140 દિવસમાં 22834 કિમી બાઇક ચલાવી 20 રાજ્ય ફર્યો, એ જ જર્નીનું રાજકોટમાં હતું એ
રાજકોટનાં ફખરૂદીન ત્રિવેદી 20 રાજયમાં 140 દિવસમાં 22,834 કિમીની બાઇક પર સફર કરીને રાજકોટ પરત ફર્યા છે. પોતાની સફરનાં ફોટા અને અનુભવનું એક્ઝિબિશન રાખ્યું છે.
Mustufa Lakdawala, Rajkot: કુદરતી સૌંદર્ય, પહાડો વચ્ચે વહેતી નદીઓ અને ઝરણાઓને અનુભવવાની અને માણવાની વાત છે. જેનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે રાજકોટના ફખરૂદ્દીન ત્રિવેદીએ. 20 રાજયમાં 140 દિવસમાં 22,834 કિમીની બાઇક પર સફર કરીને રાજકોટ પરત ફર્યા છે. ફરૂદ્દીન ત્રિવેદીએ પોતાની આખી જર્નીનું ફોટો એક્ઝિબિશન રાજકોટમાં કર્યું હતું. અહીં આખી જર્નીની ઝલક જોઈ શકાઈ છે.
આખી જર્નીઆ ગેલેરીમાં ડિસ્પ્લે કરી છે
રાજકોટના ફખરૂદિન ત્રિવેદીએ થોડા સમય પહેલા 22 હજાર કિલોમીટરની બાઈક રાઈડ પુરી કરી છે. ત્યારે ફખરૂદિન ત્રિવેદીએ રાજકોટની શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં પોતાની આખી જર્નીનું ફોટોઝ દ્વારા ડોક્યુમેન્ટ કરી છે અને આખી જર્નીઆ ગેલેરીમાં ડિસ્પ્લે કરી છે.
લોકો પણ મારી યાત્રાનો અનુભવ કરી શકે: ફખરૂદિન ત્રિવેદી
ફખરૂદિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ ગેલેરીમાં મેં મારી આખી જર્ની જણાવી છે. જેમાં દર્શાવવામાં આવેલા ફોટોઝની સાથે કહાનીના ટેક્સમાં લખી છે. અનેઆખી યાત્રાને એક્સપ્લોર કરી છે. જેથી લોકો આવીને મારી આ આખી યાત્રાનો અનુભવ કરી શકે.
આ ગેલેરીનું ઉદ્ઘાટન રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ પ્રભુ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં આખા ભારતના અલગ અલગ કલ્ચર અને અલગ અલગ લોકો, ખાણાપીણીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ફખરૂદીને કહ્યું હતું કે, આપણા ઈન્ડિયામાં જ ઘણું બધુ ફરવાનું છે. એટલે વિદેશ જતા પહેલા આપણે આપણું ઈન્ડિયા પહેલા જોવુ જોઈએ. જેની ઝલક તમે આ ફોટો ગેલેરીમાં જોઈ શકો છો.
યાત્રા સાથે પોતાનું કામ પણ કર્યુ
ફખરુદ્દીનને ફોટોગ્રાફીનો ખૂબ શોખ છે, જેથી તેને આ દિવસોમાં ખૂબ કામ આવ્યો હતો.તેણે માત્ર ભ્રમણ જ નહીં, પરંતુ આ દિવસો દરમિયાન તેણે મૂળ વ્યવસાય એવો ગ્રાફિક ડિઝાઈનર તરીકેનું કામ પણ કર્યું છે. લેપટોપ સાથે લઇને કામ, ફરવાનું અને નવી વસ્તુ જોવાનું-બધું સાથે સાથે થતું જતું હતું.