Home /News /rajkot /Rajkot: ઉપલેટામાં ખેડૂતે ઝીરો બજેટથી ઉભું કર્યું ઓર્ગેનિક શાકભાજીનું ફાર્મ, મેળવે છે મબલખ કમાણી

Rajkot: ઉપલેટામાં ખેડૂતે ઝીરો બજેટથી ઉભું કર્યું ઓર્ગેનિક શાકભાજીનું ફાર્મ, મેળવે છે મબલખ કમાણી

X
ઓર્ગેનિક

ઓર્ગેનિક શાકભાજીનું ફાર્મ

ભારતીય ઔષધિવન ફાર્મના આ ખેડૂત દ્વારા બીજા અન્ય ખેડૂતોને પણ તેમને આવી રીતે દેશી પદ્ધતિથી તૈયાર કરેલ ખાતરનો ઉપયોગ કરવા જણાવ્યું

    Mustufa Lakdawala, Rajkot: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નાના એવા ડુમીયાણી ગામના એક ખેડૂતે જૈવિક ખાતરના ઉપયોગથી પૌષ્ટિક શાકભાજી તૈયાર કરી ખેડૂતોને માર્ગદર્શન આપવા પહેલ કરી છે. હાલના સમયમાં દરેક ખેડૂતો શાકભાજી અથવા અન્ય ઉત્પાદન માટે રસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય છે જેને લીધે લોકોને સ્વસ્થ્ય તેમજ જમીન બન્નેમાં નુકસાન કરતા હોય છે. અને લોકોને ગેસ એસીડીટી જેવી અન્ય બીમારીઓ થતી હોય છે જેને ધ્યાને લઈ આ ખેડૂતે ઔસધિય તેમજ ગુણવત્તા યુક્ત ખાતર તૈયાર કરી પૌષ્ટિક શાકભાજીનું ઉત્પાદન કર્યું છે.

    આ ખેતીનો કેવી રીતે વિચાર આવ્યો

    પંકજભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે કે, હું એક જૈવિક ખેતીનું આયોજન કર્યું છે. ભારતીય ઔષધિ વન નામ આપ્યું છે. આ ફાર્મ હોઉસથી બધા શાકભાજીનું વેચાણ કરું છું. આ શાકભાજીની ખેતી દેશી પધ્ધતિથી કરું છું. જેમાં ગીર ગાયનું છાણ, વર્મી કમપોસ્ટ, વનસ્પતિના પાંદડામાંથી જે અર્ક છે તેનો જ ઉપયોગ કરું છું. આ શાકભાજી ખાવાથી આવનારા ભવિષ્યમાં માણસોનું આરોગ્ય અને આયુષ્ય વધે છે. આ ઉપરાંત પંકજભાઈએ વર્મી કાનપોસ્ટ અથર્વ ફાર્મ હાઉસ બનાવ્યું છે. જેમાં ગીર ગાયના છાણની અળસિયા નાખી ખાતર તૈયાર કર્યું છે. જેનું વેચાણ પણ હું કરું છું, તેમજ આ ખાતર બનાવાની માહિતી અને માર્ગદર્શન હું અહીંથી આપુ છું. વડાપ્રધાન મોદીનું સૂત્ર છે કે જૈવિક ખેતી કેવી રીતે કરવી તેને હું સાકાર કરવા આ ખેતી કરી રહ્યો છું. મોદી સાહેબના આ વિચારમાંથી મને પ્રેરણા મળી છે.

    હું રોજ અહીંથી જ ઓર્ગેનિક શાકભાજી ખરીદુ છું

    ગ્રાહક યતીનભાઈએ જણાવ્યું હતું કે ડુમિયાણી ગામે જ ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર છે. હું રોજ અહીંથી જ શાકભાજી લઇ જાવ છું. શાકભાજી ખાવામાં મજા આવે છે. સ્વાસ્થ્ય માટે આ શાકભાજી બહુ જ સારા છે. મારાં પિતાને થોડા સમય પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. આથી હું અહીંથી તેના માટે દૂધી લઇ જાવ છું અને દૂધીનું જ્યુસ પાવ છું.જેનાથી ઘણું સારુ રિજલ્ટ મળ્યું છે. અહીંના શાકભાજી ખાવામાં પણ મીઠાં લાગે છે. મારી બધા લોકોને અપીલ છે કે ઓર્ગેનિક શાકભાજી ખાવાનો આગ્રહ રાખીએ અને સ્વાસ્થ્યને સારુ રાખીએ.

    ઝીરો બજેટથી ખેતી થાય છે

    ફાર્મ હાઉસની મુલાકત લેવા આવેલા ખેડૂત કિરણભાઈએ જણાવ્યું હતું કે, હું ખાસ ઓર્ગેનિક શાકભાજીના ફાર્મ હાઉસની મુલાકાત લેવા આવ્યો છું અને આ ખેતી કઈ રીતે થાય એની માહિતી લેવી છે. અળસિયાના ખાતરની મદદથી ઝીરો બજેટમાં ખેતી થાય છે. મે આખું ફાર્મ હાઉસ જોયું અને આપણે કરવું હોઈ તો કાર્ય જેવું છે. અન્ય ખેડૂતોને માહિતી જોતી હોઈ તો અહીં અવસ્ય મુલાકાત કરો અને પંકજભાઈ બધી માહિતી આપશે.

    આ પણ વાંચો:  ITI કોલેજમાં ટાટા કેમિકલ્સ દ્વારા ભરતી મેળાનું આયોજન, 734 ઉમેદવારોએ લીધો ભાગ

    ખાતર બનાવા વાપરે છે આટલી વસ્તુઓ

    આ ખાતરમાં દેશી ઔસધિય વનસ્પતિ, ખાટી છાસ, ગૌ મૂત્ર, ગીર ગાયનું છાણ તેમજ અળસિયાના ઉપયોગથી કોઈ પણ જાતના કેમિકલ વગરદેશી ખાતર તૈયાર કરીપૌષ્ટિક શાકભાજી તૈયાર કર્યા છે. જેનાથી લોકોનું સ્વસ્થ્ય પણ સારું જળવાઈ રહે અને જમીનને પણ ફરીથી સજીવ બનાવી શકાય. ભારતીય ઔષધિવન ફાર્મના આ ખેડૂત દ્વારા બીજા અન્ય ખેડૂતોને પણ તેમને આવી રીતે દેશી પદ્ધતિથી તૈયાર કરેલ ખાતરનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. અને આ માટે તેમને તેમના ફાર્મ પર દરેકને જરૂરી માર્ગદર્શનલેવા તેમજ અન્ય માહિતી માટે વિના સંકોચે પધારવા જણાવ્યું હતું.
    First published:

    Tags: Organic farming, Rajkot News, Upleta

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन