘણા ખેડૂતો કે જેમને પોતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કરેલુ છે તેવા ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતોની મુંઝવણ વધી ગઈ છે.

ડુંગળીએ ફરી ખેડૂતોને રોવડાવ્યા


તમને જણાવી ગયે કે ધોરાજીમાંથી અગાઉ સારી ગુણવતા ધરાવતી ડુંગળીઓ ધોરજીમાંથી રેલવે મારફત બાંગલાદેશમાં પણ મોકલવામાં આવી હતી.આ સાથે જ અન્ય રાજ્યોમાં પણ અહિંયાથી ડુંગળી મોકલવામાં આવતી હતી. પરંતુ હાલ ધોરાજીના ખેડૂતોની ડુંગળીઓનો પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો ચિંતિત પણ છે, અને વર્તમાન સમયના ભાવથી તેવો અસંતોષ હોય તેવું જણાવીને સરકાર ખેડૂતોને વધુ આર્થિક ફાયદો કરાવે અને નુકશાની નહીં કરવી સંતોષ કારક ભાવ અપાવે તેવી માંગ કરી રહ્યા છે.
First published:

Tags: Local 18, Onion, ખેડૂત, રાજકોટ