Home /News /rajkot /Heart Attack: યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધતાં લેવાયો ખાસ નિર્ણય, નજીકમાં જ ઉભી કરાઇ ખાસ વ્યવસ્થા

Heart Attack: યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધતાં લેવાયો ખાસ નિર્ણય, નજીકમાં જ ઉભી કરાઇ ખાસ વ્યવસ્થા

X
યુવાનોમાં

યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધતા રાજકોટ તંત્ર એલર્ટ, 23 આરોગ્ય કેન્દ્ર પર મુકાયા

રાજકોટમાં યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી રાજકોટ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.રાજકોટ મનપા દ્વારા કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી શહેરના 23 જેટલા હેલ્થ સેન્ટરોમાં ECG મશીન મુકવામાં આવ્યા છે.

    Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાં યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.જેથી રાજકોટ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.  રાજકોટ મનપા દ્વારા કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી શહેરના 23 જેટલા હેલ્થ સેન્ટરોમાં ECG મશીન મુકવામાં આવ્યા છે. જેથી લોકોને તાત્કાલિક સારવાર મળી શકે.  આ તમામ સેન્ટરો પર હ્રદય રોગથી પિડાતા દર્દીઓનો વિનામૂલ્યે ECG રિપોર્ટ સોંપવામાં આવશે.

    રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે કોરોના પછી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હર્દય રોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે.  હ્રદય રોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ સાથે જ આ બિમારી પણ વધી રહી છે.  લોકોની થોડી પણ બેદરકારી તેનો જીવ લઇ શકે છે.



    ત્યારે રાજકોટ મનપાના 23એ 23 આરોગ્ય કેન્દ્ર પર ઈસીજીના મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.  આ મશીનની સુવિધા મુકવા પાછળનો એક જ હેતુ છે કે દર્દીને વહેલાસર સારવાર મળી શકે.  ઘણી વખત એવુ થતું હોય છે કે લોકો હ્રદય રોગના હુમલાના જે લક્ષણો હોય છે તેને ઈગ્નોર કરતા હોય છે.  યુવાનોની લાઇફ સ્ટાઇલ અને અનિયમીત જીવનને કારણે ક્યારેક સામાન્ય દુખાવો હોય તો તેને નજરઅંદાજ કરવામાં આવતો હોય છે અને તે જીવલેણ સાબિત થતો હોય છે.

    ઘણી વખત છાતીના ભાગમાં દુખાવો થવો, પીન ચુંભતી હોય તેવો દુખાવો થવો, કોઈએ પથ્થર મુકી દીધો છે એવો હ્રદય પર ભાર લાગવો જેવુ થવું, ગભરામણ થવી, મોટાભાગે આ દુખાવો ડાબા હાથ તરફ વળતો હોય છે, ઘણી વખત ગળુ સુકાવવુ, પરસેવો આવવો વગેરે લક્ષણો હ્રદય રોગના હુમલાના છે.જેને આપણે અવગણતા હોય છીએ.

    આ પણ વાંચો,...Diabetes Remedies: ડાયાબિટીસને કંટ્રોલ કરશે આ લાકડાની છાલ, આ દેશી નુસ્ખો અજમાવશો તો દવાની નહીં પડે જરૂર

    જ્યારે આવુ જણાઈ ત્યારે તમારે નજીકના કેન્દ્ર પર પહોંચી જવું જેથી કરીને વહેલી સારવાર મળી શકે.આ તમામ 23 કેન્દ્ર પર મફતમાં ઈસીજી કરી આપવામાં આવશે.  આ સાથે જ સેલ કાઉન્ટર અને ઓટોમેટિક કેમિકલ એનેલાઈઝર આપવામાં આવ્યા છે.જેનાથી ટીબી અને મલેરિયાના નિદાન થઈ શકે. આ સાથે જ એક્સરે મશીન પર મુકવામાં આવશે.

    ઈસીજીની સાથે રાજકોટ મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરમાં લિપીડ પ્રોફાઇલ, ડી ડાયમર, સીઆરપી, ક્રિએટીન સહિતના 23 પ્રકારના રિપોર્ટ વિનામૂલ્યે થાય તેવા મશીનો મુકવામાં આવ્યા છે.
    First published:

    Tags: Local 18