Home /News /rajkot /Rajkot: રિયલ ફ્લાવર અને ક્રિસ્ટલ વર્કની ડિમાન્ડ વધી, મંડપવાળાનું શું કહેવું છે જાણો

Rajkot: રિયલ ફ્લાવર અને ક્રિસ્ટલ વર્કની ડિમાન્ડ વધી, મંડપવાળાનું શું કહેવું છે જાણો

X
આ

આ વખતે મોટા પ્રમાણમાં રિયલ ફ્લાવરની ડિમાન્ડ જોવા મળી છે.

આ વખતે રિયલ ફ્લાવરના ડેકોરેશનની ડિમાન્ડ વધી ગઈ છે.આ વખતે ફાઈબર અને ક્રિસ્ટલ વર્કની ડિમાન્ડ વધારે છે.જેવી જરીતે સત્તાની ખેંચતાણ છે એવી જ રીતે મંડપની પણ ખેંચતાણ છે.

    Mustufa Lakdawala, Rajkot : એક તરફ ચૂંટણીનો ધમધમાટ અને બીજી તરફ લગ્નની સિઝન પુર બહારમાં ખીલી છે. એવામાં મંડપ સર્વિસવાળાઓની ડિમાન્ડ વધી ગઈ છે. કારણ કે ચૂંટણીમાં પણ અલગ અલગ પક્ષના લોકો દ્વારા મંડપ બંધાવામાંઆવે છે અને લગ્નમાં પણ મંડપ બાંધવામાં આવે છે.એટલે અત્યારે મંડપ સર્વિસવાળા લોકોની ડિમાન્ડ પૂર બહારમાં ખિલિ ગઈ છે.


    મંડપ સર્વિસના વેપારી સુરેશભાઈ એ જણાવ્યું કે અત્યારે સ્થિતિ ખુબ જ ખરાબ છે. સંબંધોમાં ચૂંટણીઓના કામ પણ ફરજીયાત કરવા પડે છે અને લગ્નના કામ પણ એટલા જ રાખવા પડે છે.ચૂંટણી એન્ડ ટાઈમે જાહેર થઈ અને લગ્નના બુકિંગ તો 2-3 મહિનાપહેલા થઈ ગયા હતા.એટલે એ પણ કરવા પડે ચૂંટણીના કામ પણ કરવા પડે.



    કોરોના પછીનો આ સિઝન એવી આવી છે કે જેમાં ફુલ ફોર્સમાં સિઝન ખુલી છે.અને માથે ચૂંટણી છે.આટલા બધા બુકિંગોછે.કારણ કે બધાના 4-4 મહિના પહેલાના બુકિંગ છે. એટલે ઘણુ અઘરૂ પડી ગયું છે.અત્યારે નવા માલની પણ ખરીદી કરવી પડી રહી છે.



    આ વખતે રિયલ ફ્લાવરના ડેકોરેશનની ડિમાન્ડ વધી ગઈ છે.આ વખતે ફાઈબર અને ક્રિસ્ટલ વર્કની ડિમાન્ડ વધારે છે.જેવી જરીતે સત્તાની ખેંચતાણ છે એવી જ રીતે મંડપની પણ ખેંચતાણ છે. કારણ કે એક તરફ લગ્નનું કામ અને બીજી તરફ ચૂંટણીનું કામચાલી રહ્યું છે.



    અત્યારે મંડપ સર્વિસમાં અત્યારે અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બધા કમિટેડ કામ જ છે. અમારી પાસે વધારે કામ આવે છેતો અત્યારે અમે ના પાડીએ છીએ. કારણ કે અમે ક્વોલીટી વાળુ કામ કરીએ છીએ.
    First published:

    Tags: Local 18, રાજકોટ

    विज्ञापन
    विज्ञापन