રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહેતા ભાનુશંકર જગદીશચંદ્ર જાની જેટ એરવેઝમાં મુસાફરી દરમિયાન શાકાહારી ફૂડનો ઓર્ડર કર્યો હતો. યુવાન શાકાહારી હોવા છતાં તેને નોનવેજ પિરસવામાં આવ્યું હતું. જેને લઇ તેને ડિસ્ટ્રીક્ટ કંઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી હતી. જેના પગલે ફોરમે મુસાફરને 65 હજારનું વળતર આપવા જેટ એવરેઝને આદેશ કર્યો છે.
ઓગસ્ટ 2016માં ચેન્નઇથી મુંબઇ જેટ એરવેઝની ફ્લાઇટની મુસાફરી દરમિયાન યુવાને ટિકિટના બુકિંગ સમયે એશિયન વેજીટેરીયન મિલનું બુકિંગ કરાવ્યું હતું. છતાં જેટની બેદરકારીમાં કર્મચારી દ્વારા સુદ્ધ શાકાહારી મુસાફરને ચિકન પિરસવામાં આવ્યું હતું. આથી તેણે કંઝ્યુમર ફોરમમાં કેસ કર્યો હતો.
આ કેસ ચાલી જતા ચુકાદો આવ્યો કે, યાત્રિકને 50 હજાર વળતર, માનસિક યાતના બદલ 10 હજાર અને કેસ ખર્ચના 5 હજાર સહિત 65 હજારની વળતરરૂપે આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.