Home /News /rajkot /જીવલેણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે આરોપીઓને રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
જીવલેણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે આરોપીઓને રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચ
Banned Chinese Led: તાજેતરમાં જ રાજકોટ શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 15 જેટલી ચાઈનીઝ દોરીની રીલ સાથે બે આરોપીઓની અટકાયત કરી હતી. ત્યારે રાજકોટ શહેરના ડીસીપી સજ્જન સિંહ પરમારની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકી સાથે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
રાજકોડ: તાજેતરમાં જ રાજકોટ શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 15 જેટલી ચાઈનીઝ દોરીની રીલ સાથે બે આરોપીઓની અટકાયત કરી હતી. ત્યારે રાજકોટ શહેરના ડીસીપી સજ્જન સિંહ પરમારની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકી સાથે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓની 55 જેટલી ફીરકી કબજે કરવામાં આવી છે. નોંધનીય છે કે, ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે.
ચાઈનીઝ દોરીઓના વેચાણ પર પ્રતિબંધ
ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ડીસીપી ઝોન 1 સજ્જન સિંહ પરમારે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ‘આગામી દિવસોમાં ઉતરાયણનો તહેવાર નજીક છે. ત્યારે મકરસંક્રાંતિ પર પતંગ ઉડાડવા માટે ચાઈનીઝ દોરીનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. ચાઈનીઝ દોરી પ્લાસ્ટિક મટીરીયલ દ્વારા બનાવવામાં આવતી હોય છે. ત્યારે આ પ્રકારની દોરીથી મોટા પ્રમાણમાં પક્ષીઓ તેમજ માનવોને પણ ગંભીર ઈજા પહોંચતી હોય છે. ત્યારે આ પ્રકારની ચાઈનીઝ દોરીઓનું વેચાણ રોકવા માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના પીએસઆઇ બી. વી. બોરીસાગર અને તેમની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, સતીશ ગોરાસવા અને પરેશભાઈ ઠક્કર નામના વ્યક્તિઓ દૂધસાગર રોડ પર આવેલા જીઇબી સ્ટેશનથી આગળ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના જથ્થા સાથે ઊભા છે. ત્યારે બાતમીના આધારે ચોક્કસ જગ્યાએ રેડ મારવામાં આવતા બંને વ્યક્તિઓ મોનો સ્કાય લખેલી 55 જેટલી ચાઈનીઝ દોરીના ફિરકીઓ સાથે ઝડપાયા હતા.
નોંધનીય છે કે, પોલીસે હાલ બંને આરોપીઓની અટકાયત કરી છે. તેમજ રૂપિયા 13,750 નો મુદ્દા માલ કબજે કર્યો છે. આ સાથે જ રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે, ચાઈનીઝ દોરીનું કોઈપણ જગ્યાએ વેચાણ થતું હોય તો તાત્કાલિક અસરથી પોલીસને તેની જાણ કરવામાં આવે. રાજકોટ પોલીસને આની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. ઉત્તરાયણના દિવસો નજીક આવી રહ્યા છે. અને લોકો પ્રતિબંધિત ચાઈનઝ દોરી પણ વેચી રહ્યા છે. જેથી આવા લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે.