Home /News /rajkot /

Rajkot: સતત સીગારેટ પીતા વ્યક્તિને ફેફસાનાં કેન્સરની સારવારના પૈસા આપવા કોર્ટને વીમા કંપનીને આદેશ, આ છે કેસ

Rajkot: સતત સીગારેટ પીતા વ્યક્તિને ફેફસાનાં કેન્સરની સારવારના પૈસા આપવા કોર્ટને વીમા કંપનીને આદેશ, આ છે કેસ

ભરણપોષણને લઈ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય

શહેરમાં એક વ્યક્તિને વીમા કંપની દ્વારા મેડી ક્લેઇમ આપવાની મનાઈ કરતા કન્ઝ્યુમર ફોરમ દ્વારા મેડી ક્લેઇમની રકમની ચુકવણી કરવાનો આદેશ આપ્યો.મધુકર વોરાને ફેબ્રુઆરી 2018માં કેન્સર થયુ હતું.

  Sanjay vaghela,Rajkot: શહેરમાં એક વ્યક્તિને વીમા કંપની દ્વારા મેડી ક્લેઇમ આપવાની મનાઈ કરતાકન્ઝ્યુમર ફોરમદ્વારા મેડી ક્લેઇમનીરકમની ચુકવણી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.રાજકોટમાં રહેતા મધુકર વોરાએ કેન્સરની સારવાર મા લાગેલા પૈસા અંગે વીમા કંપનીમાં ક્લેમ કર્યો હતો.પરંતું વીમા કંપનીએ વીમાની રકમ ચૂકવવાની ના પાડી દેતામધુકર વોરાએ કન્ઝ્યુમર ડિસ્પ્લેટ રિડ્રેસલ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો.જેમાં કોર્ટે વીમા કંપની ને પિડિત મઘુકર વોરાને વીમાની રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે.

  2018માં કેન્સરની સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમં દાખલ કરવામાં આવ્યા હતા

  રાજકોટમાં રહેતા મધુકર વોરાનેફેબ્રુઆરી 2018માં કેન્સરની સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમં દાખલ કરવામાં આવ્યા હતા.બાદમાં તેઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાંરિફર કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાંતેમને ફેફસાના કાર્સિનોમા હોવાનું નિદાન થયું હતું.જો કે મધુકર વોરાએ અગાઉઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં વીમો લીઘો હતો જેના સંદર્ભમાંમઘુકર વોરાની સારવાર પાછળ6.53 લાખ ખર્ચ થયો હાય તેમ વીમા કંપનીના ક્લેમમાં દર્શાવવામાં આવ્યુ હતું.જે બાદવીમા કંપની ક્લેઇમ પાસ કરવા આનાકાની કરવા લાગી હતી.અવનવા સ્ટેટમેન્ટ આપી વીમાના પૈસા આપવાનું ટાળી રહી હતી.

  કન્ઝ્યુમર ડિસ્પ્લેટ રિડ્રેસલ કમિશનમાં કેસ દાખલ થયા બાદ કેસની સુનાવણી થઈ હતી જ્યા બન્ને પક્ષો દ્વારા પોતાના હિતોને ઘ્યાનમાં લઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.વીમાં કંપની દ્વારાવીમા કંપની દ્વારા વીમા ધારક મધુકર વોરાને સિગારેટ પીવાથી કેન્સર થયુંહોય તેવી દલીલ કરી હતી.પરંતું તપાસ કરતા જાણવા મળ્યું કે સિગારેટમાં રહેલું નિકોટિન એ સાબિત વ્યસનકારક પદાર્થ નથી. વધુમાં, તે સાબિત થયું ન હતું કે મધુકરવોરાને કેન્સરનોરોગ સિગારેટ પીવાથી થયો હતો. જેથી કોર્ટે કહ્યું કેવીમા કંપની દ્વારા અપાતી સેવામાંક્ષતિ રહી ગઈ છે અને કંપની પાયાવિહોણા વાંધા ઉભા કરી રહી છે.

  શું આવ્યો ચુકાદો ?

  કોર્ટે નોંધ્યું કે હકીકત ધ્યાને લેતાં, સિગરેટ કે જેમાં તમ્બાકુનું પ્રમાણ હોય છે તો “Intoxicating substances\"છે એટલે કે માદક દ્રવ્ય છે, તેમ પુરવાર થતુ નથી અને સાથે સાથે સિગરેટનાં NEXUSથી સદર રોગ થયો છે, તેમ પણ પુરવાર થયેલ નથી. આમ, વજુદવિહિન વાંધો કાઢી ફરિયાદીને આપવાની થતી સેવામાં સામાવાળાએ સેવા ખામી સર્જેલ હોવાનું ફરિયાદી પક્ષે સ્પષ્ટ પુરવાર કર્યું છે તેમ જણાવ્યું હતું.સાથે સાથે કોર્ટે વીમા કંપનીને30 દિવસમાં કાનૂની ખર્ચ પેટે રૂપિયા 6 લાખ અને ફરિયાદ કરવામાં થયેલ ખર્ચ પેટે 5000 રૂપિયા ચૂકવી દેવા આદેશ કર્યો છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Consumer court, Insurance Policy, રાજકોટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन