Home /News /rajkot /

રાજકોટ: દોઢ મહિના પૂર્વે પ્રેમ લગ્ન કરનાર યુગલે કર્યો આપઘાત, પરિવારમાં શોકનો માહોલ, કારણ અકબંધ

રાજકોટ: દોઢ મહિના પૂર્વે પ્રેમ લગ્ન કરનાર યુગલે કર્યો આપઘાત, પરિવારમાં શોકનો માહોલ, કારણ અકબંધ

રાજકોટમાં યુગલનો આપઘાત

Rajkot couple suicide: થોડા મહિનાઓ પૂર્વે પરિવારજનોને બંનેના પ્રેમ સંબંધની જાણ થઈ હતી. જે બાદમાં પરિવારજનોએ બંનેના રાજીખુશી લગ્ન કરાવી દીધા હતા. યુવક કોળી સમાજનો હતો જ્યારે કે યુવતી દરજી સમાજની હતી. 

રાજકોટ: રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં દંપતીએ સજોડે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ માટે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. દંપતીની લાશને પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવતા પરિવારજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે દંપતીના દોઢ મહિના પૂર્વે જ પ્રેમ લગ્ન થયા હતા. દંપતીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે હજુ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા સંતોષી નગરના ફાટક પાસે સવારના ભાગે બે વ્યક્તિઓ ટ્રેન નીચે આવી કચડાઈ ગયાની જાણ પોલીસને થઈ હતી. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં દંપતી વહેલી સવારે ચાર વાગ્યે ઉઠ્યું હતું. નિયત ક્રમ મુજબ દંપતીએ સવારે 4:00 વાગ્યે પાણી પણ ભર્યું હતું. ત્યારબાદ સવારના 5:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરની સામે આવેલા પાટા પર જઈને બંનેએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.



મૃતક યુવાનનું નામ કરણ હોવાનું તેમજ મૃતક યુવતીનું નામ સ્નેહા હોવાનું સામે આવ્યું છે. થોડા મહિનાઓ પૂર્વે પરિવારજનોને બંનેના પ્રેમ સંબંધની જાણ થઈ હતી. જે બાદમાં પરિવારજનોએ બંનેના રાજીખુશી લગ્ન કરાવી દીધા હતા. યુવક કોળી સમાજનો હતો જ્યારે કે યુવતી દરજી સમાજની હતી.

આ પણ વાંચો: ઝઘડાના સમાધાન માટે એકઠા થયેલા લોકો બાખડી પડ્યા

યુવક મજૂરી કામ કરી પોતાનું તેમજ પરિવારનું આર્થિક ગુજરાત ચલાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. દંપતીએ ક્યા કારણોસર આપઘાત કરી લીધો છે તે અંગે હાલ પરિવારજનો પણ કશું જણાવી રહ્યા નથી. સંભવતઃ દંપતીએ પારિવારિક કે અન્ય કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

બનાવ-2: રાજકોટમાં યુવકની હત્યા કે આત્મહત્યા?


રાજકોટ શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ક્રિષ્ના ટ્રાવેલ્સ (Krishna Travels) નામની બસમાંથી હત્યા કરાયેલી હાલતમાં એક લાશ મળી આવી હતી. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા બી ડિવિઝન પોલીસ, કુવાડવા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટના ખૂબ જ ભેદભરમ તેમજ રહસ્યમય હોવાથી ડીસીપી પ્રવીણ કુમાર મીણા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસની તપાસમાં મૃતકનું નામ પ્રવીણ કુમાર વાઘેલા (Pravinkumar Vaghela) હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર બનાવવાની જાણ મૃતકના પરિવારજનોને કરતા મૃતકના પરિવારજનો પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આવી પહોંચ્યા હતા.  (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Couple, Love, Marriage, ગુનો, પોલીસ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन