Home /News /rajkot /રાજકોટ : 'તું ભિખારીની છો, અહી રહેવું હોઈ તો તારા બાપને કહે રૂ.4-5 લાખ મોકલાવે', શિક્ષિત પરિણીતા ઉપર ત્રાસ

રાજકોટ : 'તું ભિખારીની છો, અહી રહેવું હોઈ તો તારા બાપને કહે રૂ.4-5 લાખ મોકલાવે', શિક્ષિત પરિણીતા ઉપર ત્રાસ

આ મામલે કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે. (પ્રતિકાત્મક તસવીર)

પરિણીતા જ્યારે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરવા આવી ત્યારે ખુદ તેનો પતિ કિરણ કડીવાર પણ તેની સાથે હતો. આમ ખુદ દીકરાએ પણ પોતાની પત્નીને તેની માતા-પિતા સહિતના પરિવારજનો ત્રાસ આપતો હોવાનું સમર્થન આપ્યું છે. કિરણભાઈએ પત્નીને સાથ આપીને પતિધર્મ નિભાવ્યો હતો.

વધુ જુઓ ...
રાજકોટઃ શહેરમાં વધુ એક પરિણીતાએ (married woman) પોતાના સાસરિયા વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ (domestice violence) તેમજ દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે. રાજકોટ શહેરમાં pgdcaનો અભ્યાસ કરી ચૂકેલી મનીષા કિરણભાઈ કડીવાર નામની પરિણીતાએ પોતાના સાસુ મામાજી મામીજી માસીજી તેમજ માસાજી વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપવાની તેમજ દહેજની માંગણી (dowry case) કરતા હોવાની મહિલા પોલીસ મથકમાં (woman police station) ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસ મથકમાં આઈપીસીની કલમ 498, 323, 504, 114 તેમજ દહેજ પ્રતિબંધક ધારા ની કલમ 3,4 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પરિણીતાના જણાવ્યા પ્રમાણે તેના લગ્ન કિરણ કડીવાર સાથે 14 ફેબ્રુઆરી 2020ના રોજ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થયા હતા. શાદી.કોમ ના માધ્યમથી મનીષાનો કિરણ સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને ને એકબીજા લગ્નગ્રંથી માટે યોગ્ય લાગતા બંને લગ્નગ્રંથિથી જોડાયા હતા.

પરંતુ લગ્નજીવન શરૂ થયાના થોડા જ સમયમાં પરિણીતાને તેની સાથે રહેતા સાસુએ શારીરિક-માનસિક ત્રાસ આપવાનું તેમજ દહેજની માગણી કરવાનું શરૂ કર્યું હતું. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્ન સમયે મારા પિતા દ્વારા કરિયાવરમાં કંઈ જ આપવામાં નહોતું આવ્યું. જેના કારણે મારા સાસુ કહેતા હતા કે, " તું ભિખારીની છો તારા બાપને કહે ચાર-પાંચ લાખ રૂપિયા આપે, તારા બાપાએ તને કંઈ આપેલ નથી તારા મા-બાપ એ તને કંઈ શીખવેલ નથી તું અહીં રોટલા તોડવા આવી છો. "

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકી

આ પણ વાંચોઃ-ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ

પરણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિ ફરસાણનો ધંધો કરે છે. તેમની આવક ઓછી હોવાના કારણે હું પ્રાઇવેટ નોકરી કરું છું. લગ્ન બાદ હું મારા પતિ અને મારા સાસુ સાથે રંગોલી પાર્ક સ્થિત મકાનમાં રહેતા હતા. લગ્ન સમયે મારા પિતા દ્વારા કોઇપણ જાતનો કરીયાવર આપવામાં નહોતો આવ્યો.

જેના કારણે લગ્નના એક અઠવાડિયા બાદ જ કર્યા વગર બાબતે મારા સાસુ એ મને મેણાં ટોણા મારવા નું શરુ કર્યું હતું. મેણા ટોણા મારતા મારા સાસુ મને કહેતા કે મારા દીકરાના લગ્ન જો અમારી જ્ઞાતિ ની કોઈ છોકરી સાથે થયા હોત તો કરિયાવરમાં અમને ઘણું આપવામાં આવ્યું હોત.

આ પણ વાંચોઃ-શિક્ષકનો પગાર છે માત્ર રૂ.48 હજાર, વૈભવી ઘર, જમીનો અને દુકાનો સહિત કરોડોનો માલિક નીકળ્યો

આ પણ વાંચોઃ-રાજકોટ : જાણીતા ગાયક કલાકાર દેવાયત ખવડના ડાયરામાં થયું 6થી વધુ રાઉન્ડ ફાયરિંગ, જુઓ LIVE VIDEO

સમગ્ર મામલાની જાણ મેં મારા પતિને કરી ત્યારે મારા પતિએ પણ મારા સાસુને પોતાની રીતે સમજાવવાના અથાગ પ્રયત્ન કર્યા તેમ છતાં મારા સાસુ ટસ ના મસ ન થયા. તો સાથે જ મારા સાસુ ને મારા મામાજી મામીજી માસાજી માસાજી પણ ચડામણી કરતા હોય જેના કારણે મારુ વૈવાહિક જીવન શાંતિમય રીતે પસાર નથી થયું.ત્યારે સમગ્ર મામલે મહિલા પોલીસ દ્વારા પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે પરિણીતા જ્યારે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરવા આવી ત્યારે ખુદ તેનો પતિ કિરણ કડીવાર પણ તેની સાથે હતો. આમ ખુદ દીકરાએ પણ પોતાની પત્નીને તેની માતા સહિતના પરિવારજનો ત્રાસ આપતો હોવાનું સમર્થન આપ્યું છે.
First published:

Tags: Domestice violence, Dowry case, Gujarat latest news, Gujarat na latest samachar, Latest crime news, Latest gujarati news, Latest news of Gujarat, Rajkot Latest News, ગુજરાતના સમાચાર, ગુજરાતી સમાચાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો