Home /News /rajkot /

Rajkot Theft: રાજકોટમાં પટોળાની દુકાનમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો; પોલીસે આ રીતે આરોપીને ઝડપી પાડ્યા

Rajkot Theft: રાજકોટમાં પટોળાની દુકાનમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો; પોલીસે આ રીતે આરોપીને ઝડપી પાડ્યા

પોલીસે ચાર લોકોની કરી ધરપકડ

Rajkot theft case: રાજકોટ શહેરની પોલીસ કમિશનરની કચેરીથી માત્ર 750 મીટર દૂર સર્વેશ્વર ચોકમાં આવેલી વી.જે. સન્સ નામની દુકાનમાં લાખો રૂપિયાની કિંમતના પટોળા સહિતની ચીજવસ્તુઓની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.

રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પટોળાના વ્યવસાય સાથે સંકળાયેલા બે ધંધાર્થીઓના માથે દેવું થઈ જતાં અન્ય પટોળાના ધંધાર્થીઓને ત્યાં ચોરી (Theft case) કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ (Rajkot crime branch)ની ટીમે ગણતરીની જ કલાકોમાં પાંચ આરોપીઓ પૈકી ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. આ કેસમાં એક આરોપી હાલ ફરાર છે. બનાવ પોલીસ કમિશનર કચેરીથી 750 મીટર દૂરના અંતરે જ બન્યો હતો.

રાજકોટ શહેરની પોલીસ કમિશનરની કચેરીથી માત્ર 750 મીટર દૂર સર્વેશ્વર ચોકમાં આવેલી વી.જે. સન્સ (V.J. Sons) નામની દુકાનમાં લાખો રૂપિયાની કિંમતના પટોળા સહિતની ચીજવસ્તુઓની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ગત 21મી જૂનના રોજ વહેલી સવારે સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં આરોપીઓએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરીની ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ તરફથી આસપાસના સીસીટીવી ફૂટેજ (CCTV footage) પણ ચેક કરવામાં આવ્યા હતા. તો સાથે જ ડૉગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી હતી.

આ પણ વાંચો: ગાંધીનગર: મહિલાએ દીકરી સાથે મળીને કરી પતિની હત્યા

જે દુકાનમાં ચોરી થઈ હતી તે દુકાનમાં પટોળા સહિતનો લાખો રૂપિયાનો માલ ચોરીની ઘટનાના બે દિવસ પૂર્વે જ આવ્યો હતો. જેથી પોલીસને પણ શંકા ગઈ હતી કે ચોરી કરનાર કોઈક જાણ ભેદુ જ હોઈ શકે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી પાંચ આરોપીઓ પૈકી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓ શિકલીગર ગેંગના સભ્યો હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ બે આરોપીઓ પટોળાના ધંધાર્થીઓ હોવાનું સામે આવ્યું છે.


આરોપીઓના નામ:


1. મુખ્ય આરોપી - હરિભાઈ પાલજીભાઈ ગોહિલ
2. ટીપ આપનાર - મનિષભાઈ જીતિયા
3. ચોરીની ઘટના ને અંજામ આપનાર - સુજાન શીંગ ટાંક
4. ચોરીની ઘટનાને અંજામ આપનાર - સાહેબ શીંગ ટાંક
5. ફરાર રહેલો આરોપી - સતનામ શીંગ જુણી

પોલીસની પૂછપરછમાં મુખ્ય આરોપી હરી તેમજ ચોરીની ઘટના બાબતે ટીપ આપનાર મનીષની પૂછપરછમાં બંને પટોળાના ધંધા સાથે સંકળાયેલા હોવાનું જણાવ્યું છે. તેમજ બંનેને પટોળાના ધંધામાં કરજ થઈ ગયાનું જાણવા મળ્યું છે. આથી દેવામાંથી મુક્તિ મેળવવા માટે ચોરીનું કાવતરું ઘડ્યું હોવાનું કબૂલ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, ચોરી, પોલીસ, રાજકોટ

આગામી સમાચાર