Home /News /rajkot /ગૌભક્તોએ રામ નવમીની પૂર્વ સંધ્યાએ ગેરકાયદે કતલખાને લઈ જવાતા 27 પશુઓને છોડાવ્યા, પોલીસ ફરીયાદ નોંધાઈ

ગૌભક્તોએ રામ નવમીની પૂર્વ સંધ્યાએ ગેરકાયદે કતલખાને લઈ જવાતા 27 પશુઓને છોડાવ્યા, પોલીસ ફરીયાદ નોંધાઈ

3 આરોપીઓની ધરપકડ

Rajkot Latest News: રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે 27 જેટલા પશુઓને ગેરકાયદેસર કતલખાને લઈ જવનાર આઈસર ટ્રકચાલક વિરુદ્ધ animal cruelty એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. બાતમીના આધારે ટ્રક પરીન ફર્નિચરના સામેના ભાગે પહોંચતા અમે ગૌભક્તો દ્વારા કે, ટ્રકને રોકવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રકની તલાસી લેવામાં આવતા તેમાંથી 27 જેટલા પાડા જીવતા હાલતમાં મળી આવ્યા હતા.

વધુ જુઓ ...
રાજકોટ: રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે 27 જેટલા પશુઓને ગેરકાયદેસર કતલખાને લઈ જવનાર આઈસર ટ્રકચાલક વિરુદ્ધ animal cruelty એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે આજે ડેમ પોલીસ દ્વારા રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલા પરીન ફર્નિચરની સામેના ભાગમાંથી 27 જેટલા ભેંસવંશી પાડાઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી


આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવનારા જયેન્દ્રભાઈ ચંદવાણીયા નામના (ઉવ.28) વ્યક્તિએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, GJ13 AW 7882 નંબર ના આઇશર ટ્રકના માધ્યમથી ભેસવંશી પાડાઓને ગેરકાયદેસર કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. કોઈપણ જાતના પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર પશુઓને ગળાના ભાગે તેમજ પગના ભાગે દોરડા બાંધે આઇસર ટ્રકમાં રાખવામાં આવ્યા હતા. સમગ્ર મામલે અમને ગૌભક્તોને માહિતી મળી હતી કે, નાના મોટા પાડાને ગેરકાયદેસર રીતે આઈસર ટ્રકમાં કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જે આઇશર ટ્રક ગોંડલ ચોકડી ખાતેથી રવાના થયો છે.

આ પણ વાંચો: ઉધાર રૂપિયા પરત ન કરવા પડે તેથી પતિએ પત્નીને મિત્રને હવાલે કરી દીધી

27 જેટલા પાડા જીવતા હાલતમાં મળી આવ્યા


ઉલ્લેખનીય છે કે, બાતમીના આધારે ટ્રક પરીન ફર્નિચરના સામેના ભાગે પહોંચતા અમે ગૌભક્તો દ્વારા કે, ટ્રકને રોકવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રકની તલાસી લેવામાં આવતા તેમાંથી 27 જેટલા પાડા જીવતા હાલતમાં મળી આવ્યા હતા. જે દરમિયાન ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા હાલ 27 જેટલા જીવતા પાડા તેમજ ટ્રક સહિત 6 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે.


3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ


નોંધનીય છે કે, થોડાક દિવસો પૂર્વે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગાયની હત્યા તેમજ ઇજા પહોચાડવા બાબતે 3 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત 2 સગીર સહિત કુલ 3 વ્યક્તિઓને પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે આરોપીઓને કડકમાં કડક સજા થાય તે મામલે મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Gujarati news, Rajkot News, Rajkot police

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો