Home /News /rajkot /Rajkot: હજુ તો પ્રચાર ચાલુ છે, 85 વર્ષના દાદીમાએ મતદાન પણ કરી નાખ્યું, જાણો કેવી રીતે!

Rajkot: હજુ તો પ્રચાર ચાલુ છે, 85 વર્ષના દાદીમાએ મતદાન પણ કરી નાખ્યું, જાણો કેવી રીતે!

ઉમેદવારો ભલે પ્રચાર કરે કુવડવાના 85 વર્ષના દાદીમાએ આપ્યો ગુજરાતનો પેહલો મત

આ વખતે મતદાન કરતી વખતે 80 વર્ષથી વધુની ઉંમરના લોકોને મતદાન માટે તકલીફ ના પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાંઆવી છે. ચૂંટણી પંચ દ્વારા 80 વર્ષની ઉપરના વૃદ્ધોને ઘરે મત આપવાની સગવડતા કરી આપવામાં આવી.

  Mustufa Lakdawala,Rajkot : ચૂંટણીનુ બ્યુગલ વાગી ચુક્યું છે અને રાજકીય પક્ષોમાં અત્યારે રાજકીય ગરમાવો જોવામળી રહ્યો છે.અત્યારે નેતાઓ રેલીઓ અને સભાઓ ગજવીને પોત પોતાના પક્ષોનો પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે સરકાર દ્વારા પણ મતદારો માટે સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે 1 ડિસેમ્બરે 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે 89 બેઠકો પર મતદાન થવાનું છે. ત્યારેશાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વૃદ્ધોની ચિંતા કરીને ખાસ વ્યવસ્થા ગોઠવી છે.


  આ વખતે મતદાન કરતી વખતે 80 વર્ષથી વધુની ઉંમરના લોકોને મતદાન માટે તકલીફ ના પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાંઆવી છે. ચૂંટણી પંચ દ્વારા 80 વર્ષની ઉપરના વૃદ્ધોને ઘરે મત આપવાની સગવડતા કરી આપવામાં આવી.પોતાનો ગુપ્ત મતઆપી લોકશાહીનાં પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જ રાજકોટના કુવાડવાના એક 85 વર્ષના દાદીમાં મધુબેન ચંદ્રકાંત મહેતાએ પોતાનો કિંમતી પહેલો મત આપીને પોતાનીફરજ નિભાવી છે. તમને જણાવી દયે કે ગુજરાત રાજ્યની ચૂંટણીનો પહેલો મત કુવાડવા ગામમાંથી આપવામાં આવ્યો છે.


  તમને જણાવી દઈએ કે 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે, જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ત્યારે ગુજરાતની ચૂંટણીમાં તમામ પક્ષોએ ચૂંટણી પ્રચાર અને સંચાલનમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.
  First published:

  Tags: Local 18, રાજકોટ

  विज्ञापन
  विज्ञापन