Home /News /rajkot /

કરૂણ ઘટના! રોમાનિયામાં ક્રેન પડતા ગોંડલના યુવકનું મોત, જાડેજા પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

કરૂણ ઘટના! રોમાનિયામાં ક્રેન પડતા ગોંડલના યુવકનું મોત, જાડેજા પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

ગોંડલના નાના દરબારગઢ પરિવારના જયવીરસિંહ જાડેજા ગોંડલ ખાતે અભ્યાસ પૂર્ણ કરી રોમાનિયાની વોલ્ટર ટોસ્ટો કંપનીમાં છેલ્લા ત્રણેક વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા.

Gondal Youth Died in Roamania: ગોંડલના નાના દરબારગઢ (Nana Darbargadh Gondal) પરિવારના જયવીરસિંહ જાડેજા (Jayvirsinh Jadeja) ગોંડલ ખાતે અભ્યાસ પૂર્ણ કરી રોમાનિયાની વોલ્ટર ટોસ્ટો કંપનીમાં છેલ્લા ત્રણેક વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા.

રાજકોટ : યૂરોપના દેશ રોમાનિયામાં (Romania Europe) થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં (Crane Accident in Romania) રાજકોટના ગોંડલના શ્રત્રિય યુવકનું કરૂણ મોત થયું છે. ગોંડલના નાના દરબારગઢના વતની જયવીરસિંહ જાડેજાનું (Jayvirsinh Jadeja of Gondal Nana Darbargadh Died in Crane Accident in Romania) રોમાનિયામાં માથે ક્રેન પડવાથી મૃત્યુ નીપજ્યું હતું. ઘટના પગલે જાડેજા પરિવારે (Jadeja Family) એકનો એક દીકરો ગુમાવ્યો છે.  એકના એક પુત્રનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. પરિવારે ઇન્ડિયન એમ્બેસી ની મદદથી મૃતદેહને ગોંડલ આવી અંતિમ વિધિ પૂર્ણ કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના નાના દરબારગઢ પરિવારના જયવીરસિંહ જાડેજા ગોંડલ ખાતે અભ્યાસ પૂર્ણ કરી રોમાનિયાની વોલ્ટર ટોસ્ટો કંપનીમાં છેલ્લા ત્રણેક વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા. આ સમયે જ્યારે તેઓ ફરજ બજાવી રહ્યા હતા ત્યારે માલસામાન શિફ્ટિંગ દરમિયાન ક્રેન તૂટીને 28 વર્ષીય જયવીરસિંહ જાડેજા ઉપર પડતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. તેમજ ગંભીર રીતે ઘવાતાં ઘટનાસ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો : દાહોદ : બેકાબૂ બનેલી કાર બે-ત્રણ ગોથા મારી ખાડામાં ખાબકી, જાણીતા ડૉ.રાહુલ લબાનાનું મોત

ભારત સરકારની તેમજ રોમાનિયા સ્થિત ઇન્ડિયન એમ્બેસીની મદદ લેવામાં આવી 

સમગ્ર ઘટના અંગે નાના દરબાર ઘટના વિરેન્દ્રસિંહ જાડેજા અને પુષ્પેન્દ્ર સિંહ જાડેજાએ ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,  જયવીરસિંહ જાડેજા નિધનના સમાચારથી અમારા પરિવાર ઉપર જાણે કે આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જયવીર સિંહના મૃતદેહને ગોંડલ લાવવા માટે ભારત સરકારની તેમજ રોમાનિયા સ્થિત ઇન્ડિયન એમ્બેસીની મદદ લેવામાં આવી હતી. જયવીરસિંહ જાડેજા જે કંપનીમાં કામ કરતા હતા તેમની મદદથી એર કાર્ગો દ્વારા જેવી સિંહના મૃતદેહને અમદાવાદ લાવવામાં આવ્યો હતો.  ત્યાર બાદ મૃતદેહને ગોંડલ ખાતે લાવી અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી છે.

જયવીરસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને તેમનો પરિવાર ગોંડલ ખાતે સારી નામના ધરાવે છે. તેમજ તેમનો પરિવાર ગોંડલની સરવૈયા શેરી ખાતે રહે છે.


નાના દરબારગઢમાં શોકની લાગણી 

ઉલ્લેખનીય છે કે જયવીરસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને તેમનો પરિવાર ગોંડલ ખાતે સારી નામના ધરાવે છે. તેમજ તેમનો પરિવાર ગોંડલની સરવૈયા શેરી ખાતે રહે છે. ત્યારે જાડેજા પરિવારના વ્હાલસોયા એવા જયવીરસિંહ જાડેજાનું નિધન થતા ન માત્ર જાડેજા પરિવાર શોકમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. પરંતુ જાડેજા પરિવાર સાથે સંબંધ ધરાવનારા તમામ સગાસંબંધીઓ સ્નેહીઓ તેમજ આડોશપાડોશ ના લોકો પણ શોકમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.
Published by:Jay Mishra
First published:

Tags: Gujarati news, Romania, અકસ્માત, ગોંડલ, મોત

આગામી સમાચાર