Home /News /rajkot /કોરોના હવે જીવનનો એક ભાગ થઇ ગયો છે, ડરવાની જરૂર નથી: આરોગ્ય મંત્રી
કોરોના હવે જીવનનો એક ભાગ થઇ ગયો છે, ડરવાની જરૂર નથી: આરોગ્ય મંત્રી
કોરોનાને લઇને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન
કોરોનાને લઇને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન, કોરોના હવે જીવનનો એક ભાગ થઇ ગયો છે. કોરોનાના લક્ષણો સામાન્ય થઇ ગયા છે. લોકોએ ડરવાની નહિ સાવચેતી રાખવાની જરૂર છે.
રાજકોટ: રાજ્યમાં સતત કોરોનાના કેસ સામે આવી રહ્યા છે, આવામાં કોરોનાને લઇને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કોરોનાને લઇને તેમણે કહ્યું કે, કોરોનાથી હવે ડરવાની જરૂર નથી. હવે કોરોના જીવનનો એક ભાગ થઇ ગયો છે. કોરોનાના લક્ષણો સામાન્ય થઇ ગયા છે. લોકોએ ડરવાની નહીં સાવચેતી રાખવાની જરૂર છે.
વેક્સિન અંગે શું કહ્યું?
સાથે જ તેમણે વેક્સિનને લઇને જણાવ્યું કે, એક સમય હતો જ્યારે કોઇ વેક્સિન લેવા આવતું ન હતું. વેક્સિનની એક્સપાઇરી ડેટ હોય છે. આપણે જથ્થાની માંગણી કરી છે, આવશે ત્યારે લોકો સુધી પહોંચાડવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે, ટેસ્ટીંગ પણ વધારવાની સૂચના અપાઇ છે.
ગઇકાલે 31મી માર્ચે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 338 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 92 કેસ નોંધાયા હતા. જ્યારે 79 દર્દીઓને રજા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કાલે એક દર્દીનું મોત થયું હતું. છેલ્લા અઠવાડિયે 6 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યાં છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે. આ સાથે જો તમને કોઈપણ પ્રકારના કોરોના લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવા માટે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2310 એક્ટિવ કેસ
આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 338 કેસ નોંધાયા છે. બીજી તરફ, દર્દીઓને 274 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2310 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત 5 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 2305 દર્દીની તબિયતલ અત્યાર સ્થિર હોવાની જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11055 દર્દીના મોત નીપજ્યા છે. તો 12,68,837 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.