Home /News /rajkot /Rajkot: તંત્ર હવે જાગ્યુ..! ધૂળેટીના ત્રણ દિવસ બાદ હાથ ધરાઇ સફાઇ કામગીરી
Rajkot: તંત્ર હવે જાગ્યુ..! ધૂળેટીના ત્રણ દિવસ બાદ હાથ ધરાઇ સફાઇ કામગીરી
તંત્ર હવે જાગ્યુ..! લ્યો બોલો ધૂળેટી પૂરી થયાને 3 દિ થઈ ગયા.
2 દિવસ પહેલા હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે ગઈકાલ સુધી બાલભવનના ગેટથી લઈને ઈન્ડોર સ્ટેડીયમ અને આર્ટ ગેલેરીના પ્રાંગણ સુધી કલરના ઢગલા જોવા મળ્યા હતા.
Mustufa Lakdawala,Rajkot : ધૂળેટીનો તહેવાર બધાએ રંગેચંગે ઉજવ્યો.લોકોએ અબીલ ગલાલ તો ક્યાંય ગેરૂ અને હર્બલ રંગોથી હોળી રમી.ત્યારે રોડ રસ્તાઓ પર કલરના નિશાન હજુ પણ જોવા મળી રહ્યાં છે.જો કે ધૂળેટીનો તહેવાર પૂરો થઈ ગયો તેને પણ 3 દિવસ થઈ ગયા છે.
મજાની વાત તો ત્યાં છે કે આજે ધૂળેટીના તહેવારને 3 દિવસ થઈ ગયા છે.અને તંત્ર દ્વારા હવે રહી રહીને રેષકોર્ષમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.એટલે સવાલ એ થાય છે કે શું તંત્ર અત્યાર સુધી ઘોર નિદ્રામાં હતું...?
2 દિવસ પહેલા હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે ગઈકાલ સુધી બાલભવનના ગેટથી લઈને ઈન્ડોર સ્ટેડીયમ અને આર્ટ ગેલેરીના પ્રાંગણ સુધી કલરના ઢગલા જોવા મળ્યા હતા. આ કલરના ઢગલાના કારણે ત્યાંથી પસાર થવા વાહનોના કારણે આ કલર લોકોને ઉડતો પણ હતો.તેમ છતાં તંત્ર દ્વારા કાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
પણ ઉંઘમાંથી જાગેલા આ તંત્રએ આજે બાલભવનના ગેટથી લઈને ઈન્ડોર સ્ટેડીયમ અને આર્ટ ગેલેરીના પ્રાંગણમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.જો કે આ કલરના ઢગલા હટી જવાથી ત્યાંથી પસાર થતાં લોકોને થોડી રાહત મળી છે.