Home /News /rajkot /

Rajkot: રાજકોટમાં 14 કરોડના ખર્ચે 47 એકરમાં 'રામવન'નું નિર્માણ, જાણો શું છે વિશેષતા

Rajkot: રાજકોટમાં 14 કરોડના ખર્ચે 47 એકરમાં 'રામવન'નું નિર્માણ, જાણો શું છે વિશેષતા

રાજકોટમાં

રાજકોટમાં 47 એકરમાં રામવનનું નિર્માણ, 25 ભાગમાં રામાયણના પ્રસંગો કંડારાયા

રામવન (Ramvan)માં કુલ 25 ભાગ દર્શાવવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ 60 પ્રજાતિના 60 હજારથી વધુ વૃક્ષો (Sixty thousand trees)નું  વાવેતર કરવામાં આવ્યું છે. ભગવાન રામના જીવન આધારિત પ્રસંગોની ઝાંખી કરાવતા અલગ અલગ 22 જેટલા સ્કલ્પ્ચર મુકવામાં આવ્યા છે.

વધુ જુઓ ...

  Mustufa Lakdawala, Rajkot: આજના યુગમાં વધતા જતા સિમેન્ટ કોન્ક્રીટનાજંગલોવચ્ચે કુદરતે રચેલા જંગલોનોસોથ વળી રહ્યો છે. ત્યારે પ્રકૃતિને સમતોલ બનાવવા રાજકોટ શહેરના આજી ડેમ (Aaji Dam)નજીક કિશાન ગૌશાળા સામે 47 એકરનીવિશાળ જગ્યામાં અર્બન ફોરેસ્ટમાં(Urban Forest) રામવન(Ramvan in Rajkot) બનાવવાનું કામ રાજકોટ RMC દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ 2019માં શરૂ કરવામાં આવેલું કામ 2022 સુધીમાં પૂર્ણ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. આજે રામવનનું 2 ટકા કામ બાકી રહ્યું છે. પણ નાનું મોટું ફિનિશિંગ કામ. RMC દ્વારા 14 કરોડનાખર્ચે રામવન તૈયાર કરવામાં આવ્યું છે.


  રામવનમાં કુલ 25 ભાગ દર્શાવવામાં આવ્યાછે.જેમાં અલગ અલગ 60 પ્રજાતિના 60 હજારથી વધુ વૃક્ષો(Sixty thousand trees)નું વાવેતર કરવામાં આવ્યું છે. ભગવાન રામના જીવન આધારિત પ્રસંગોનીઝાંખી કરાવતા અલગ અલગ 22 જેટલા સ્કલ્પ્ચરમુકવામાં આવ્યા છે. જેની સાથે લોકો સેલ્ફીપણ લઇ શકે તે મુજબ સેલ્ફી પોઇન્ટ (Selfie point in Rajkot)પણ મુકવામાં આવ્યા છે.  ફૂડ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે


  રામવન વિશે માહિતી આપતા રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટના લોકોને સારામાં સારી વ્યવસ્થા મળે તે માટેના મનપાના પ્રયાસો રહ્યા છે. રાજકોટમાં એક નવું નજરાણું એટલે કે રામવન. 47 એકરની ફોરેસ્ટ અર્બન જમીનમાં 60 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. સમગ્ર રામાયણ આધારિત પ્રસંગો જેમાં રામ-ભરતનું મિલન હોય પ્રકારના વિવિધ પ્રસંગો આવરવામાં આવ્યા છે. ખાસ કરીને ટૂરિસ્ટો અને રાજકોટવાસીઓ માટે રામવનમાં ચાલી પણ શકે અને ઇલેક્ટ્રિક કારની સુવિધા સાથે વિવિધ પ્રસંગોના દર્શન કરી શકે તે પ્રકારનું આખુ આયોજન છે. રામસેતુ પણ બનાવવામાં આવ્યો છે. બે અલગ અગલ તળાવો પણ બનાવવામાં આવ્યા છે. તેમજ ફૂડ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.  રામસેતુ પણ બનાવવામાં આવ્યો છે


  રામવનની વિશેષતા છે કે, ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસના પ્રસંગો આબેહૂબ કંડારવામાં આવ્યા છે. ઉપરાંત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલા અલગ અલગ પ્રસંગોની ઝાંખીના દર્શન પણ થશે. ભગવાન રામના જીવન આધારિત પ્રસંગોના અહીં અલગ અલગ 22 જેટલા સ્કલ્પ્ચર પણ મૂકવામાં આવ્યા છે.  જેમાં સૌથી વધારે ભગવાન રામની વિશાળ મૂર્તિ, જટાયુ દ્વાર, ભગવાન રામના ધનુષ આકારનો મુખ્ય પ્રવેશ દ્વાર, સંજીવની બૂટી સાથે પર્વત લઇ આવતા હનુમાનજી મહારાજના સ્કલ્પ્ચર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. હાલ રામવનનું 98% કામ પૂર્ણ થઇ જતા આગામી સાતમ-આઠમના તહેવાર સુધીમાં રામવન લોકો માટે ખુલ્લું મુકવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.  રાજકોટ મનપા દ્વારા મિટિંગ કે પ્રેસ કોન્ફરન્સ પણ થસે રામવનમાં


  રામવનમાં વિવિધ પ્રસંગોની પ્રતિકૃતિ રામાયણના જીવંત દર્શન કરાવશે. એક ઓફિસ અને મિટિંગ હોલ પણ બનાવવામાં આવ્યો છે. ભવિષ્યમાં રાજકોટ મનપા (Rajkot Municipal Corporationદ્વારા કોઇ મિટિંગ કે પ્રેસ કોન્ફરન્સ કરવાની થાય તો તે પણ રામવનમાં થઇ શકશે. બાળકો માટે ક્રિડાંગણ, રમત-ગમતના સાધનો, વડીલો માટે ખૂબ સારી બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં એક પ્રકારે શોભે રીતે રામવન રાજકોટનું આભૂષણ બનશે.  પ્રભુ શ્રીરામે 14 વર્ષ વનમાં રહી વનવાસ વેઠ્યો હતો. ત્યારે રાજકોટ ખાતે નિર્માણ થઇ રહેલા રામવનમાં ભગવાને જંગલમાં વિતાવેલાં 14 વર્ષ સહિત તેમના જીવન સાથે જોડાયેલા પ્રસંગોને રામવનમાં જીવંત કરવા માટેનું આયોજન પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. રાજકોટ મનપા દ્વારા અલગ અલગ 22 સ્કલ્પ્ચર ઊભાં કરવા માટે લગભગ 1.50 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. રામવનના પ્રવેશ દ્વારથી શરૂ કરી અંત સુધી તમામ જગ્યા પર કઇકને કઇક અલગ અલગ સ્કલ્પ્ચર આકર્ષણનું કેન્દ્ર બની રહેતું જોવા મળી રહ્યું છે.

  Published by:rakesh parmar
  First published:

  Tags: Rajkot city, Rajkot News, રાજકોટના સમાચાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन