Home /News /rajkot /Rajkot : અહીં વિદેશથી લાબેલાના ગાંઠિયા ખાવા આવે છે, કેટલાક તો માત્ર ચટપટો સંભારો ખાવા આવે!

Rajkot : અહીં વિદેશથી લાબેલાના ગાંઠિયા ખાવા આવે છે, કેટલાક તો માત્ર ચટપટો સંભારો ખાવા આવે!

X
ફેમસ

ફેમસ લાબેલા ગાઠીયા ખાવા વિદેશથી લોકો આવે છે

ફિલ્મ સ્ટાર અહિંયાથી જ્યારે ઘરે જ્યારે પણ આપણા ગાઠીયા અને જલેબી લઈને જાય છે.વિદેશમાં વસતા લોકો પણ અહિંયાથીગાઠીયા મંગાવે છે અને જ્યારે તેઓ અહિંયા આવે છે ત્યારે ગાઠીયા ખાવા આવે છે.

    Mustufa Lakdawala,Rajkot : રાજકોટ રંગીલુ રાજકોટ છે અહિંયા લોકો ખાવા પીવાના વધારે શોખિન હોય છે. ત્યારે આજે અમે આપને જણાવીશું રાજકોટના ફેમસ લાબેલા વિશે. કે જ્યાં દેશ-વિદેશથી લોકો ગાઠીયા ખાવા આવે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઘણી વખત લાબેલાનાં ગાંઠિયા-જલેબી મંગાવ્યા છે.અહિંયા ક્વોલિટી પર મહત્તમ ફોકસ કરવામાંઆવે છે.

    ત્યારે લાબેલા ગાંઠિયાને સંભાળી રહેલા દેવાંગ ગોંધીયાએ જણાવ્યું કે લાબેલા ગાંઠીયા રાજકોટમાં ખુબ જ ફેમસ છે.  છેલ્લા 62 વર્ષથી અમે ગાંઠીયાના વેપાર સાથે જોડાયેલા છીએ. અમે પહેલા રેકડીએથી ચાલુ કર્યું હતું.પછી અમે દુકાન શરૂ કરી.અમારી દુકાન પર મોટા મોટા રાજકીય નેતાઓ અને ક્રિકેટરો અહિંયા ગાઠીયા ખાવા આવે છે.આ સાથે જ જ્યારે રાજકોટની આજુબાજુ કોઈ ફિલ્મ સ્ટાર શુંટિગ માટે આવ્યા હોય છે તેઓ પણ અહિંયા ગાઠીયા ખાવા આવે છે અને લઈ જાય છે.

    2014માં નરેન્દ્ર મોદી અહીં પ્રચાર માટે આવ્યા હતા ત્યારે તેમણે અમારી શુદ્ધ ઘીની કેસર જલેબી માણી હતી.

    ફિલ્મ સ્ટાર અહિંયાથી જ્યારે ઘરે જ્યારે પણ આપણા ગાઠીયા અને જલેબી લઈને જાય છે. વિદેશમાં વસતા લોકો પણ અહિંયાથી ગાઠીયા મંગાવે છે અને જ્યારે તેઓ અહિંયા આવે છે ત્યારે ગાઠીયા ખાવા આવે છે. આપણા ગાઠીયા નાઈલોન ફાફડા ગાઠીયા તરીકે વખણાઈ છે. વણેલા ગાઠીયા મરીથી ભરપુર હોય છે.

    જલેબીમાં આપણી પાસે બે પ્રકાર હોય છે એક છે ગોલ્ડન જલેબી અને બીજી છે કેસર જલેબી.કેસર જલેબી આપણે તહેવાર પરજ રાખીએ છીએ. સ્પેશિયલ કસ્ટમર માટે અમે આ જલેબી બનાવી દઈએ છીએ.ગાઠીયામાં આપણે 1 મહિનાની લાઈફ હોય છે. આપણે અહિંયા ગાઠીયા સાથે જે સંભારો આપીએ છીએ એ ચટપટો હોય છે.જેથી બધાને ભાવે છે.રાજકોટમાં લોકો રંગીલા અને ખાવાના શોખીન છે એટલા માટે અહિંયા દરરોજ સાંજના સમયે વધારે ભીડ હોય છે અહિંયા સાંજના સમયે યુવાનો ગાઠીયા ખાવા આવે છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, Street food, રાજકોટ

    विज्ञापन
    विज्ञापन