રાજકોટ: શહેરમાં થોડા દિવસ પહેલા સોનાના વેપારીને ત્યાં પોલીસની (police) ઓળખથી દાગીના (Gold Jewelry) લઈ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે ફરીથી આવોજ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના (Rajkot) ચાંદીના એક યુવાન વેપારીને (Silver trader) નકલી પોલીસ (fake police) બની બેઠેલા ત્રણ જેટલા શકશો એ રૂપિયા પડાવ્યા હતા જેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બે નકલી કોન્સ્ટેબલની (fake police consteble) ધરપકડ કરી છે જ્યારે નકલી પીએસઆઇની (fake PSI) શોધખોળ હાથ ધરી છે.
વેપારીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ 10 જૂનના રોજ વેપારી દૂકાન થી ઘરે જમવા માટે નીકળ્યા ત્યારે બપોરે લાખાજીરાજ રોડ પર પહોંચતા તેનું ટુવ્હીલર બંધ પડી ગયું હતું. જે રિપેર કરાવવા ગેરેજ શોધવા વાહન દોરીને જતાં હતાં ત્યારે ત્રણ શખ્સો આવ્યા હતાં અને હાઇટ-બોડી ધરાવતાં શખ્સે પોતે પીએસઆઇ છે.
સાથેના બીજા બે પોતાના માણસો છે તેમ કહી તું આ બાજુ છોકરીઓ સાથે ખરાબ કામ કરવા આવ્યો હતો, હવે તને પુરી દેવાનો છે તેમ કહી ધમકાવતાં વેપારી ડરી ગયો હતો જેનો લાભ લઈને જો ફરિયાદ ન કરવી હોય તો પૈસા આપવા પડશે તેમ કહેતાં વેપારીએ આ શખ્સોને ઘરે લઇ જઇ રૂપિયા 5000 આપ્યા હતાં.
પૈસાની લાલચ જોઈ ગયેલા નકલી પોલીસે થોડા દિવસ બાદ વેપારીના ઘરે જઈને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી કટકે કટકે વધુ રૂપિયાની માંગણી કરી હતી અને 75000 રૂપિયા પડાવી લીધા હતા.
જોકે આખરે એક દિવસ ફરીથી બે શખ્સ આવ્યા હતાં અને હવે ૫ લાખ આપવા પડશે તેમ કહેતાં વેપારી ઉપરના રૂમમાં પૂજાપાઠ કરવા જાય છે, તમે બેસો તેમ કહી બે શખ્સને નીચે બેસાડી રાખી ઉપરના રૂમમાં જઇ પોલીસને ફોન કરતાં પોલીસ પહોંચી હતી અને બંનેને પકડ્યા હતાં.
વીડિયોમાં જુઓ ગુજરાતના સમાચાર
આ શખ્સોએ પોતાના નામ સલિમ ઠેબા અને અલ્ફાઝ સુમરા કહ્યું હતું. જ્યારે પીએસઆઇ બનનારનું નામ ઓસમાણ ખેબર હોવાનું કહ્યું હતું. હાલ પોલીસે વેપારીની ફરિયાદ પરથી બંને નકલી કોન્સ્ટેબલની ધરપકડ કરી છે જ્યારે નકલી પીએસઆઈ હાલ ફરાર છે જેની શોધખોળ પોલીસે હાથ ધરી છે.