Maniben Thummar of Gondal: ગોંડલમાં આજે અંતિમયાત્રામાં એવા દ્રશ્ય સર્જાયા કે જેને જોઈને સૌ કોઈ આચાર્યચકી થઈ ગયા હતા. મણીબેન ઠુંમર નામના 106 વર્ષીય વૃદ્ધિ થયું હતું ત્યારે પરિવારજનોએ રોકડ કરવાના બદલે કે સોક વ્યક્ત કરવા ના બદલે વાંજતે ગાજતે મણીબેનની અંતિમયાત્રા કાઢી હતી.
રાજકોટ: ગોંડલમાં આજે અંતિમયાત્રામાં એવા દ્રશ્ય સર્જાયા કે જેને જોઈને સૌ કોઈ આચાર્યચકી થઈ ગયા હતા. મણીબેન ઠુંમર નામના 106 વર્ષીય વૃદ્ધિ થયું હતું ત્યારે પરિવારજનોએ રોકડ કરવાના બદલે કે સોક વ્યક્ત કરવા ના બદલે વાંજતે ગાજતે મણીબેનની અંતિમયાત્રા કાઢી હતી. અંતિમ વિદાયમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરિવારજનઓએ 106 વર્ષના વૃદ્ધાની અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢી હતી.
વાજતે ગાજતે નીકળી સ્મશાન યાત્રા
મણીબેન તંદુરસ્ત તેમની જીવન યાત્રાના 106 વર્ષ જીવ્યા હતા અને અચાનક જ અંતિમ શ્વાસ લેતા તેમનું અવસાન થયું હતું ત્યારે પરિવારજનો એ 5 પેઢીએ મણીમાંને વિદાય આપી હતી. સાથે સાથે તેમની ઈચ્છા અનુસાર વાજતે ગાજતે તેમને વિદાય આપવામાં આવી હતી. ઘર બહાર કુમકુમ - મગ - ફુલહારથી સાથિયા કરવામાં આવ્યા હતા. તેમજ શાંતિરથ ને ફુલહારથી શણગાર કરવામાં આવ્યો હતો. અંતિમ યાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર પુષ્પ અને અબીલ ગલાલ પધરાવી મણિમાં ને વિદાઈ અપાય હતી.
ઠુંમર પરિવારના મોભી વિનુભાઈ ઠુંમરના જણાવ્યા અનુસાર મણીમાંના પરિવારમાં 50થી વધુ સદસ્યો ધરાવતો પરિવાર છે. આજ સુધી મણીમાંએ હોસ્પિટલ કે દવાનો આસરો નથી લીધો. આ ઉપરાંત દરેક તહેવાર કે કોઈ પરિવારનો પ્રસંગ હોઈ 'બા' હંમેશા અગ્રેસર રહેતા. અમારા પુત્ર - પુત્રીઓ કે એમના પુત્ર પુત્રીઓને તેમના ખોળે રામડેલ છે. આ વૃદ્ધાએ એક-બે નહીં પરંતુ પૂરી પાંચ પેઢી જોઈ છે અને તેમની સાથે રહ્યા છે.
રાષ્ટ્ર પ્રત્યેની ફરજ ક્યારેય નથી ભૂલ્યા
કહેવાય છે કે, આ વૃદ્ધાએ ચૂંટણી સમયે મતદાન કરવાની પોતાની પવિત્ર ફરજ ક્યારેય નથી ચૂક્યા. સો વર્ષથી વધુની ઉંમર થઈ ગઈ હોવા છતાં તેઓ ચૂંટણીમાં ઓશિયા મતદાન કરવા છતાં અને પોતાના રાષ્ટ્ર પ્રત્યેની ફરજ બજાવતા હતા, તો બીજી તરફ આ વૃદ્ધાનું પરિવાર ઉપરાંત આસપાસના લોકોમાં અનોખું સન્માન ધરાવતા હતા. આજે તેમની અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી.