Home /News /rajkot /દેવાયત ખવડે કહ્યું- અંત હી પ્રારંભ હૈ, જેલમાં હતો ત્યારે કેટલાક નામ લેતા પણ શરમાતા હતા

દેવાયત ખવડે કહ્યું- અંત હી પ્રારંભ હૈ, જેલમાં હતો ત્યારે કેટલાક નામ લેતા પણ શરમાતા હતા

રાજકોટના સોનલધામ મઢડા ખાતે યોજાયેલા ડાયરામાં ખવડનું નિવેદન

રાજકોટના સોનલધામ મઢડા ખાતે યોજાયેલા ડાયરામાં ખવડનું નિવેદન: કેટલાકને ખબર નથી કે, અંત હી પ્રારંભ હૈ

રાજકોટ: તાજેતરમાં ભાવનગરના પાલીતાણા ખાતે આવેલા કોલંબા ધામ ખાતે જેલમાંથી છૂટ્યા બાદ દેવાયત ખવડનો પ્રથમ લોકડાયરો યોજાયો હતો. જે લોકડાયરાની શરૂઆતમાં જ દેવાયત ખવડના પહેલાની માફક જેવા જ રાણો રાણાની રીતે હોય તે પ્રકારના તેવર જોવા મળ્યા હતા. છ તારીખના રોજ સોનલધામ મઢડા ખાતે યોજાયેલા ડાયરામાં પણ દેવાયત ખવડના એ જ પ્રકારના તેવર જોવા મળ્યા છે.

'કેટલાકને ખબર નથી હોતી કે અંત હી પ્રારંભ હૈ'

સોનલધામ મઢડા ખાતે યોજાયેલા ડાયરામાં દેવાયત ખવડે સ્ટેજ પરથી નિવેદન આપતા જણાવ્યું હતું કે, જે દિવસે હું અંદર હતો ત્યારે કેટલાક લોકો તો મારું નામ લેતા પણ શરમાતા હતા. પરંતુ મારા ભાઈબંધ જેવા ભાઈ જીગ્નેશ કવિરાજે મને જીવતો રાખ્યો હતો. કેટલાક લોકો તો એવું વિચારતા હતા કે, હવે આ બોર્ડ શોર્ટ થઈ ગયું છે પણ કેટલાકને ખબર નથી હોતી કે અંત હી પ્રારંભ હૈ.

'વાયડાઈ ક્યારેય પણ જીતી શકતી નથી'

સતત પોતાના બીજા ડાયરામાં દેવાયત ખવડ એ જણાવ્યું હતું કે, વાયડાઈ ક્યારેય પણ જીતી શકતી નથી. તો સાથે જ પોતાના જેલ સમયની એક વાત કરતા જણાવ્યું હતું કે, સોનબાઈ માની બીજ આવી ત્યારે હું જેલમાં હતો. તે સમય મને ખૂબ ચિંતા થતી હતી કે મારી માની બીજ આવી રહી છે અને હું ત્યાં પહોંચી નહીં શકું. જેના કારણે મેં જેલમાં શક્તિદાન ગઢવી નામના કોન્સ્ટેબલ પાસે સોનબાઈ માનો ફોટો મંગાવ્યો હતો. જેલમાં માનો ફોટો રાખી મેં બે હાથ જોડી શીશ ઝૂંકાવ્યું હતું. તો સાથે જ હાથ જોડી માના ચરણોમાં ગીત પણ બનાવી રજૂ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં 72 દિવસ બાદ જેલમાંથી છૂટ્યા પછી ભાવનગર ખાતે આવેલા કોલંબા ધામ ખાતે યોજાયેલા ડાયરામાં દેવાયત ખવડે કહ્યું હતું કે, ઝૂકેંગા નહીં સાલા. ત્યારે સોનલ ધામ મઢડા ખાતે યોજાયેલા ડાયરામાં પણ દેવાયત ખવડના પહેલા જેવા જ તેવર જોવા મળ્યા હતા.
Published by:Azhar Patangwala
First published:

Tags: Devayat Khavad, Gujarat News, Rajkot News