Home /News /rajkot /રાજકોટ: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, લંપટ શિક્ષકનો શાળાના CCTV એ ભાંડો ફોડ્યો
રાજકોટ: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, લંપટ શિક્ષકનો શાળાના CCTV એ ભાંડો ફોડ્યો
સ્કૂલના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં લંપટ શિક્ષક સાગર વાઢેરની કરતૂત કેદ થયેલી જણાઈ આવી હતી.
દીકરીએ કરેલ આક્ષેપ અંગે તથ્ય જાણવા સ્કૂલના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં લંપટ શિક્ષક સાગર વાઢેરની કરતૂત કેદ થયેલી જણાઈ આવી હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં આવેલી ડી.કે. એજ્યુવિલે નામની સ્કૂલના શિક્ષકે સ્કૂલમાં અભ્યાસ કરનારી 11 વર્ષની બાળકી સાથે બળજબરીપૂર્વક અડપલા તેમજ ધાકધમકી આપ્યાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે બી.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડી.કે.સ્કૂલના લંપટ શિક્ષક વિરુદ્ધ IPC ની કલમ 354, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સેટેલાઈટ ચોકમાં ડી.કે. એજ્યુવીલે નામની સ્કૂલમાં ધોરણ સાતમા અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીઓ સ્કૂલેથી છુંટીને પોતાના ઘરે ગઈ હતી. પોતાના ઘરે તે રડતી-રડતી પહોંચી હતી. ઘરે રડતી આવેલી દીકરીને તેના પરિવારજનોને પૂછતા દીકરીએ પોતાની સાથે ઘટિત થયેલ ઘટના અંગે જણાવ્યું હતું.
દીકરીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં રહેલા સાગર વાઢેર નામના સરે તેની સાથે ખરાબ હરકત કરી છે. તેમજ અગાઉ પણ ચારેક વખત તેની સાથે ખરાબ હરકત કરી ચૂક્યા છે. સાગર સર મને રૂમમાં લઈ જઈ બળજબરીપૂર્વક ખરાબ હરકત કરવા લાગ્યા હતા. તેમજ કહ્યું હતું કે, તું કોઈને જાણ કરીશ તો હું તને જાનથી મારી નાખીશ.
સમગ્ર મામલે વિદ્યાર્થિનીના પરિવારજનોએ સ્કૂલ પહોંચી આચાર્ય સહિતનાઓને જાણ કરતાં તેઓ પણ ચોંકી ગયા હતા. તેમજ દીકરીએ કરેલ આક્ષેપ અંગે તથ્ય જાણવા સ્કૂલના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં લંપટ શિક્ષક સાગર વાઢેરની કરતૂત કેદ થયેલી જણાઈ આવી હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સ્કૂલ પર જ રહેલા શિક્ષક સાગર વાઢેરને પોલીસે ઝડપી પાડી પોલીસ સ્ટેશન જઈ કાયદાનું ભાન કરાવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.