Home /News /rajkot /રાજકોટ : પૂર્વ પત્નીએ હત્યા કરીને ફોન પર કહ્યું, 'પતિને પતાવી દીધો છે'
રાજકોટ : પૂર્વ પત્નીએ હત્યા કરીને ફોન પર કહ્યું, 'પતિને પતાવી દીધો છે'
ઑટોમેટિક સાઇલેન્ટ મોડ
સ્માર્ટફોનમાં તમે આ સેટિંગ કરી શકો છો કે સિનેમા હોલ, પુસ્તકાલય જેવી જગ્યા જવાથી ફોન જાતે સાઇલન્ટ મોડમાં જતો રહે. આ સેટિંગ માટે જાઇ ડૂ નોટ ડિસ્ટર્બ વાળી સેટિંગ એક્ટિવ કરો. આ ફિચર ગૂગલ મેપ્સ, અને ગૂગલ કેલેન્ડરની મદદથી કામ કરે છે. આ માટે Setting-Do not Disturv-Scheduled toggle switch
રાજકોટમાં નવાગામ ક્વાટર્સમાંથી આધેડ દિલીપ હમીરભાઇ પરમારની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેમાં પોલીસે મૃતકની પૂર્વ પત્ની કુસુમ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. જોકે હત્યામાં પૂર્વ પત્ની ઉપરાંત પણ લોકોની સંડોવણીની શંકા સેવાઇ રહી છે. સોમવારે કુસુમે પોતાનાં પૂર્વ પતિને 8 છરીનાં ઘા કરીને મકાન માલિકને ફોન કરીને 'મેં મારા પતિને પતાવી દીધો છે' એમ જણાવ્યું હતું.
કુસુમ ફરાર થઇ ગઇ છે
નવાગામ ક્વાર્ટર્સમાં સુરેશ દરજીના મકાનમાંથી 43 વર્ષનાં દિલીપ પરમારની હત્યા કરેલી લાશ મળી હતી. જે કોહવાઇ ગઇ હતી. દિલીપને છાતીમાં છરીના 8 ઘા ઝીંકી પતાવી દીધો હતો. દિલીપ પરમારના લગ્ન અગાઉ કુસુમ સાથે થયા હતા, પરંતુ ચારેક મહિનાથી છૂટાછેડા થઇ ગયા હતા. છૂટાછેડા બાદ કુસુમ નવાગામ ક્વાર્ટર્સમાં સુરેશ દરજીના મકાનમાં રહેતી હતી. આ હત્યા બાદ કુસુમ ભૂગર્ભમાં જતી રહી હતી.
ઘરમાંથી દુર્ગંધ આવતી હતી
આ મામલાની તપાસ કરતા માલિક સુરેશ દરજીની પૂછપરછ કરી હતી. સુરેશે પોલીસ સમક્ષ અનેક વાતો કબૂલી હતી. તેણ કહ્યું કે પોતે કાલાવડ હતો અને પાડોશીએ મકાનમાંથી દુર્ગંધ આવવાની ખબર આપતા ઘરે આવ્યો હતો. ઘર ખોલતા અંદર લાશ જોવા મળી હતી. જે બાદ તેણે કહ્યું કે, કુસુમે અજાણ્યા નંબર પરથી ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, 'મેં મારા પતિને પતાવી દીધો છે'. નોંધનીય છે કે કુસુમને જશા કોળી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા અને તે મુદ્દે દિલીપ અને કુસુમ વચ્ચે અવાર નવાર બોલાચાલી થતી હતી. જેથી આ હત્યા થઇ હોવાનું અનુમાનમાં હાલ તો તપાસ થઇ રહી છે.