Home /News /rajkot /રિવાબા: દિલ્હીમાં એન્જિનિયરિંગ, બિઝનેસ વુમન, હવે રાજકારણમાં ઝંપલાવ્યું

રિવાબા: દિલ્હીમાં એન્જિનિયરિંગ, બિઝનેસ વુમન, હવે રાજકારણમાં ઝંપલાવ્યું

રિવાબાની રાજકકીય સફરની શરૂઆત

અત્યાર સુધી જામનગરની બેઠક પરથી રિવાબા ચૂંટણી લડવાના છે. તેઓ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષમાં જોડાયાં હતાં. અને ત્યારથી પક્ષ માટે કામગીરી કરી રહ્યાં છે.

  Mustufa Lakdawala,Rajkot : ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્યારે દરેક પક્ષ પોતાના ઉમેદવારોના લિસ્ટ બહાર પાડી રહ્યાં છે. જેથી રાજકિય માહોલ ગરમાય ગયો છે.ચારે તરફ ચૂંટણીને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.એવામાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાભા ભાજપ જામનગરથી ચૂંટણી લડશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું.અને હવે આ વાત સાચી પડી છે.કારણ કે ભાજપે રિવાબાને જામનગર બેઠક પરથી ચૂંટણી લડશે.એક તરફ રિવાબા જાડેજા ભાજપમાં પોતાની કારકેદી બનાવી રહ્યાં છે.તો બીજી તરફ તેમના નણંદ એટલે કે રવિન્દ્ર જાડેજાના બહેન કોંગ્રેસમાં કામ કરી રહ્યાં છે.એટલે કે ઘરમાં ભાજપ V/S કોંગ્રેસ છે.

  હવે આપણે રિવાબાના કરિયર ઉપર નજર કરીએ તો કરણી સેનામાં રહ્યા પછી રિવાબા ભાજપમાં જોડાયા હતાં.અહિંયાથી તેને પોતાની રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. રિવાબા આજથી 3 વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા.ત્યારે હવે જામનગરની બેઠક પરથી રિવાબા ચૂંટણી લડશે.વર્ષ 2008ના સીમાંકન બાદ જામનગર ઉત્તર બેઠક અસ્તિત્વમાં આવી હતી.

  અત્યાર સુધી જામનગરની બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તેના પર બધાની નજર હતી.પણ હવે ભાજપે તેના મુરતિયાને જાહેર કરી દીધા છે.. આ બેઠક પરથી રિવાબા ચૂંટણી લડવાના છે. તેઓ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષમાં જોડાયાં હતાં. અને ત્યારથી પક્ષ માટે કામગીરી કરી રહ્યાં છે.  કોણ છે રિવાબા?

  રિવાબા મૂળ રાજકોટના રહેવાસી છે.રીવાબા પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એક માત્ર સંતાન છે.તેના પિતા એક બિઝનેસમેન છે.રીવાબાના માતા પ્રફૂલ્લાબા રાજકોટ રેલવેમાં ફરજ બજાવી રહ્યા છે. રિવાબાના લગ્ન 2016માં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે રાજકોટમાં થયાં હતાં.લગ્નના થોડા સમય બાદ તેઓ રાજકારણ સાથે જોડાયા હતા. રિવાબાએ ભાજપમાં જોડાઈને તેની રાજકીય કરિયરની શરૂઆથ કરી હતી.

  શું ભણ્યા છે રિવાબા?

  રિવાબાએ દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.તેને આ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સામાજિક કાર્યોમાં સક્રિય થયા હતાં.ગુજરાતી સહિત અંગ્રેજી પર તેનું સારું એવું પ્રભુત્વ છે. પોતાની કેરિયરને સિવિલ સર્વિસમાં બનાવવા માંગતા હતા. એટલે એન્જિનિયરિંગ બાદ દિલ્હીમાં જ યુપીએસસીની તૈયારી કરતા હતા.

  સેવાકીય પ્રવૃત્તિ માટે ખૂબ જ પ્રખ્યાત છે રિવાબા

  દર વર્ષે તેઓ પરિવારના કોઈ પણ સભ્યોનો જન્મદિવસ હોય ત્યારે પણ તેઓ ઉજવણી કરવાની જગ્યાએ સેવાકીય કાર્યો થકી જરૂરિયાતમંદોને મદદ કરવાનું પસંદ કરે છે. રિવાબા જાડેજા પોતાની સેવાકીય પ્રવૃત્તિ માટે ખૂબ જ પ્રખ્યાત છે.

  રિવાબા એક દિકરીના માતા છે..

  રીવાબાને જાડેજાને સંતાનમાં એક પુત્રી છે, જેનું નામ નિધ્યાનાબા છે. નિધ્યાનાબાનો જન્મ 7 જૂને થયો હતો.  રિવાબા કરણી સેનાના નેતા રહી ચૂક્યા છે.

  રિવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચૂક્યાં છે. તેઓ ભાજપના કાર્યક્રમોમાં મંચ ઉપર નજર આવી ચૂક્યાં છે. રિવાબા તેના મોટા ભાગનો સમય રાજકોટ અને જામનગરમાં વિતાવે છે.રાજકોટમાં તેનુ પિયર છે અને સાથે જ તેની એક રેસ્ટોરન્ટ પણ છે.જ્યારે જામનગરમાં રિવાબાનું ઘર છે.જેથી ભાજપ માટે રિવાબા એક સારા ચહેરા તરીકે ઉભરી આવે છે.

  અઢી વર્ષથી અલગ અલગ ગામો ફરી રહ્યાં છે રિવાબા

  રિવાબા છેલ્લાં અઢી વર્ષથી અલગ અલગ ગામો ફરી રહ્યાં છે.જેનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સરકારની કોઈપણ યોજનાના લાભોથી માહિતગાર કરવાનો છે. જેમાં મહિલાઓની યોજનાઓ કે જેના વિશે તેમને ખબર ન હોય તે વિશે સમજાવવામાં આવે છે. સાથે જ ગામના સરપંચ અને આંગણવાડીની બહેનો હાજર હોય ત્યારે યોજનાનો લાભ મહિલાઓને વધુમાં વધુ મળી રહે એની ચર્ચા કરવામાં આવે છે.

  રિવાબાના નણંદ પણ છે રાજકારણમાં

  રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નયના પણ રાજકારણમાં છે.રિવાબાના નણંદ નયનાબા અત્યારે જામનગરમાં મહિલા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યાં છે.રવિન્દ્ર જાડેજા માત્ર 17 વર્ષના હતા ત્યારે માતા લતાબા અકસ્માતમાં ગુજરી ગયા હતા. જે બાદ નયનાબાએ સમગ્ર જવાબદારી ઉઠાવી હતી.  નણંદ-ભાભી વચ્ચે ચાલ્યા કરે છે તુતુ મેંમેં.

  ઉલ્લેખનીય છે કે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની-ભાજપનાં નેતા રિવાબા જાડેજા તથા તેમનાં નણંદ-જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ નયનબા જાડેજા વચ્ચે કોરોના મુદ્દે શાબ્દિક યુદ્ધ છેડાતુ રહે છે.

  ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે

  ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો 8મી ડિસેમ્બરે આવશે. આ પહેલા ગુજરાતમાં તમામ પાર્ટીઓ સક્રિય મોડમાં કામ કરી રહી છે અને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Gujarat Elections, ભાજપ, રવિન્દ્ર જાડેજા, રાજકોટ, રિવાબા જાડેજા

  विज्ञापन
  विज्ञापन