Rajkot Kidnapping Case: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીપળવા ગામ ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરનારા વ્યક્તિના અપહરણનો બનાવ સામે આવ્યો છે. વિશાલ સાવલિયા (ઉંમર વર્ષ 35) નામના વ્યક્તિ સાથે અપહરણ તેમજ 92,500 ની કિંમતની મત્તાની લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.
રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીપળવા ગામ ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરનારા વ્યક્તિના અપહરણનો બનાવ સામે આવ્યો છે. વિશાલ સાવલિયા (ઉંમર વર્ષ 35) નામના વ્યક્તિ સાથે અપહરણ તેમજ 92,500 ની કિંમતની મત્તાની લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ipcની કલમ 365, 323, 392, 120 (બી), 506 2 હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
અજાણ્યા વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
રાજકોટ ગ્રામ્ય પોલીસને આપેલી ફરિયાદમાં વિશાલ સાવલિયા નામના વ્યક્તિએ જણાવ્યું છે કે, હું છેલ્લા દસ વર્ષથી પાંચપીપળા ગામ ખાતે આવેલી રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરું છું. હું મોટર સાયકલ લઈને જુનાગઢથી પાંચપીપળા ખાતે અપડાઉન કરું છું. ગત 29મી માર્ચના રોજ સાંજના સમયે નોકરી પૂરી કરી હું જુનાગઢ પરત ફરી રહ્યો હતો. તે સમયે લૂંટના ઇરાદે કાવતરું રચી I20 કારમાં મારું અપહરણ કરી મારી પાસે રહેલ ₹70,000નો મોબાઇલ ફોન પાકીટમાં રહેલ ₹500 તેમજ ગળામાં પહેરેલો પાંચ ગ્રામ સોનાના 22,000ની કિંમતના ચેનની લૂંટ કરવામાં આવી હતી. તો સાથે જ મને માથાના ભાગે તેમજ વાંસાના ભાગે ઢિકા પાટુ નો માર મારવામાં આવ્યો હતો. તેમજ મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
અપહરણ કરતાઓ દ્વારા મને કહેવામાં આવ્યું હતું કે, તું અમને 20 લાખ રૂપિયા આપીદે. જેથી મેં તમને કહ્યું હતું કે આટલા રૂપિયા મારી પાસે નથી. ત્યારે અપહરણ કરતા હોય એ મને કહ્યું હતું કે ઘરનું મકાન છે કે ભાડાનું મકાન. ત્યારે મેં તેમને કહ્યું હતું કે લોન ઉપર મેં મકાન લીધેલ છે. ત્યારબાદ મારા મોબાઇલમાંથી સીમકાર્ડ કાઢી મને પાછું આપી દીધું હતું. તેમજ કહ્યું હતું કે મોબાઈલનું બિલ આપી જજે અને 50,000 રૂપિયા તૈયાર રાખજે હું તને ફોન કરીશ. આમ કહી મને તે લોકોએ છોડી મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીપળવા ગામ ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરનારા વ્યક્તિના અપહરણનો બનાવ સામે આવ્યો છે. જે મામલે રાજકોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે અત્યારે પોલીસે કાર્યવાહી કરતા પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટના જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અત્યારે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ipcની કલમ 365, 323, 392, 120 (બી), 506 2 હેઠળ ફરિયાદ નોંધાઈ છે.