Home /News /rajkot /રાજકોટઃ 'તારી જીભને કારણે જ તું હેરાન થાય છે' પરિણીતાએ દાદાજી, દાદીજી સહિત સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ
રાજકોટઃ 'તારી જીભને કારણે જ તું હેરાન થાય છે' પરિણીતાએ દાદાજી, દાદીજી સહિત સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર
દાદાજી સસરા તેમજ દાદીજી સાસુ પણ ઘરમાં કંઈ પણ નાનો મોટો ઝઘડો થાય તો તેમાં મારો જ વાંક કાઢતા હતા. મારા દાદાજી સાસુ મને કહેતા હતા કે તારી જીભને કારણે જ તું હેરાન થાય છે તને કંઈ આવડતું નથી.
રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot city) વધુ એક પરિણીતાએ (married woman) પોતાના પતિ સાસુ સસરા તેમજ દાદીજી સાસુ તેમજ દાદાજી સસરા વિરૂદ્ધ (domestice violence) મહિલા પોલીસ મથકમાં (Mahila police station) પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઇપીસીની કલમ 498 323 504 તેમજ 114 ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા પોલીસ મથકમાં રાજકોટ શહેરના નવા થોરાળા વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતી વૈશાલીબેન ભરતભાઈ ખીમસુરીયા નામની પરિણીતાએ પોતાના પતિ ભરત ખીમસુરીયા સસરા મનસુખભાઈ સાસુ મનિષાબેન તેમજ દાદાજી તેમજ દાદીજી વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે વર્ષ 2017માં મારા લગ્ન ભરત ખીમસુરીયા નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન થયા બાદ આઠેક મહિના મને મારા સાસરિયામાં સારી રીતે રાખ્યા બાદ મારા પતિએ મને રસોઈ બનાવતા આવડતું નથી. તું મને ગમતી નથી મારે તને છૂટાછેડા આપી દેવા છે.
તારે મારી સાથે બોલવું નહીં તેમ કહી ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. સમગ્ર મામલે જ્યારે મેં મારા સાસુ-સસરા ને જાણ કરી ત્યારે તેઓએ મને થોડો સમય સહન કરવાનું જણાવ્યું હતું.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા સસરા લગ્ન માટે રૂપિયા ઉધાર લીધા હોય જે પૈસા માંગતા મેં મારા પિતાને વાત કરતા તેઓએ પોતાનું મકાન વેચીને મારા સસરાને પૈસા આપ્યા હતા. લગ્ન બાદ હું સહકુટુંબ સાસરે સાથે રહેતી હતી.
દાદાજી સસરા તેમજ દાદીજી સાસુ પણ ઘરમાં કંઈ પણ નાનો મોટો ઝઘડો થાય તો તેમાં મારો જ વાંક કાઢતા હતા. મારા દાદાજી સાસુ મને કહેતા હતા કે તારી જીભને કારણે જ તું હેરાન થાય છે તને કંઈ આવડતું નથી. માવતરે જતા પહેલા મારા સસરાએ મે પહેરેલા દાગીના પણ કઢાવી લીધા હતા. હું માત્ર બે જોડી કપડાં સાથે લઈને માવતર જતી રહી હતી.