Home /News /rajkot /Rajkot: આ કોલેજે એવી તે શું કામગીરી કરી કે વૈશ્વિક લેવલે નોંધ લેવાઇ, જાણીને થશે ગર્વ

Rajkot: આ કોલેજે એવી તે શું કામગીરી કરી કે વૈશ્વિક લેવલે નોંધ લેવાઇ, જાણીને થશે ગર્વ

પર્યાવરણને બચાવવાની દિશામાં આ કોલેજ દ્વારા તૈયાર કરવામાં આવેલું મોડેલ ખુબ જ કામ આવશે

રાજકોટ સહિત ગુજરાતભરની ઈન્ડસ્ટ્રીઝમાંથી ફેલાતા પ્રદૂષણને કઈ રીતે ઓછું કરી શકાય તે માટેના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

Mustufa Lakdawala,Rajkot : આજ પ્રદુષણ એ વૈશ્વિક સમસ્યા બની ગઇ છે. જળવાયુ પરિવર્તનને કારણે મનુષ્ય જીવન પર તેની માઠી અસર પહોંચી રહી છે. ગરમીનું પ્રમાણ વધવાની સાથે સાથે અતિવૃષ્ટી, દુષ્કાળ જેવી કુદરતી આફતોમાં વધારો થઇ રહ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે પ્રદુષણને રોકવા માટે જો અત્યારથી જ પગલા લેવામાં ન આવ્યા તો આવનારા વર્ષોમાં આ પૃથ્વી મનુષ્યો માટે રહેવા લાયક નહીં રહે છે. ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા આ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. આવું જ એક મહત્વનું કામ રાજકોટની એક કોલેજ કરી રહી છે. રાજકોટની લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યુટ એન્ડ ટેકનોલોજી કોલેજમાં એન્વાયર્મેન્ટલ એલિમન્ટ્સ લેબનું નિર્માણ થયું છે. જેમાં રાજકોટ સહિત ગુજરાતભરની ઈન્ડસ્ટ્રીઝમાંથી ફેલાતા પ્રદૂષણને કઈ રીતે ઓછું કરી શકાય તે માટેના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીઝમાંથી ફેલાતા પ્રદૂષણને ઓછુ કરવા અને પર્યાવરણને શુદ્ધ કરવા લેબ સફળ સાબિત થશે.


ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે મંજૂરી પણ આપી દીધી


કોલેજના પ્રોફેસર અને પ્રિન્સિપાલ ડો.ભરત એમ. રામાણીએ જણાવ્યું હતું કે, ખૂબ આનંદની વાત છે કે, અમારા કેમ્પસમાં વર્ષથી એન્વાયર્મેન્ટલ લેબની શરૂઆત થઈ છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તેની મંજૂરી આપવામાં આવી છે. લેબમાં જુદા જુદા ટેસ્ટિંગ થતા હોય છે. એન્વાયમેન્ટલ એલિમેન્ટ્સ હોય, ઈન્ડસ્ટ્રીઝમાંથી જે પ્રદૂષણ ફેલાતું હોય તો પ્રદૂષણને કઈ રીતે ઓછુ કરી શકાય એવા એન્ટેન્શનથી અને જુદા જુદા ટેસ્ટિંગ થઈ શકે એટલે સરસ મજાની મોર્ડન લેબોરેટરી અમારા કેમ્પસમાં ડેવલોપ થઈ છે.



કેમ્પસની લેબોરેટરી છે તેનો લાભ બધા લઈ શકે છે


ડો.ભરત એમ. રામાણીએ વધુમાં જણાવ્યું હતું કે લેબોરેટરીને GPCB દ્વારા મંજૂરી પણ મળી છે. સાથેસાથે સમાજને ઉપયોગી બને શકે એવા નાના નાના સેમ્પલ જેમ કે મિલ્ક, પાણીનું ટેસ્ટિંગ પણ અહીંયા કરવામાં આવી રહ્યું છે. વર્ષે કોલેજને 10 ઈન્ડસ્ટ્રીઝ જે ઓડિટ માટે ફાળવવામાં આવી છે તેનું ઓડિટનું કાર્ય પણ ચાલી રહ્યું છે. લેબ દ્વારા પ્રદૂષણ ઓછુ કરવાનું અને પર્યાવરણને શુદ્ધ કરવાનું સરાહનીય કામ થઈ રહ્યું છે. કેમ્પસની લેબોરેટરી છે તેનો લાભ બધા લઈ શકે છે.



ત્રણ મહિના પહેલા કોલેજમાં લાઈટનિંગ ડિટેક્શન સેન્સર મુકાયું હતું


ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ વીજળી પડવાના બનાવ સામે આવતા રહે છે. વીજળી પડવાને કારણે જાનમાલને પણ નુકસાન થાય છે. ત્યારે ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) દ્વારા વીજળીમાંથી પાવર ઉત્પન્ન કરવા માટે લાઈટનિંગ ડિટેક્શન સેન્સર મશીન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં 10 જગ્યા પર મૂકવામાં આવ્યા છે. જેમાં એક રાજકોટની લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યુટ એન્ડ ટેકનોલોજી કોલેજમાં મૂકવામાં આવ્યું છે.



સેન્સરની આસપાસ 200 કિમીની રેન્જમાં વીજળી પડે તો લોકેશન મળે છે


સેન્સર મશીનની આસપાસ 200 કિલોમીટરની રેન્જમાં વીજળી પડે તો એનું ચોક્કસ લોકેશન ડેટા સ્ટોર કરે છે અને એના આધારે ઈસરો દ્વારા આગળ કામ કરવામાં આવશે. આમ, રાજકોટમાં મૂકેલું સેન્સર અમદાવાદ જિલ્લાના બાવળાથી લઈ અમરેલી સહિત 11 જિલ્લામાં પડતી વીજળીનું પર્ફેક્ટ લોકેશન જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે રાજકોટના કાલાવડ રોડ પર કણકોટ સ્થિત લાભુભાઈ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સેન્સર આજથી એક ત્રણ પૂર્વે મૂકવામાં આવ્યું હતું.

First published:

Tags: Environment, Students, કોલેજ, રાજકોટ