Home /News /rajkot /રાજકોટ : ધનાઢ્ય સાસરીમાં ઘરકંકાસ, પિતાએ સાસરિયા પક્ષ પાસેથી પુત્રીના ભવિષ્ય માટે માંગ્યા 1 કરોડ

રાજકોટ : ધનાઢ્ય સાસરીમાં ઘરકંકાસ, પિતાએ સાસરિયા પક્ષ પાસેથી પુત્રીના ભવિષ્ય માટે માંગ્યા 1 કરોડ

પ્રતિકાત્મક તસવીર

હાલ દીકરી તો સમાધાન કરવા તૈયાર છે પરંતુ પિતા કહે છે કે તું ભવિષ્યમાં હેરાન ન થાય તે માટે હું આ બધી વ્યવસ્થા કરી રહ્યો છું.

રાજકોટ : દરેક માતા-પિતા પોતાની દીકરીને સાસરિયામાં તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળે તે પ્રકારનું સ્વપ્ન સેવતા હોય છે. જે સ્વપ્નની પૂર્તિ માટે કેટલાક માતા-પિતા પોતાની પુત્રી જાહોજલાલી અને સુખ સાયબીમાં ભવિષ્ય વિતાવી શકે તે માટે ધનાઢય કુટુંબમાં પોતાની દીકરી ને પરણાવતા હોય છે. ત્યારે રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે અંતર્ગત એક પિતાએ પોતાની પુત્રીના લગ્ન ધનાઢ્ય કુટુંબના યુવાન સાથે કર્યાં હતા જોકે લગ્નના બે વર્ષમાં પરિસ્થિતિ છૂટાછેડા સુધી પહોંચી છે ત્યારે છૂટાછેડા માટે દીકરીના પિતાએ એક કરોડ રૂપિયાની માગણી કરી છે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સમાધાન પંચના પંચ શર્મીલાબેન બાંભણિયાએ વાતચીત કરતાં જણાવ્યું છે કે, સવજીભાઈ પોતાની દીકરી પ્રિયા (નામ બદલેલ છે) માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા હતા. આ દરમિયાન ધનાઢ્ય કુટુંબના તેમજ પોતાના નજીકના જ સંબંધી મેઘજીભાઈના પુત્ર શ્યામ (નામ બદલેલ છે)સાથે પોતાની દીકરી પ્રિયાના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જે બાદ બંને પરિવારની સંમતીથી યુવક અને યુવતી વચ્ચે મુલાકાત ગોઠવવામાં આવી હતી જે બાદ યુવક અને યુવતી બંને એક બીજાને પસંદ આવી જતા સગપણ નક્કી કરવામાં આવ્યું હતું. દીકરી પ્રિયા મુંબઈમાં ફેશન ડિઝાઈનરનો અભ્યાસ કરતી હતી પરંતુ નજીકના જ સંબંધી અને ધનાઢ્ય કુટુંબનો યુવક મળી જતા દીકરીનો અભ્યાસ અધવચ્ચે છોડાવીને પિતાએ પોતાની દીકરીના લગ્ન કરાવી દીધા હતા.

આ પણ વાંચો - રાજકોટ : પતિનો અત્યાચાર! 'નોકરી જતી શિક્ષિકા પત્ની પાસે મંગાવતો સેલ્ફી, એક મહિનાથી સાથે સૂતો પણ નહીં'

પ્રિયા અને શ્યામના લગ્ન અને માત્ર બે જ વર્ષનો સમય વીત્યો હશે ત્યાં બંને વચ્ચે નાના મોટા ઝઘડા શરૂ થવા લાગ્યા હતા. તેમજ પ્રિયાના સાસરિયાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે દીકરીને ઘરના કામ કરતા નથી આવડતા. આમ બંને પરિવારો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થવા લાગ્યા હતા અને મામલો સમાધાન પંચ સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો - આ પણ વાંચો - રાજકોટ: મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા 13 વર્ષના સગીરે આપઘાત કરી લીધો, માતા-પિતા-બહેનની રડી-રડી હાલત ખરાબ

ત્યારે સમાધાન પંચમા બંને પરિવારજનોની વચ્ચે ચાર જેટલી બેઠક પણ થઈ ચૂકી છે. સમાધાન પંચની બેઠકમાં કેટલીક બાબતોમાં દીકરાની ભૂલ હોવાનું સામે આવ્યું છે જ્યારે કેટલીક બાબતોમાં દીકરીની ભૂલ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે દીકરી હાલ સમાધાન કરવા તૈયાર છે પરંતુ તેના પિતા પોતાની જીદ પર અડગ છે. પ્રિયાના પિતાનું કેવું છે કે દીકરી ભવિષ્યમાં હેરાન ન થાય તેમજ તેનું ભવિષ્ય ઉજ્જવળ રહે તે માટે તેમણે એક કરોડ રૂપિયાની માગણી કરી છે.
" isDesktop="true" id="1061543" >

ત્યારે હાલ દીકરી તો સમાધાન કરવા તૈયાર છે પરંતુ પિતા કહે છે કે તું ભવિષ્યમાં હેરાન ન થાય તે માટે હું આ બધી વ્યવસ્થા કરી રહ્યો છું. આપણા સમાજમાં અનેક એવા બનાવો સામે આવતા હોય છે કે જેમાં લગ્નજીવન માત્ર નાની-નાની બાબતોથી તુટી જતું હોય છે. ત્યારે બંને પક્ષના વડીલો દ્વારા જો સમજણ દાખવી પર તેમજ વધુ ને સારી રીતે સમજાવવામાં આવે તો લગ્નજીવન તૂટતું બચી જતું હોય છે.
First published:

Tags: Domestic violence, Father-in-law, Rajkot police, દીકરી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો