Home /News /rajkot /Gold Price In Rajkot Today: સોના-ચાંદીને કારણે રોકાણકારો કેમ મુંઝાયા? ફટાફટ જાણો આજનો ભાવ
Gold Price In Rajkot Today: સોના-ચાંદીને કારણે રોકાણકારો કેમ મુંઝાયા? ફટાફટ જાણો આજનો ભાવ
રાજકોટમાં સોનાના ભાવની વાત કરવામાં આવે તો ગઈ કાલે સોનાની કિંમત 57830 રૂપિયા હતી.જ્યારે આજે સવારે સોનાનું માર્કેટ ખુલતા જ ભાવમાં 10 રૂપિયાનો ઘટડો થયો છે.
રાજકોટમાં સોનાના ભાવની વાત કરવામાં આવે તો ગઈ કાલે સોનાની કિંમત 57830 રૂપિયા હતી.જ્યારે આજે સવારે સોનાનું માર્કેટ ખુલતા જ ભાવમાં 10 રૂપિયાનો ઘટડો થયો છે.
Mustufa Lakdawala,Rajkot : સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.સોનાનો ભાવ અત્યારે 57 હજારને પાર પહોંચી ગયો છે. એવામાં રોકાણકારો મુંઝાયા છે. કારણ કે સોનાના ભાવ ક્યારેક વધી રહ્યાં છે તો ક્યારેક ઘટી રહ્યાં છે.
આંતર્રાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેની અસર સ્થાનિક ધોરણે પણ જોવા મળી રહી છે. સોનાનો ભાવ ઉંચી કિંમત પર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે 10 ગ્રામ સોનાની કિંમત અત્યારે 57,820 રુપિયા થઈ ગઈ છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ આગામી સમયમાં વ્યાજના દરમાં વધારો કરવાની ગતિ ધીમી કરવાના છે. જેના પરિણામે સોનાની કિંમત સ્થિર થઈ શકે છે.
રાજકોટમાં સોનાના ભાવની વાત કરવામાં આવે તો ગઈ કાલે સોનાની કિંમત 57830 રૂપિયા હતી.જ્યારે આજે સવારે સોનાનું માર્કેટ ખુલતા જ ભાવમાં 10 રૂપિયાનો ઘટડો થયો છે. અત્યારે સોનાની કિંમત 57820 રૂપિયા ચાલી રહી છે. જ્યારે ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદીના ભાવમાં વધારો થયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 70500 હતો. જેમાં 20 રૂપિયાનો વધારો થયો છે. જેથી ચાંદીનો ભાવ 70520 રૂપિયાએ પહોંચી ગયો છે.
મિસ્ડ કોલ થી જાણો સોનાના ભાવ
નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.