Rajkot : ધૂળેટી નજીક આવતા જ યુવાનોમાં હર્બલ રંગનો ક્રેઝ વધ્યો
રાજકોટમાં હર્બલ રંગોની માંગ વધી છે.જોકે રાજકોટમાં બનતા આ હર્બલ રંગોની માંગ અન્ય રાજ્યોમાં પણ છે.જેથી રાજકોટમાંથી અન્ય 10 રાજ્યોમાં આ હર્બલ રંગો મોકલવામાં આવે છે.
Mustufa Lakdawala,Rajkot : હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે.ત્યારે માર્કેટમાં પણ રંગો અને પીચકારીની ડિમાન્ડ વધી ગઈ છે.લોકો અત્યારથી જ હોળી ધુળેટીના તહેવારની તૈયારી કરવા લાગી ગયા છે.એવામાં રાજકોટમાં અત્યારે હર્બલ રંગનો ક્રેઝ વધ્યો છે.
અત્યારે રાજકોટમાં હર્બલ રંગોની માંગ વધી છે.જોકે રાજકોટમાં બનતા આ હર્બલ રંગોની માંગ અન્ય રાજ્યોમાં પણ છે.જેથી રાજકોટમાંથી અન્ય 10 રાજ્યોમાં આ હર્બલ રંગો મોકલવામાં આવે છે.વધતા જતા રોગચાળા અને કોરોના કાળ બાદ લોકો હવે સતર્ક બની ગયા છે.
લોકો હવે પાક્કા કલર કે જે કલર આપણા શરીરને નુકસાન કરે છે.તેવા રંગોથી હોળી રમવાનું પસંદ કરતા નથી.જેથી માર્કેટમાં આવા હર્બલ રંગોની માંગ વધી છે.આ હર્બલ રંગો કેમિકલ વગરના હોવાથી શરીરને નુકસાન થતું નથી.જેથી તેની માંગ વધી છે.
ધૂળેટી રમવાના શોખીનો માટે આવી ગયો હર્બલ રંગ
ઘણા લોકો એવા હોય છે કે તેમને ધૂળેટી રમવી તો ખુબ જ ગમે છે.પણ કેમિકલયુક્ત કલરથી ચામડી, આંખ અને વાળને નુકસાન થશે તો? આવો ડર વધારે રહે છે.પણ સમય જતા હવે આ ટ્રેન્ડ બદલાયો છે.હર્બલ કલરની સાથે સાથે ફૂલોમાંથી બનતા કલર દ્વારા પણ રંગોના આ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે
કેમ બનાવવામાં આવે છે આ હર્બલ રંગો?
હર્બલ રંગો બનાવતા વેપારીનું કહેવું છે કે હર્બલ રંગ ચોખાના લોટ અને તપકીરના લોટમાંથી બનવવામાં આવે છે.આ લોટમાં ફૂડ કલર વાપરવામાં આવે છે.જેથી શરીર, આંખોને અને વાળને નુકસાન થતું નથી.
જાણો ક્યાં શહેરમાં કેટલો જથ્થો મોકલાયો?
જેથી આ હર્બલ કલરની માંગ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ વધી ગઈ છે.રાજકોટથી અત્યાર સુધીમાં પોરબંદરમાં 400 ટન જેટલો હર્બલ કલર મોકલવામાં આવ્યો છે. જ્યારે ગોવામાં 100 ટન કલર મોકલવામાં આવ્યો છે.
જાણો ક્યા રાજ્યોમાં વધી હર્બલ રંગની માંગ?
આ હર્બલ રંગોની માંગ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં ગોકુળ, મથુરા, વૃંદાવન અને ગોવા સહિત 10 રાજ્યમાં વધી ગઈ છે.આ હર્બલ રંગનો ભાવ 160 રૂપિયાનો 1 કિલો મળે છે. વેપારી ભાનુભાઈ અઢિયાએ જણાવ્યું હતું કે ચોખા અને તપકીરના લોટમા ફુડ કલર નાખીને અમે હર્બલ કલર બનાવીએ છીએ.આમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ હોતુ નથી.શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ હર્બલ કલરનું ચલણ વધી ગયું છે.જેથી આ કલર આંખમાં જાય તો પણ નુકસાન નહીં થાય આ સાથે જ આ કલર તમે ખાઈ જશો તો પણ તમને નુકસાન નહીં થાય.
ગ્રાહક પરબતભાઈ વાસાણીએ જણાવ્યું હતું કે આ વખતે માર્કેટમાં નવા કલર આવ્યા છે.જે છે હર્બલ કલર.આ કલરથી હોળી રમવાથી કોઈ નુકસાન થતું નથી. આ હર્બલ કલર નુકસાન કરતો નથી.આમાં દરેક પ્રકારના કલર મળી રહે છે.રાજકોટના કલર દેશ વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે.તો લોકોને મારી અપિલ છે કે બને તો હર્બલ કલરનો ઉપયોગ કરવો જેથી કરીને કોઈને નુકસાન ન થાય.
આરોગ્ય અધિકારીએ શું કહ્યું?
સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારે જે માર્કેટમાં કેમિકલયુક્ત રંગો મળી રહ્યાં છે.તેના કારણે નાના બાળકો સહિત તમામ લોકોને નુકસાન થાય છે.આ સાથે જ આંખ અને વાળને વધારે નુકસાન થાય છે.અને ચામડીની એલર્જી પણ થઇ શકે છે. રંગોના તહેવાર અને આનંદના ઉત્સવમાં લોકોએ કેસૂડા, હર્બલ કે ફૂલથી બનતા કલરનો ઉપયોગ કરવો જોઈએ.રાજકોટમાં ધૂળેટી નજીક આવતા જ યુવાનોમાં હર્બલ રંગનો ક્રેઝ વધ્યો, આ રંગ ગુજરાતમાંથી બીજા 10 રાજ્યોમાં મોકલાઈ છે.