Home /News /rajkot /Rain In Gujarat: માવઠા એ તો માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા ખોરવી નાખી, રાજકોટ યાર્ડમાં ટોકન સિસ્ટમ લાગુ!

Rain In Gujarat: માવઠા એ તો માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા ખોરવી નાખી, રાજકોટ યાર્ડમાં ટોકન સિસ્ટમ લાગુ!

માવઠાને લીધે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા ખોરવાઇ!

સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ, રાજકોટ યાર્ડમાં ટોકન આધારે જણસીની આવક શરૂ કરવામાં આવી છે.

    Mustufa Lakdawala,Rajkot : સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.કેટલીક જગ્યાએ છાંટા પણ પડ્યા હતા.હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી ચુક્યો છે અને હજુ એની અસર ચાલુ છે.

    સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના વિસ્તારોમાં ખેતરોમાં ઉભા પાકને અને તૈયાર માલને ઘણું નુકશાન થયું છે. માવઠાને કારણે ત્રણ દિવસ અગાઉ પણ જ્યારે કમોસમી વરસાદ પડ્યો હતો.ત્યારે સૌરાષ્ટ્ર ઉપર વધુ અસર થઈ હતી. ખેડૂતો પાસે જ્યારે પોતાની જણસીઓ તૈયાર છે અને ત્યાં માથે આ કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે.



    આગામી કપરી પરીસ્થિતિમાં માર્કેટયાર્ડની ભૂમિકા ખુબ મહત્વની બની જાય છે. ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા કમોસમી વરસાદની પરિસ્થિતિમાં સંપૂર્ણ આવક બંધ કરવાના બદલે જરૂરિયાત મુજબ ખેડૂતોનો માલ મંગાવી હરાજીનું કામકાજ ચાલુ રાખવામાં આવ્યું છે.

    રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા જે જણસીઓની સીઝન ચાલે છે તેવી જણસીઓ જેવી કે ઘઉં, ચણા, ધાણા અને મરચાંની આવક રાજકોટ માર્કેટ યાર્ડની એપ્લીકેશન મારફત રજીસ્ટ્રેશન કરનાર ખેડૂતોને ક્રમ વાર ટોકન ફાળવી તેવા ખેડૂતોની આવક મંગાવી હરરાજીનું કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું.

    આ તમામ કામગીરીનું સંચાલન રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા અને તમામ ડિરેક્ટરઓની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.આ તમામ કામગીરીમાં માર્કેટયાર્ડના કર્મચારીઓ, વેપારીઓ કમીશન એજન્ટોના સહયોગને લીધે શક્ય બન્યું છે.
    First published:

    Tags: Local 18, ખેડૂત, રાજકોટ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો