Mustufa Lakdawala,Rajkot : આપણે સૌ જાણીએ છીએ કે મતદાન કરવું એ આપણુ કર્તવ્ય છે. તેમ છતાં આપણામાંથી ઘણા લોકો મતદાન કરવા જતા નથી. પણ આપણે આપણા મતનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ. ત્યારે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ લોકો માટે એક અલગ જ વ્યસ્થા કરવામાં આવી છે. એવો જાણીએ સિવિલ સુપ્રીટેન્ડેટ પાસેથી.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જો તેના મતાધિકારનો ઉપયોગ કરવો હોય તો તેઓ સિવિલમાં સત્તાધિશોને રજુઆત કરવી પડશે. અને જે બાદ ડોક્ટરની પરવાનગી લેવાની રહેશે. જે બાદ તે તેના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ત્યારે સિવિલિ હોસ્પિટલના RMOએ જણાવ્યું હતું કે મતદાન તો આપણો અધિકાર છે અને આપણુ કર્તવ્ય છે.પણ અહિંયા જેદર્દીઓ દાખલ થયા છે.તેમાંથી ઘણા દર્દીઓ મતદાન દેવા જઈ શકશે નહીં.કારણ કે જે દર્દીઓ દાખલ થયા છે તેઓમાંથી જે તેડોક્ટર તેને રજા આપે તો તે મતદાન કરવા જઈ શકે છે.પણ ડોક્ટરની રજા વગર તેઓ મતદાન કરવા જઈ શકશે નહીં.
કારણ કે અહિંયા એવા દર્દીઓ દાખલ હોય કે જેઓ વધારે બિમાર હોય જેથી તેઓ અહિંયાથી બહાર જઈ શકે નહીં. હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે જે દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં છે. તેને ડોક્ટર 2-3 કલાક માટે રજા આપે તો તે જઈ શકે છે અને પાછા દાખલ થઈ શકે છે. એટલે જે પણ દર્દીઓ રજુઆત કરશે કે અમારી પાસે આવશે તેના માટે અમે વ્યવસ્થા કરી છે.