Home /News /rajkot /

Rajkot: રાષ્ટ્રધ્વજનું ન કરશો અપમાન, અહી આપો રાષ્ટ્રધ્વજ અને પીવો ફ્રીમાં ચા

Rajkot: રાષ્ટ્રધ્વજનું ન કરશો અપમાન, અહી આપો રાષ્ટ્રધ્વજ અને પીવો ફ્રીમાં ચા

રાષ્ટ્રધ્વજનું

રાષ્ટ્રધ્વજનું ન કરશો અપમાન

રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે રાજકોટમાં કાઠિયાવાડી કસુંબો (Kathiyawadi Kasumbo) નામની ટી સ્ટોલે (Tea stall) અનોખું અભિયાન હાથ ધર્યું

  Mustufa Lakdawala, Rajkot: ભારત સરકારના (Government of India) હર ઘર તિરંગા (Har Ghar Tiranga) અભિયાનને સારો એવો પ્રતિસાદ મળ્યો અને 15 ઓગસ્ટ બધાએ ધામધૂમથી ઉજવી. પરંતુ બાદમાં રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે રાજકોટમાં કાઠિયાવાડી કસુંબો (Kathiyawadi Kasumbo) નામની ટી સ્ટોલે (Tea stall) અનોખું અભિયાન હાથ ધર્યું છે. રાષ્ટ્રધ્વજ (Indian National Flag) જમા કરાવો અને માણો ફ્રીમાં એક ચા. આ અભિયાનને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

  ચાનુ મહત્વ નથી પણ રાષ્ટ્રધ્વજનું અપમાન ન થવું જોઇએ

  કાઠિયાવાડી કસુંબો ટી સ્ટોલના માલિક શૈલેષભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે છેલ્લા 5 વર્ષથી એક અભિયાન ચલાવીએ છીએ. જેમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બાદ રસ્તા પર પડેલા કે ફાટી ગયેલા રાષ્ટ્રધ્વજ પડ્યા હોય તો તે કાઠિયાવાડી કસુંબામાં જમા કરાવે તો અમે એક ચાની ચૂસ્કી ફ્રીમાં પીવડાવીએ છીએ. ચાનું મહત્વ નથી રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તેવો હેતુ છે.  કેવી રીતે વિચાર આવ્યો

  શૈલેષભાઈ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા અમે સાધુ વાસવાણી રોડ પરથી પસાર થતા હતા ત્યારે રસ્તા પર એક રાષ્ટ્રધ્વજ મળી આવ્યો હતો. ત્યારથી અમને વિચાર આવ્યો. આથી પાંચ વર્ષથી આ અભિયાન ચાલુ કરાવ્યું છે. રાષ્ટ્રધ્વજ અમારી સુધી આવે છે અને એક મહિના સુધી રાખીએ છીએ. બાદમાં ભારતીય બંધારણ મુજબ સેક્શન 13 મુજબ યોગ્ય સન્માન સાથે તેનો નિકાલ કરીએ છીએ. હજી અમે એક મહિના સુધી આ અભિયાન ચાલુ રાખીશું

  શું કહે છે રાષ્ટ્રધ્વજ જમા કરાવનાર

  રાષ્ટ્રધ્વજ જમા કરાવનાર રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ વખતે જે હર ઘર તિરંગાનું અભિયાન આપણી સરકારે ચલાવ્યું છે એ બહું સારું છે. પરંતુ આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તે માટે મેં સોશિયલ મીડિયામાં એક જાહેરાત જોઇ હતી કાઠિયાવાડી કસુંબો તરીકેની. રેસકોર્સ રિંગ રોડ અને રિલાયન્સ મોલમાં આ જાહેરાત જોઇ હતી. એ લોકો ચાર-પાંચ વર્ષથી બહુ સારું કામ કરી રહ્યા છે. 15 ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી હોય ત્યારે આપણે રાષ્ટ્રધ્વજ લહેરાવીએ છીએ તો તેનું અપમાન ન થાય તે માટે આ લોકો સારું કાર્ય કરે છે.

  આ પણ વાંચો:   'કબા ગાંધીનો ડેલો' કે જ્યાં થયું હતું ગાંધીજીમાં સંસ્કારોનું સિંચન

  રોડ કે રસ્તા પર રાષ્ટ્રધ્વજ છે તે હાથમાં લઈ લ્યો

  રામદેવસિંહે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રધ્વજ જમા કરાવો અને ચા ફ્રીમાં પીઓ. મેં મારી ગાડી, ઓફિસ અને ઘરે રાષ્ટ્રધ્વજ રાખ્યા હતા તે બધા લઇને હું કાઠિયાવાડી કસુંબામાં જમા કરાવવા આવ્યો છું. રાષ્ટ્રધ્વજ જમા કરાવ્યા બાદ મને ચા પણ પીવડાવી છે. પરંતુ મારું એટલું કહેવું છે કે, ચાનું મહત્વ નથી પણ મહત્વ એ છે કે, રાષ્ટ્રધ્વજ નું અપમાન ન થાય તે માટે આ લોકો જે કાર્ય કરે છે એ બહુ સારું કરે છે. બધાને મારી નમ્ર અરજ છે કે, રોડ કે રસ્તા પર રાષ્ટ્રધ્વજ છે તે હાથમાં લઈ લ્યો અને કાઠિયાવાડી કસુંબામાં જમા કરાવી દ્યો.

  કાઠિયાવાડી કસુંબાના સંપર્ક નંબર: +91 99092 72403

  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Independence day, National Flag, Rajkot News, Rajkot Samachar, Tea shop

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन