Home /News /rajkot /Devayat Khavad Case: દેવાયત ખવડ બાદ તેના સાગરીતો પણ પોલીસ સમક્ષ હાજર, પોલીસ એક પણ આરોપીને પકડી ન શકી!

Devayat Khavad Case: દેવાયત ખવડ બાદ તેના સાગરીતો પણ પોલીસ સમક્ષ હાજર, પોલીસ એક પણ આરોપીને પકડી ન શકી!

દેવાયત ખવડ

Devayat Khavad Case: મારામારી કેસમાં શુક્રવારે દેવાયત ખવડ ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થયો હતો. આજે એટલે કે શનિવારે તેના બે સાગરીત પણ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે. આ કેસમાં તમામ આરોપી સામે ચાલીને હાજર થયા છે, પોલીસ એકને પણ પકડી શકી નથી.

વધુ જુઓ ...
રાજકોટ: લોક સાહિત્યકાર દેવાયત ખવડને પોલીસ આજે કોર્ટમાં રિમાન્ડર અર્થે રજૂ કરશે. પોલીસે દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરે તે પૂર્વે જ ઘટનામાં સામેલ અન્ય બે આરોપી સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા હોવાનું સામે આવ્યું છે. જાણવા મળતી વિગતો અનુસાર હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ હાજર થયા છે. બંને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કેસમાં બંનેની ગમે તે ઘડીએ ધરપકડ શકે છે તે પ્રકારની માહિતી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.

ઉલ્લેખનીય છે કે ગુનો નોંધાયા બાદ પણ પોલીસ દેવાયત ખવડને પકડી શકી ન હતી. જે બાદમાં શુક્રવારે દેવાયત ખવડ સામે ચાલીને ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો. ત્યારે ઘટનામાં સામેલ અન્ય બે આરોપીઓ પણ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા છે. એટલે કે પોલીસ એક પણ આરોપીને પકડી શકી નથી.



આ પણ વાંચો: 'સમય આવ્યે જવાબ આપીશ...' પીંજરે પુરાયા પછી પણ 'રાણા'નો વટ!

દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરાશે


આજ રોજ દેવાયત ખવડને કોર્ટમાં દિવસ પાંચના રિમાન્ડની માંગણી અર્થે રજૂ કરવામાં આવશે. ત્યારે કોર્ટ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. કોર્ટમાં બચાવ પક્ષના વકીલ દ્વારા કયા પ્રકારની દલીલ કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.


વર્ષ જૂનો વીડિયો વાયરલ


બીજી તરફ એક વર્ષ પૂર્વે મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન થયું હતું તે બાબતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ સહિતનાઓની મધ્યસ્થી બાદ બંને વચ્ચે સમાધાન થયું હતું. જે તે સમયે સમાધાન થયા બાદ અગ્રણીઓ એવું માની રહ્યા હતા કે બંને પક્ષ વચ્ચે કાયમી શાંતિ સુલેહ ભર્યું વાતાવરણ યથાવત રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગાયક, ગુજરાતી, ગુનો, રાજકોટ

विज्ञापन