Home /News /rajkot /રાજકોટની પ્રસિદ્ધ પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિકે કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો

રાજકોટની પ્રસિદ્ધ પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિકે કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો

પટેલ વિહારના માલિકનો આપઘાત

Rajkot Restaurant Owner Suicide: મૃતક હસમુખભાઈ પાંચાણી પોતે ત્રણ ભાઈ અને બે બહેનમાં વચેટના હોવાનું સામે આવ્યું છે. મૃતકને સંતાનમાં ત્રણ દીકરા છે.

રાજકોટ: રાજકોટ શહેરમાં આપઘાતનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં પટેલ વિહાર રેસ્ટોરન્ટ (Patel Vihar restaurant) ધરાવતા હસમુખભાઈ પાંચાણીએ વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવો સામે આવ્યો છે. સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ (Malviya Nagar Police) તરફથી તપાસ હાથ ધરવામાં આવી છે. કોરોના કાળ બાદ આત્મહત્યાના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ક્યારેક આર્થિક સંકળામણના કારણે તો ક્યારેક પારિવારિક ઝઘડાઓના કારણે તો ક્યારેક ધાર્યું પરિણામ ન મળવાના કારણે વ્યક્તિઓ આપઘાત કરતા હોય તે પ્રકારના અનેક બનાવો અવારનવાર સામે આવતા હોય છે.

રાજકોટ શહેરમાં પ્રખ્યાત એવી પટેલ વિહાર રેસ્ટોરન્ટ (Patel Vihar restaurant)ના માલિકે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના માલવીયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આનંદ બંગલા ચોક, કૃષ્ણનગર મેઈન રોડ પર આકાશ સ્ક્વેર નામના એપાર્ટમેન્ટમાં રહેતા હસમુખભાઈ પાંચાણી (Hasmukhbhai Panchani)એ પોતાના ફ્લેટના હોલમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું બનાવ સામે આવ્યો છે. જાણવા મળતી વિગતો અનુસાર રાત્રે દંપતી એક રૂમમાં સાથે સૂતા હતા. વહેલી સવારે હસમુખભાઈના પત્નીની નીંદર તૂટતા તેઓએ પતિને સાથે જોયા ન હતા. આથી તેઓ તપાસ માટે હોલમાં ગયા હતા.

આ પણ વાંચો: બે ટ્રક વચ્ચે ટક્કર, ત્રણ વ્યક્તિ અને 20થી વધારે ઘેટાં મોતને ભેટ્યાં

પત્નીએ પતિને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોયા


હોલમાં જતાની સાથે જ હસમુખભાઈના પત્નીએ પોતાના પતિને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા. તાત્કાલિક અસરથી તેઓએ પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ એકઠા થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસને જાણ કરતા માલવીયા નગર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. માલવીયા નગર પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પીએમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતકની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.
" isDesktop="true" id="1225326" >

સંતાનમાં ત્રણ દીકરા


જાણવા મળતી વિગતો અનુસાર મૃતક પોતે ત્રણ ભાઈ અને બે બહેનમાં વચેટના હોવાનું સામે આવ્યું છે. મૃતકને સંતાનમાં ત્રણ દીકરા પણ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ભાયું ભાગ અને આર્થિક સંકળામણને કારણે મૃતક ચિંતામાં રહેતા હતા, જેના કારણે આ પ્રકારનું પગલું કરી લીધું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસ તપાસમાં આપઘાત મામલે કયું તારણ સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Restaurant, આત્મહત્યા, ગુનો, પોલીસ, રાજકોટ

विज्ञापन