Home /News /rajkot /રાજકોટ : તરૂણો પર Coronaની વિપરીત અસર, 36%ને ઘરેથી ભાગી જવાનું મન થાય છે-સર્વે
રાજકોટ : તરૂણો પર Coronaની વિપરીત અસર, 36%ને ઘરેથી ભાગી જવાનું મન થાય છે-સર્વે
સાયકોલોજી વિભાગના એચ.ઓ.ડીની તસવીર
રાજકોટ ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) મનોવિજ્ઞાન ભવન દ્વારા (Psychology Department) જુદા જુદા સર્વે હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે મનોવિજ્ઞાન ભવન દ્વારા તરુણોની માનસિક (Mental Stress) અને સામાજિક (Social) સમસ્યાને લઇ સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
કોરોના કાળના (Coronavirus) કારણે નાની વયના કુમળા બાળકોથી લઈ વયોવૃદ્ધ સુધીના લોકોના માનસ પર કયા પ્રકારની અસર વર્તાઈ રહી છે. તે માટે રાજકોટ ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) મનોવિજ્ઞાન ભવન દ્વારા (Psychology Department) જુદા જુદા સર્વે હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે મનોવિજ્ઞાન ભવન દ્વારા તરુણોની માનસિક (Mental Stress) અને સામાજિક (Social) સમસ્યાને લઇ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જે સર્વેમાં 36% તરુણોએ સ્વીકાર્યું કે તેમને ઘરેથી ભાગી જવાનું મન થાય છે. તો 54% તરુણોએ કહ્યું કે પરિવારના લોકો એવું માને છે કે તેઓ બુદ્ધિ વગરના છે. જ્યારે કે 27 ટકા તરુણો તણાવ તેમજ નિરાશા ગરકાવ થઇ ચુક્યા છે.
News18 ગુજરાતી સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ યોગેશ જોગસણે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કોરોના કાળ શરૂ થયા બાદ લોકોની માનસ પર ક્યા પ્રકારની અસર વર્તાઈ રહી છે તેના માટે છેલ્લા કેટલાય મહિનાઓથી મનોવિજ્ઞાન ભવન દ્વારા જુદા-જુદા સર્વે હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ તરૂણોને લઈ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
જેમાં 360 તરુણો અને 540 જેટલા વડીલો પાસે મનોવિજ્ઞાન ભવન દ્વારા પ્રત્યુત્તર મેળવવામાં આવ્યા હતા. જે પ્રત્યુત્તર મળ્યા બાદ મનોવિજ્ઞાન સમક્ષ કેટલાક તથ્યો સામે આવ્યા છે. સર્વે અંતર્ગત
1. તરુણાવસ્થા દરમિયાન મોબાઇલ ઇન્ટરનેટ આપવાથી તરુણોમાં વિકાર વધ્યો છે
2. તરુણોને ઓનલાઇન શિક્ષણથી બચાવવા પડશે કેમ કે તેઓ ઈન્ટરનેટમાં વિષય સંબંધિત સર્ચ નહીં કરી પોતાના મનમાં વિચારો વિશે સર્ચ કરશે
3. તરુણ તેમના માતા-પિતાનો ગુસ્સો સહન કરી શકતા નથી
4. તને કંઈ જ ખબર ન પડે જેવા વાક્યો દ્વારા માતા-પિતા અને પરિવારના સભ્યો તરૂણોને વારંવાર રોકતા ટોકતાં રહે છે
" isDesktop="true" id="1109546" >
સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
1. 93% લોકોએ સ્વીકાર્યું કે તરુણો માનસિક અને સામાજિક સમસ્યાઓ અનુભવે છે
2. 81.30% લોકોએ સ્વીકાર્યું કે સંસ્કૃતિ અને પરિસ્થિતિની તરુણો પર નિષેધક અસર જોવા મળી રહી છે.
3. 84.40% લોકોએ જણાવ્યું કે આજના તરુણ પોતાના પરનો સંયમ ગુમાવી બેઠા છે
5. 78.10% લોકોએ કહ્યું આજના તરુણો ના વર્તનમાં બેદરકારી વધી છે
6. 71.90% લોકોએ કહ્યુંતરુણ સરખા જવાબો નથી આપતા
7. 96.90% લોકોએ કહ્યુંઆજના તરુણ ઝડપી ક્રોધમાં આવી આવે છે
8. 87.50% લોકોએ કહ્યુંઆજના તરુણો સ્વતંત્રતા માટે માતા-પિતા સાથે ઝઘડો પણ કરે છે 9. 90.60% લોકોએ કહ્યું આજના તરુણો પોતાની ટીકા સાંભળતાની સાથે જ ગુસ્સે થઈ જાય છે
10. 98.80% લોકોએ સ્વીકાર્યું તરુણોમાં ઘર મૂકીને ભાગી જવાનો વર્તન વધ્યું છે 11. 93.80% લોકોએ સ્વીકાર્યું તરુણોમાં ડિપ્રેશન સ્ટ્રેસ વધ્યું હોય એવું લાગી રહ્યું છે.