Home /News /rajkot /Rajkot: કોમી એકતાનું પ્રતિક છે આ દરગાહ, ચાર પેઢીથી હિન્દુ પરિવાર કરે છે ખીદમત

Rajkot: કોમી એકતાનું પ્રતિક છે આ દરગાહ, ચાર પેઢીથી હિન્દુ પરિવાર કરે છે ખીદમત

X
હઝરત

હઝરત દાવલશાહ પીરની દરગાહ

રાજકોટમાં બેડીનાકા પાસે ખડકીનાકા ચોક નજીક રેન બસેરાની સામે હઝરત દાવલશાહ પીરની (Hazrat Davalshah Pir Dargah) દરગાહ આવેલી છે. આ જગ્યાની દેખભાળ એક હિન્દુ પરિવાર છેલ્લા 100 વર્ષથી રાખી રહ્યો છે.

  Mustufa Lakdawala, Rajkot : હાલ દેશમાંહિન્દુ-મુસ્લિમને(Hindu-Muslim) લઇને ઠેર ઠેર હિંસાઅને કોમી એકતાનેતોડવા ટીખળો દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે. દેશનું વાતાવરણ તંગ છે ત્યારે કોમી એકતાના દર્શનકરવા હોય તો આવો રાજકોટ. રાજકોટમાં બેડીનાકા પાસે ખડકીનાકા ચોક નજીક રેન બસેરાની સામે હઝરત દાવલશાહ પીરની(Hazrat Davalshah Pir Dargah) દરગાહઆવેલી છે. આ જગ્યાની દેખભાળ એક હિન્દુ પરિવાર છેલ્લા 100 વર્ષથી રાખી રહ્યો છે. આજે આ સુરાણી પરિવારની ચોથી પેઢી પણ આ જગ્યામાં સેવા આપે છે. સુરાણી પરિવારના મોભી હરેશભાઈના ઘરની બાજુમાં જ હઝરત દાવલશાહ પીરનો છિલ્લો આવેલો છે. જે અંદાજે 100 વર્ષથી વધુ પ્રાચીન(Ancient) છે. આ પહેલો એવો હિન્દુ પરિવાર(Hindu family) છે કે જે મુસ્લિમ પીરના છિલ્લાની સવારથી રાત સુધી સાર સંભાળ કરે છે.

  સવારે 6 વાગ્યે ઉઠીને પરિવાર સેવામાં લાગી જાય છે

  હરેશભાઇ સુરાણીએ જણાવ્યું હતું કે, અમે મુસ્લિમ ભાઈઓ સાથે હળીમળીને દરગાહમાં સેવા આપીએ છીએ. અમારી ચોથી પેઢી સેવા આપે છે. રોજ સવારે 6 વાગ્યે દરગાહની સાફ-સફાઈ કરવાની, પોતા કરવાના અને નાની મોટી કામગીરી કરીએ છીએ. એક વાગ્યે દરગાહ બંધ કરી બપોર પછી સાડા ત્રણ વાગ્યે પાછા ખોલીએ છીએ. રાતના 11 વાગ્યા સુધી દરગાહ ખુલી હોય છે. ગુરુવારે મોડા સુધી ખુલી રાખીએ છીએ. દરગાહ પણ અમે વહેલી સવારે ચાદર પણ ચડાવીએ છીએ. આ હિન્દુ-મુસ્લિમ સમાજનું એકતાનું પ્રતિક છે. લોકોને અપીલ કરુ છું કે, હિન્દુ-મુસ્લિમ સમાજે એક થઇને રહેવું જોઇએ.

  દાવલશાહ પીરને બટેટાવાળા ભાત ચડે છે

  હરેશભાઇ સુરાણીએવધુમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા 33 વર્ષથી દરગાહમાં સેવા આપી રહ્યો છું. પહેલા જવલ્લે જ કોઇક આવતું હતું. પરંતુ દરગાહ મોટી બનાવ્યા પછી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આવવા લાગ્યા છે. ઓછામાં ઓછી 40 મણની ડેગ થાય છે. બાદમાં બધા ન્યાઝ ચાખી હળીભળીને કલાકમાં પૂરુ થઈ જાય. બાદમાં સાફ સફાઇ કરી એક દોઢ વાગ્યામાં તાળા મારી દઇએ છીએ અમે. પહેલેથી જ દાવલશાહ પીરને બટેટાવાળા જ ભાત ચડે છે. પહેલા અમે દાળ-લાપસી કરતા પણ બાપુની બેઠક કરીને રજા લીધી કે દાળ-લાપસીમાં બહુ બગાડ થાય છે. આથી બાપુએ કહ્યું કે બપોરે તમે દાળ-લાપસીનો મલીંદો કરો અને રાતે તમે અકની કરો. અમારા પરિવારને દાવલશાહ પીર પર ખૂબ જ શ્રદ્ધા છે. અમે કામની શરૂઆત કરીએ એટલે પીરને દુઆ કરીએ અને અમારા કામ પણ થઈ જાય છે.

  મારા પપ્પાના દાદીને દાવલશાહ પીરે પરચો આપ્યો હતો

  વધુમાં જણાવ્યું હતું કે, કેટલાય લોકો અહીં દુઆ લેવા આવે છે તેના પણ કામ થઈ જાય છે. અહીં અમે 100 વર્ષથી રહીએ છીએ. મારા બાપુ છે તેના દાદીને દાવલશાહ પીરે પરચો દીધો હતો. ફેસ ટુ ફેસ વાત કરી હતી. મારા દાદી સુયાણીનું કામ કરતા હતા અને જેના ઘરે ડિલિવરી થાય ત્યાંથી એક નાળિયેર લેવાનું. પૂજા મારા મોટા બા દૂધીબેન કરતા હતા. એમાંથી પેઢી દર પેઢી આ સેવા કામ ચાલ્યું આવે છે. અમે જ્યારે આવ્યા ત્યારે લાઇટ નથી. કોઈ દિવસ અહીં મગજમારી થઈ નથી.

  અહીં ક્યારેય નોનવેજ બનતું નથી

  જાવેદભાઈ કુરેશીએ જણાવ્યું હતું કે, અહીં દાવલશાહ પીરનો છિલ્લો લગભગ રાજાશાહી વખતથી છે. આનું બધુ સંચાલન સુરાણી પરિવાર કોઇ પણ જાતની જ્ઞાતિ-જાતિ જોયા વગર કરે છે. તેમની ચોથી પેઢી હાલ સેવા કરે છે. આથી મને પણ બહુ જ ગર્વ છે. દર ગુરૂવારે અહીં ન્યાઝ કરવામાં આવે છે, દરેક ઉર્ષમાં પણ ન્યાઝ કરવામાં આવે છે. હિન્દુ-મુસ્લિમ બધા ભેગા રહે છે. અહીં હિન્દુ પરિવારો વધુ છે અને અમને તેનો સાથ મળે છે. સુરાણી પરિવાર રોદ બપોરે અને સાંજે પીરને લોબાન અને અગરબત્તી કરે છે. આ દરગાહનું મહત્ત્વ એટલું છે કે જેટલું ન્યાઝ બનાવ્યું હોય તેમાં કોઈ દિવસ ખૂટો આવ્યો નથી. મહત્ત્વની વાત એ છે કે, અહીં ક્યારેય નોનવેજ બનતું નથી.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Eid, Gujarat News, Rajkot News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन