Home /News /rajkot /‘રાણો રાણાની રીતે’ ફેઇમ દેવાયત ખવડ ફરી વિવાદમાં, હુમલો કર્યો હોય તેવા CCTV આવ્યા સામે!

‘રાણો રાણાની રીતે’ ફેઇમ દેવાયત ખવડ ફરી વિવાદમાં, હુમલો કર્યો હોય તેવા CCTV આવ્યા સામે!

CCTV સામે આવ્યા!

Devayat Khawad: રાણો રાણાની રીતે ફેમ દેવાયત ખવડ વધુ એક વખત વિવાદમાં સપડાયા છે. રાજકોટ શહેરમાં ફરી એક વખત દેવાયત ખવડ પોતાના કૃત્યના કારણે વિવાદમાં સપડાયા છે. દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિને મારવામાં આવતો હોવાના સીસીટીવી પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

વધુ જુઓ ...
રાજકોટ: રાણો રાણાની રીતે ફેમ દેવાયત ખવડ વધુ એક વખત વિવાદમાં સપડાયા છે. રાજકોટ શહેરમાં ફરી એક વખત દેવાયત ખવડ પોતાના કૃત્યના કારણે વિવાદમાં સપડાયા છે. દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિને મારવામાં આવતો હોવાના સીસીટીવી પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મયુરસિંહ રાણા નામના શખ્સને માર મારવામાં આવતા તેને સારવાર અર્થે પ્રથમ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાથી વધુ સારવાર અર્થે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

હુમલાના CCVT સામે આવ્યા


પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના સર્વેશ્વર ચોક નજીક મયુર સિંહ રાણા પર હુમલો કરવામાં આવ્યો છે. મયુરસિંહ રાણા જ્યારે પોતાની ઓફિસથી પોતાના ઘરે જમવા જઈ રહ્યા હતા ત્યારે સ્વીફ્ટ કારમાંથી બે શખ્શો ઉતર્યા હતા અને તેમના દ્વારા મયુરસિંહને હાથ અને પગના ભાગે ઈજા પહોંચાડવામાં આવી હતી. સ્વીફ્ટમાંથી ઉતરનારા બંને વ્યક્તિઓના હાથમાં બેઝ બોલના ધોકા જેવી વસ્તુથી માર મારવામાં આવી રહ્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં ફલિત થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા આઇપીસીની કઈ કલમ તેમજ ગુજરાત પોલીસ એક્ટની કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ: 26 વર્ષે હત્યા કરનાર આરોપી 73 વર્ષે ઝડપાયો

નામજોગ એક ફરિયાદનો લેટર પણ વાયરલ


ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ આમને સામને આવી ચૂક્યા હતા. પાર્કિંગ બાબતના ડખામાં આમને સામને આવી ચૂક્યા હતા. જોકે જે તે સમયે પોલીસ દ્વારા સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં મયુરસિંહ રાણાના નામજોગ એક ફરિયાદનો લેટર પણ વાયરલ થયો છે.

આ પણ વાંચો: વેપારીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, સોશિયલ મીડિયાના માધ્યમથી લાખોની છેતરપિંડી

અવાર નવાર બન્ને વચ્ચે વારંવાર ઝઘડા થતા


તેમણે જણાવ્યું છે કે, અમો તથા અમારા કૌટુંબીક ભાઈ સાથે તારીખ 23/09|2021 ના રોજ રાત્રે અમારા કૌટુંબીક મામાના ઘરે બેસવા ગયેલા હતો. મામાના ઘરે બેસીને અમો અમારા ઘરે જવા નીકળ્યા ત્યારે અમોને ખબર પડે કે દેવાયત ખવડ અમારા કૌટુંબીક મામાના ઘરની ડેલી સામે ગેરકાયદેસર અવરોધ કરી અમો તથા અમારા મામાને અમારી ગાડી કાઢ વામાં નડતર રૂપ થાય તે રીતે ગાડી પાર્ક કરીને ચાલ્યા ગયેલ. જેથી અમોએ દેવાયત ખવડને આ અંગે જાણ કરી ગાડી હટાવી લેવા જણાવેલ. તો દેવાયત ખવડ ખુબજ નશામાં અમો ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપેલ અને ધાક ધમકી આપી બખેડો ઉભો કરેલ. અને દેવાયત ખવડ પાસે રિવોલ્વોર હોય તે અમોને દેખાડીને એવુ કહેલ કે ''હું દેવાયત ખવડ છું મને ભડાકા કરતા વાર નહી લાગે'', તેવી ધમકી આપેલ હતી.


આ પહેલા પોલીસે મામલો થાળે પાડ્યો હતો


આ મામલે તેમણે વધુમાં કહ્યું કે, ‘તારાથી થાય તે કરી લે ગાડી ત્યાથી નહી હટે. પોલીસ પણ મારી મુઠ્ઠીમાં છે ગમે તે ગુનામાં ફીટ કરાવી દઈશ.’ આવી ધમકી આપી હતી. દેવાયત ખવડનું આવુ વર્તન જોઈ તારીખ 23/09/2021ના રાત્રે કોઈએ પોલીસ બોલાવી હતી અને પોલીસે આવીને મામલો થાળે પાડ્યો. ત્યાર બાદ અમો તથા દેવાયત ખવડ વચ્ચે અમારી જ્ઞાતીના મોભીઓએ સમાધાન કરાવ્યું હતું. પરંતુ દેવાયત ખવડ સમાધાનના થોડા સમય બાદ અમો જયારે અમારા કૌટુંબીક મામાના ઘરે જઈએ ત્યારે અમારી સાથે તોછડાઈ પૂર્વકનું વર્તન કરતા આવેલ છે.

આ પણ વાંચો: માતા માટે સોડા લેવા ગયેલી દીકરી બની રિક્ષા ચાલકની હવસનો શિકાર

જાનથી મારવાની ધમકી પણ આપવામાં આવી હતી


વાયરલ ફરિયાદ પ્રમાણે રિવોલ્વોર બતાવીને જાનથી મારી નાખવાની ધકમી આપતા આવી હતી. કયાક પ્રસંગોપાત જ્ઞાતીના સમારોહમાં અમો બન્ને સામ સામે આવીએ ત્યારે પણ દેવાયત ખવડ અમોને અપમાનીત કરતુ વર્તન કરતા આવેલ છે. આજે એક વર્ષથી વઘુ સમય થયો હવા છતા જયારે પણ અમો અમારા કૌટુંબીક મામાના ઘરે જઈએ ત્યારે અમારી સાથે કઈક ને કઈક બહાનુ ગોતીને ઝગડો કરવાની પેરવીમાં રહે છે. અને જાનથી મારી નાખવાની ધમકી આપતા આવેલ છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: CCTV footage, Devayat Khavad, Rajkot News, Viral videos

विज्ञापन
विज्ञापन