Home /News /rajkot /

રાજકોટ: ઘર બેઠા કરી શકાશે વાહન અને મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ, જાણો કઈ રીતે કરી શકાશે e-FIR

રાજકોટ: ઘર બેઠા કરી શકાશે વાહન અને મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ, જાણો કઈ રીતે કરી શકાશે e-FIR

ઘરે બેઠા વાહન અને મોબાઈલ ફોન ચોરીની કરાશે

રાજકોટ : એક સમય હતો કે જ્યારે લોકોની ફરિયાદ હતી કે, પોલીસ તેમના મોબાઈલ તેમજ વાહન ચોરીની ફરિયાદ નથી લેતી. ત્યારે આ ફરિયાદનો કાયમી નિવેડો હવે આવવા જઈ રહ્યો છે. આગામી 23મી જુલાઈથી ગુજરાતમાં લોકો મોબાઈલ અને વાહન ચોરીની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકશે. ગુજરાત સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ્લિકેશનના માધ્યમથી લોકો પોતાના વાહન તેમજ પોતાના મોબાઈલ ફોનની ચોરી અંગે ફરિયાદ નોંધાવી શકશે.

કઈ રીતે કરી શકાશે ફરિયાદ? 

સૌપ્રથમ છે તે વ્યક્તિએ play storeમાંથી સીટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ પોતાનું લોગઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સૌપ્રથમ વખત રજીસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિએ રજીસ્ટરમી નામના બટન પર ક્લિક કરવાનું રહેશે. બટન પર ક્લિક કર્યાની સાથે એક નવું ડાયલોગ બોક્સ ખુલશે. જેમાં જે તે વ્યક્તિએ પોતાના સંબંધિત વિગતો તેમાં ભરવાની રહેશે. રજીસ્ટ્રેશન થયા બાદ હોમપેજ પર એપ્લિકેશન નામનું એક બોક્સ આપવામાં આવ્યું છે. તેના પર ક્લિક કરતાની સાથે જ ઈ એપ્લિકેશન, રિપોર્ટ મિસિંગ પર્સન, રિપોર્ટ મીસીંગ સ્ટોલર પ્રોપર્ટી સહિતના વિકલ્પો મળી આવશે.

જેની અંદર વ્યક્તિએ રિપોર્ટ મિસિંગ સ્ટોલર પ્રોપર્ટી પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વ્યક્તિએ પોતે જે જગ્યાએ રહેતો હોય તે શહેર તેમજ જિલ્લા સિલેક્ટ કરવાનો રહેશે. તો સાથોસાથ પોલીસ સ્ટેશન પણ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ડેટ ઓફ મિસિંગ તેની અંદર એક્ઝેટ ડેટ તેમજ એપ્રોક્સ ડેટ બંને ઓપ્શન આપવામાં આવેલા છે. સાથો સાથ પ્લેસ ઓફ મિસિંગ તેમજ વ્યક્તિ પોતે વસ્તુ મામલે કોઈ ડિસ્ક્રિપ્શન આપવા માંગતો હોય તે પણ તે આપી શકશે. તેમજ એક એટેચમેન્ટનું બોક્સ પણ આપવામાં આવ્યું છે. જેમાં તે સંબંધિત ચોરી થયેલ વસ્તુ અંગે દસ્તાવેજ એટેચ કરી શકશે.

ઈ FIR મળ્યા બાદ પોલીસ શું કરશે? 

ઈ FIR કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તપાસ અધિકારીને તેની પ્રાથમિક તપાસ સોંપવામાં આવશે. જે બાબતની જાણ તપાસ અધિકારી અને ફરિયાદીને એસએમએસ દ્વારા કરવામાં આવશે. તપાસનીશ અધિકારી સૌ પ્રથમ ઈ FIR મળતા જ પ્રથમ ઇ FIR નો અભ્યાસ કરશે. તેમજ સંબંધિત દસ્તાવેજોની ખરાઈ કરશે માત્ર 48 કલાકમાં જ ફરિયાદીનો સંપર્ક કરી વાહન ચોરી / મોબાઈલ ફોનચોરી તેમજ બનાવની જગ્યા ની મુલાકાત પણ લેશે. સમગ્ર પ્રક્રિયા 48 કલાકમાં પૂર્ણ કરી ઈ FIR અંગે પ્રાથમિક તપાસ નો અહેવાલ થાણા ઇન્ચાર્જને મોકલી આપશે. થાણા અધિકારી અહેવાલ મળીયાના આધારે 24 કલાકમાં જ ઈ એફઆઇઆર નો યોગ્ય નિકાલ કરશે. વિગત સાચી હશે તો એ ગુજકોપમાં તે બાબતની ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે. બનાવ વાળી જગ્યા પોતાના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય તો સંબંધિત પોલીસ સ્ટેશનને રિઅઝાઇન કરવામાં આવશે.

ખોટી ફરિયાદ અંગે શું થશે? 

અરજદાર દ્વારા કરવામાં આવેલ ફરિયાદ માં ખોટા દસ્તાવેજ હોય ખોટી વિગત હોય તો અરજી દફતરે કરવામાં આવશે. તેમજ ખોટી ફરિયાદ દાખલ કરવા બાબતે અરજદારના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ કરવામાં આવશે.

ક્યાં ક્યાં અધિકારી ની કઈ રીતે ફિક્સ થશે કામગીરી, કબજે કરવામાં આવેલ મુદ્દા માલ પોલીસ સ્ટેશનથી પણ મેળવી શકાશે.

E FIR મળ્યાના ત્રણ દિવસમાં FIR નો નિકાલ કરવામાં આવશે.
ફરિયાદના ચોથા દિવસે E FIR પેન્ડિંગ હશે તો એસીપી કક્ષાના અધિકારીને થશે. SMS દ્વારા જાણ ફરિયાદના પાંચમા દિવસે E FIR પેન્ડિંગ હશે તો એસીપી કક્ષાના અધિકારીને થશે SMS દ્વારા જાણ ગુનો દાખલ થયાના 30 દિવસમાં ફાઇનલ રિપોર્ટ ભરવાનો રહેશે. FIR દાખલ થયાના 30 દિવસોમાં ફાઇનલ રિપોર્ટ ભરવામાં નહીં આવે તો એસીપી કક્ષાના અધિકારીને SMS દ્વારા થશે જાણ
37 દિવસ બાદ ફાઇનલ રિપોર્ટ નહિ ભર્યો હોય તો ડીસીપીને SMS દ્વારા થશે જાણ ગુજરાત સિટીઝન પોર્ટલના માધ્યમથી લોકો નોંધાવી શકશે. ફરિયાદ
મોબાઈલ ચોરી અને વાહન ચોરી મામલે નોંધાવી શકશે. ઓનલાઇન ફરિયાદ
મુદ્દામાલ કબજે કર્યા બાદ CRPC 102 મુજબ પોલીસ સ્ટેશનેથી જ મેળવી શકશે. અરજદારે પોલીસને આપવું પડશે એક બાહેંધરી પત્રક.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन