Home /News /rajkot /ગોંડલીયા મરચાની તીખાશ માણવી હવે મોંઘી પડશે, લાલ મરચાના ભાવમાં ધરખમ વધારો

ગોંડલીયા મરચાની તીખાશ માણવી હવે મોંઘી પડશે, લાલ મરચાના ભાવમાં ધરખમ વધારો

ગોંડલીયા મરચાની તીખાશ

Gondal Chili Price: ગોંડલ શહેર તીખા મરચા માટે થઈને ગુજરાતભરમાં જાણીતું છે. અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને આકર્ષી રહ્યું છે. જોકે આ વખતે આ મરચાની તીખાશ લોકોના ખિસ્સાને પણ લાગવાની છે. આ વર્ષે 20 કિલો મરચાના ભાવ 3,500થી 4,000 રૂપિયા સુધી મળી રહ્યા છે.

વધુ જુઓ ...
રાજકોટ: ગોંડલ શહેર તીખા મરચા માટે થઈને ગુજરાતભરમાં જાણીતું છે. અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને આકર્ષી રહ્યું છે. જોકે આ વખતે આ મરચાની તીખાશ લોકોના ખિસ્સાને પણ લાગવાની છે. કારણ કે, આ વખતે ગોંડલીયા મરચાના ભાવમાં મોટો વધારો થયો છે. એક મણે આશરે 1,000થી 1,500 રૂપિયા સુધીનો ભાવ વધારો ખેડૂતોને મળી રહ્યો છે. એક તરફ મરચાનો અભાવ વધારો લોકોની ચિંતા વધારી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોને ખુશી અપાવી રહ્યો છે.

આ વર્ષે મરચાનો ભાવ 3,500થી 4,000 રૂપિયા


ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 20 કિલો મરચાના ભાવ 2,500થી 3,000 રૂપિયા સુધી મળતા હતા. જ્યારે આ વર્ષે 20 કિલો મરચાના ભાવ 3,500થી 4,000 રૂપિયા સુધી મળી રહ્યા છે. જેથી હવે લાલ મરચાંને દડાવીને બનાવતી લાલ ચટણીના ભાવમાં પણ વધારો સામાન્ય રીતે તીખું ખાવાના શોખીન લોકો ગોંડલ પંથકમાં ઉત્પન્ન થતા લાલ મરચાની ચટણી ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. આ મરચાની તીખાશ વધુ હોય છે. જેથી લોકો તેને વધુ પસંદ કરતા હોય છે.

આ પણ વાંચો: લ્યો બોલો! ઝડપી પૈસા કમાવવા અને દેવું ઉતારવા ગઠિયાએ લાખો રૂપિયાની નકલી નોટો ભેગી કરી અને પછી... 

ગોંડલ માર્કેટિંર્ગ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક


યાર્ડના ચેરમેને કહ્યું હતું કે, ‘આ વખતે સારા ભાવ મળવા પાછળનું કારણ એ પણ છે કે, ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થયું છે તેમજ પ્રમાણમાં ઉત્પાદન ઓછું છે. જેથી આ મરચાંના ભાવ મળી રહ્યા છે. હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક થઈ છે. ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે. જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું સાનિયા મરચું અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચાનું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે.

આ પણ વાંચો: નાણામંત્રી દ્વારા ચાલુ વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું, ગીરના ખેડૂતોએ બજેટને આવકાર્યું

અન્ય રાજ્યના વેપારીઓ પણ આવે છે


ગોંડલમાં રાજ્યના તેમજ રાજ્ય બહારના વેપારીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવતા હોય છે. કારણ કે, ગુજરાત રાજ્ય સહિત ઘણા રાજ્યના લોકોને તીખું ખાવાનો શોખ હોય છે. જેથી તેઓ ગોંડલના મરચાને વધારે પસંદ કરતા હોય છે. જ્યારે અત્યારે મળતી સમાચાર પ્રમાણે ગોંડલના મરચાનો ભાવ વધી ગયો છે. જેથી તીખું ખાવાના શોખીન લોકોને હવે વધારે પૈસા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: 2002 ગુજરાત રમખાણો, Gujarati Farmer, Rajkot News

विज्ञापन