કોવિડમાં સ્ટાફના અભાવના કારણે દર્દીઓને ઘણીમુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેથી આ હેતુથી સ્કીલ પર્સન આવે તે માટે આ ટ્રેનિંગ યુવાનોને ફ્રીમાં આપવામાં આવી રહી છે.
Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાં ડોક્ટર રેડી ફાઉન્ડેશન દ્વારા યુવાનોને રોજગારી મળી રહે તે માટે GDAની ફ્રીમાં તાલિમ આપે છે અને યુવાનોને તેના પગભર કરવામાં મદદ કરે છે. આ સંસ્થા દ્વારા યુવાનોને તાલીમ આપીને સારી એવી હોસ્પિટલમાં પ્લેસમેન્ટ કરાવી આપવામાં આવે છે.
ગોંડલિયા રિયાએ જણાવ્યું હતું કે હું ડોક્ટર રેડી ફાઉન્ડેશનમાં સ્ટડી કરવા માટે આવી હતી. અહિંયાનો સ્ટાફ ખુબ જ સારી રીતે ટ્રેનિંગ આપે છે. અહિંયા GDA એટલે કે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટનો કોર્ષ કરાવે છે. અહિંયા બે ટીચર અને એક સર આ કોર્ષ કરાવે છે.આ સ્ટડીનો ત્રણ મહિનાનો કોર્ષ છે. કોઈ પણ મદદની જરૂર હોય તો પણ તેઓ ખુબ સારી રીતે આપણને મદદ કરે છે.અહિંયા રહેવા અને જમવાની સારી સુવિધા છે.
ડોક્ટર દિપક પટેલે જણાવ્યું હતું કે તેઓ ડોક્ટર રેડી ફાઉન્ડેશનમાં એરિયા મેનેજર તરીકે સેવા આપે છે. તેઓ છેલ્લા 14 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલા છે. રેડી ફાઉન્ડેશનની હેડ ઓફિસ હૈદરાબાદમાં આવી છે. આ સંસ્થા દ્વારા હાઈ ક્વોલિટિ હેલ્થ સેન્ટર ચલાવવામાં આવે છે. જેમાં 18થી 35 વર્ષ સુધીના યુવક-યુવતીઓને જનરલ ડ્યુટી આસિસ્ટન્ટનો કોર્ષ કરાવવામાં આવે છે. જેમાં આ લોકોને તાલીમ આપવામાં આવે છે.
અમારી સંસ્થા દ્વારા પ્લેસમેન્ટ પણ કરાવવામાં આવે છે. આ સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ સાથે જ જે લોકો બહારથી આવે છે તે છોકરીઓ માટે ખાસ કરીને રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે. અહિંયા તમામ સુવિધા ફ્રીમાં આપવામાં આવે છે.
સંસ્થાનો મુખ્ય ઉદેશ યુવક-યુવતીઓને રોજગારી અપાવવાનો છે ખાસ કરીને હેલ્થ સેક્ટરમાં. છેલ્લા 2 વર્ષમાં કોવિડનીમહામારીને લઈને ખાસ કરીને સ્કીલ ધરાવતા યુવાનોની જરૂર હોય છે. કોવિડમાં સ્ટાફના અભાવના કારણે દર્દીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેથી આ હેતુથી સ્કીલ પર્સન આવે તે માટે આ ટ્રેનિંગ યુવાનોને ફ્રીમાં આપવામાં આવી રહી છે.
રાજકોટ અમદાવાદની મોટી મોટી હોસ્પિટલ સાથે આ સંસ્થા જોડાયેલી છે. જેથી વિદ્યાર્થીઓને સારી હોસ્પિટલમાં સારી એવીસેલેરી સાથે જોડાવવાનો મોકો મળે છે. છેલ્લા 1 વર્ષની અંદર 200થી વધારે યુવાનો આપણી સંસ્થા સાથે જોડાયા છે.