Home /News /rajkot /

Rajkot: લમ્પીના કહેરથી ગાયોને બચાવવા રવિન્દ્ર જાડેજાએ તેમના ગુરુએ બનાવેલી આ દવાનો ઉપયોગ કરવાની કરી અપીલ

Rajkot: લમ્પીના કહેરથી ગાયોને બચાવવા રવિન્દ્ર જાડેજાએ તેમના ગુરુએ બનાવેલી આ દવાનો ઉપયોગ કરવાની કરી અપીલ

ગાયત્રી

ગાયત્રી આશ્રમ ગધેથડના મહંત લાલબાપુએ આ પ્રાકૃતિક ઉપચાર સૂચવ્યા

લાલબાપુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના (Cricketer Ravindra Jadeja) ગુરુ છે. આથી રવિન્દ્ર જાડેજાએ ગુરૂએ બનાવેલી દવાનો લોકો ગાય માટે ઉપયોગ કરે તેવી અપીલ વિડીયોના માધ્યમથી કરી છે

    Mustufa Lakdawala, Rajkot: હાલ સમગ્ર ગુજરાત (Gujarat) રાજ્યમાં લમ્પી વાઇરસે ગાયો અને ગૌવંશોમાં અજગર ભરડો લીધો છે. ત્યારે ઉપલેટાના (Upleta) ગધેથડ ગામમાં આવેલા ગાયત્રી આશ્રમના (Gayatri Ashram, Gadhethad) ઉપાસક અને મહંત લાલબાપુએ (Mahant Lalbapu) એક આયુર્વેદીક દવા (Ayurvedic medicine) બનાવી છે. લાલબાપુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના (Cricketer Ravindra Jadeja) ગુરુ છે. આથી રવિન્દ્ર જાડેજાએ ગુરૂએ બનાવેલી દવાનો લોકો ગાય માટે ઉપયોગ કરે તેવી અપીલ વિડીયોના માધ્યમથી કરી છે.

    વિડીયોમાં જાડેજાએ શું કહ્યું

    ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું છે કે, નમસ્કાર, જય માતાજી... હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં લમ્પી વાઇરસ ફેલાઈ રહ્યો છે. જેનાથી અનેક ગાયમાં મોત નીપજ્યા છે. જેને ધ્યાનમાં રાખીને ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત અને આપણા ગુરુદેવ લાલ બાપુએ એક સારી આયુર્વેદિક દવા બનાવી છે. મારી અપીલ છે કે તમે બધા આ દવાનો ઉપયોગ કરો અને ઘણી ગાયોના જીવ બચાવો. આ દવાથી ઘણી બધી ગાય સાજી થઈ છે. તો ચાલો આપણે એક ધરમનું અને સેવાનું કામ કરીએ અને આપણી ગાયમાતાને બચાવીએ આ દવાનો ઉપયોગ કરીને.

    જુઓ વિડિઓ: કચ્છમાં લમ્પીથી બચાવવા ગાયોને અપાય છે ઔષધીય લાડવા; જાણો આ લાડવાની રીત

    લાલબાપુએ આયુર્વેદિક ઉપચાર આપ્યો

    વર્તમાન સમયમાં પશુઓમાં હાલ જે રીતે લમ્પી વાયરસ ફેલાયો છે ત્યારે આ વાયરસને કારણે અનેક પશુઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ રોગ સામે પશુઓને રક્ષણ આપવા તેમજ આ રોગની સામે પશુઓને કઈ રીતે સારવાર આપવી તે માટે રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ-2 ડેમ પાસે આવેલ ગાયત્રી આશ્રમ ગધેથડના સંતશ્રી લાલ બાપુએ પ્રાકૃતિક ઉપચાર આપ્યા છે.

    કેવી રીતે ઉપયોગ કરવો તેની માહિતી આપી

    આ પ્રાકૃતિક ઉપચારનો ઉપયોગ કરવાથી વર્તમાન સમયમાં ઘણા પશુઓમાં ફાયદો પણ જોવા મળ્યો છે તેવું પણ સંતશ્રી લાલ બાપુએ જણાવ્યું છે અને સાથે તેમના દ્વારા પશુઓની સાર સંભાળ કઈ રીતે કરવી તેમની પણ ખાસ માહિતીઓ આપવામાં આવી છે.

    પશુઓને રસ્તા પર ના છોડવા

    આ સાથે તેમના દ્વારા પશુઓ રાખતા લોકો માટે પણ ખાસ સંદેશો આપ્યો છે કે જે લોકો પોતાના પશુઓ રાખે છે. તેઓએ પણ આ વાયરસથી બચાવવા માટે પાળતા પશુઓને જ્યાં ત્યાં રસ્તાઓ પણ ખુલ્લા ના મુકવા જોઈએ કે જેનાથી આ વાયરસનો ભોગ તેમનું પશુ પણ બને તેવું પણ જણાવ્યું છે.

    આ પણ વાંચો:   World Lion Day: આ દિવસની ઉજવણીની શરૂઆત કોણે અને ક્યારથી કરી? ભુષણ પંડ્યા જણાવે છે સિંહ દિવસની ગાથા

    જાડેજાના ગુરૂએ આ ઉપચાર બતાવ્યો

    20 ગાય માટે એક કિલો હળદર એક કિલો ઘી 500 ગ્રામ સાકરનો ભૂકો 500 ગ્રામ કાળી મરીનો પાવડર આ મિક્સ કરી લાડુ બનાવી સવાર સાંજ ત્રણ દિવસ આપવાના અને વધારે તકલીફ હોય તો પાંચ દિવસ આપવાના ગૌ માતાના શરીર ઉપર ફટકડી અને કપુરવાળુ પાણી છાંટવામાં આવે તો આ રોગમાં ગૌમાતાને ઘણી રાહત થશે અને રોગમુકત થશે. આ ઉપચાર દિવસમાં બે વખત કરવા ત્રણ દિવસ માટે કરવાથી ગૌ માતા સ્વસ્થ થઈ જશે. આ પ્રાકૃતિક ઉપચારનો ઉપયોગ કરવાથી વર્તમાન સમયમાં ઘણા પશુઓમાં ફાયદો પણ જોવા મળ્યો છે તેવું પણ લાલ બાપુએ જણાવ્યું છે અને સાથે તેમના દ્વારા પશુઓની સાર સંભાળ કઈ રીતે કરવી તેમની પણ ખાસ માહિતીઓ આપવામાં આવી છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Ayurvedic Medicine, Cattle, Cow, Indian cricketer, Lampi Virus, Ravindra Jadeja Axar Patel, Upleta, Virus

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन