ધોરાજી પંથકનાં ખેડૂતો જણસીનાં પોષણક્ષમ ભાવ ન મળતા અનોખો વિરોધ કર્યો હતો. ખેતરમાં ખાડો ખોદીને વિરોધ કર્યો હતો. તેમજ સરકાર પાસે ઇચ્છા મૃત્યુની માંગ કરી હતી.
Mustufa Lakdawala, Rajkot: રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયા છે. કારણ કે જણસીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ખેતરમા સમાધિનો કાર્યક્રમ યોજયો હતો. આ સાથે જ સરકાર જણસીના ભાવ પુરતા નહીં આપે તો ઈચ્છા મૃત્યુ આપો તેવી માંગ ખેડૂતોએ કરી છે.
પોષણક્ષમ ભાવ ન મળતા હોવાનો ખેડૂતો આક્ષેપ
હાલ ગુજરાત રાજ્યમાં ખેડૂતોની દયનીય હાલત થઈ ગઈ છે. કોઈ પણ પ્રકારના જણસીના ભાવો મળી રહ્યાં નથી. ખાસ કરીને ઘઉં, કપાસ, સોયાબીન, મગફળી અને અન્ય જણસીના ભાવો ન મળતા ખેડૂતો ચિંતિત થયા છે અને ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
ખેતરમાં ખાડો ખોદી સમાધિનો કાર્યક્રમ યોજ્યો
માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને જણસીના પુરતા ભાવ મળી રહ્યાં નથી. ત્યારે ખેડૂતોએ પોતાના ખેતર ઘઉં, કપાસ, સોયાબીન જેવા પાકોનું વાવેતર કર્યું છે, પણ હાલ પોષણક્ષમ ભાવો મળી રહ્યાં નથી. ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો પોતાના ખેતરમાં સરકાર સુધી પોતાની વાત પહોચાડવા માટે ખેડૂતોએ ખેતર ખાડો ખોદીને સમાધિનો કાર્યક્રમ યોજ્યો હતો.
અનોખી રીતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ
એક બાજુ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે, પણ ખેડૂતોની કોઈ પણ જણસીના પોષણક્ષમ ભાવ મળી રહ્યાં નથી. તેથી પોષણક્ષમ ભાવ નહીં મળતા ગુજરાત રાજ્ય સરકાર સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કરેલ અને ખેતરમાં સમાધિનો કાર્યક્રમ યોજ્યો હતો.
ભાવ આપો કાં ઇચ્છા મૃત્યુ આપો:ખેડૂતો
ખેડૂતોએ કાગળ પર લખ્યું હતું કે, સરકાર જણસીના ભાવ પુરા આપે નહીં તો ખેડૂતોને ઈચ્છા મૃત્યુ આપે. આવી માંગ સાથે ખેડૂતોએ સુત્રોચ્ચાર કર્યા હતા. આમ હાલ ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સરકાર સુધી ખેડૂતોની વાત પહોંચે તે માટે આ અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.